SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ સંપાદકીય વિયાહપણુત્તિસુત્ત = વ્યાખ્યાપ્રજ્ઞપ્તિસૂત્ર, જે ભગવતીસૂત્રના નામે વિશેષ પ્રચલિત છે, અને તેના વિષયવૈવિધ્યને કારણે જૈન સમાજમાં અન્યસૂત્રોની અપેક્ષાએ વિશેષ મહત્ત્વનું સ્થાન ધરાવે છે, તેનો આ બીજો ભાગ સંપાદિત થઈ પ્રકાશિત થાય છે તેથી મને આનંદ છે. પ્રસ્તુત ભગવતીસૂત્રના સંપાદન કાર્યમાં મને જે પ્રકારની સહાયતા ૫૦ અમૃતલાલ ભોજકે આપી છે તે આપી ન હોત તો મારા વાદ્ધક્યના કારણે અને છેલ્લે છેલ્લે હૃદયરોગગ્રસ્ત થવાને કારણે, આનું સંપાદન અને મુદ્રણ પૂરું થાત કે કેમ તેનો મને સંદેહ હતો. પણ મારા વગર કહ્યું, મારું આ અધૂરું કામ આગમભક્તિથી પ્રેરાઈને તેમણે ઉપાડી લીધું તે બદલ તેમનો અહીં આભાર માનું છું, એટલું જ નહીં પણ આગમના અભ્યાસીઓ ઉપર તેમણે જે ઉપકાર કર્યો છે તે ચિરસ્મરણીય રહેશે એમ કહેવામાં પણ મને સંકોચ નથી. ભગવતીસૂત્રના પ્રથમ ભાગના સંપાદનમાં, પૂ. મુનિરાજશ્રી પુણ્યવિજયજીના અવસાનને કારણે જે કેટલીક જરૂરી હસ્તપ્રતો મેળવવા હું ભાગ્યશાળી થયો ન હતો તે પ્રતો ૫૦ અમૃતલાલ ભોજકે આ બીજા ભાગના અને ત્રીજા ભાગના મારા સંપાદનને સંશોધિત કરવા માટે મેળવી અને તેનો આશ્રય લઈને જેટલા પ્રમાણમાં શક્ય હતું તેટલા પ્રમાણમાં ભગવતીસૂત્રની વાચનાને વિશુદ્ધ કરવા માટે પ્રયત્ન કર્યો છે, તેની સહર્ષ હું અત્રે નોંધ લઉં છું. ત્રીજા ભાગને અંતે પ્રથમ ભાગમાં રહી ગયેલી કેટલીક ક્ષતિઓનું પણ નિરાકરણ તેઓ કરવાના છે. પં. અમૃતલાલને ૫૦ શ્રી દલસુખભાઈ માલવણિયાએ પણ, પ્રસંગ પશે પરામર્શ આપ્યો છે અને અંતિમ પ્રફ પણ વાંચી આપ્યાં છે, તેની પણ નોંધ લેતાં મને આનંદ થાય છે. સંપાદનમાં વપરાયેલી બધી જ હસ્તપ્રતોનો પરિચય પં. અમૃતલાલ ભોજક જુદો આપવાના જ છે એટલે એ વિષે મારે લખવાનું રહેતું નથી. એટલું જ નહીં પાઠાંતરોમાં પણ જેની વિશેષ નોંધ લેવા જેવું છે તેની ચર્ચા પણ ૫૦ અમૃતલાલે તેમના વક્તવ્યમાં કરી જ છે અને તેથી તે વિષે પણ હું કંઈ લખતો નથી. આવા મહત્વના ગ્રંથને અંતે પારિભાષિક શબ્દસૂચી અને અન્ય ઉપયોગી પરિશિષ્ટો આપવાં જરૂરી છે અને તે મારા અત્યારના સ્વાથ્યને જોતાં હું કરી શકું તેમ નથી. તેથી એ કાર્ય પણ પં. અમૃતલાલ જ કરી આપવાના છે એટલે હું આશ્વસ્ત છું. અંતે શ્રી મહાવીર જૈન વિદ્યાલયનો આભાર માનું છું કે આવા ભગીરથ કાર્યને પાર પાડવામાં વિદ્યાલયે કશી કસર રાખી નથી. બેચરદાસ છવાજ દોશી ૧૨, ૨ ભારતી સોસાયટી અમદાવાદ-૬ તા. ૧૨-૭–૧૯૭૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001019
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi, Amrutlal Bhojak
PublisherMahavir Jain Vidyalay
Publication Year1978
Total Pages679
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Philosophy, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy