________________
૮૨]
શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [ પર્વ ૧૦ મું છું, વળી મહાન વંશમાં ઉત્પન્ન થયેલા દધિવાહન રાજાની પત્ની છું અને જૈન ધર્મ મને પરિણમેલો છે. તો આવા અક્ષરે સાંભળ્યા છતાં પણ હું પાપનું ભાજન થઈને હજુ છવું છું, તેથી મને ધિક્કાર છે! અરે સ્વભાવે ચપળ એવા જીવ ! હજુ આ દેહમાં બેસી કેમ રહ્યો છું? જે તું તારી મેળે નહી નીકળે તો માળામાંથી પક્ષીને કાઢે તેમ હું તને બળાત્યારે કાઢીશ.” આ પ્રમાણેના તિરસ્કારથી જાણે ઉદ્વેગ પામ્યા હોય તેમ ખેદથી ફુટી ગયેલા તેના હૃદયમાંથી તેના પ્રાણ ક્ષણવારમાં નીકળી ગયા. તેને મૃત્યુ પામેલી જોઈ ઉંટવાળા સુભટે ખેદ કર્યો કે, “આવી સતી સ્ત્રીને માટે મેં કહ્યું કે, “આ મારી પત્ની થશે” તે મેં ખરાબ કર્યું, મને ધિક્કાર છે! આંગળીથી બતાવતાં કુષ્માંડફળ (કેળાં)ની જેમ મારી દુષ્ટ વાણીથી આ સતી જેમ મૃત્યુ પામી તેમ કદી આ કન્યા પણ મૃત્યુ પામશે; માટે હવે તેને ખેદ ઉપજાવો નહીં.” આ વિચાર કરીને તે રાજકન્યાને મીઠે વચને બોલાવતે તે કૌશાંબી નગરીમાં લાવ્યું. અને તેને રાજમાર્ગમાં વેચવાને ઉભી કરી. દેવગે ત્યાં ધનાવહ શેઠ આવી ચડ્યો. તે વસુમતીને જોઈને વિચારમાં પડયે કે “આની આકૃતિ જોતાં આ કોઈ સામાન્ય મનુષ્યની પુત્રી જણાતી નથી, પણ યૂથમાંથી ભ્રષ્ટ થયેલી મૃગલી જેમ પારધિના હાથમાં આવે તેમ માતાપિતાથી વિખુટી પડેલી આ કન્યા આ નિય માણસના હાથમાં આવી જણાય છે, તેણે અહિં મૂલ્ય લઈને વેચવા મૂકી છે. તેથી આ બીચારી જરૂર કોઈ હીન માણસના હાથમાં સપડાઈ જશે, માટે આ માણસને ઘણું દ્રવ્ય આપીને હુંજ આ કૃપાપાત્ર કન્યાને ખરીદું પોતાની પુત્રીની જેમ હું તેની ઉપેક્ષા કરવાને અશક્ત છું. કોઈ પણ પ્રકારની અડચણ વિના મારે ઘેર રહેતાં દૈવયોગે આ બાળાને તેના સ્વજનવર્ગને સંયોગ પણ થઈ જશે. આ પ્રમાણે વિચારી તે સુભટની ઈચ્છા પ્રમાણે તેને મૂલ્ય આપી ધનાવહ શેઠ અનુકંપાથી તે બાળાને પોતાને ઘેર લઈ ગયો. તેણે સ્વચ્છ બુદ્ધિએ પૂછયું કે “હે વત્સ ! તું કેની કન્યા છું, અને તારો સ્વજનવ કોણ છે તે કહે, ભય પામીશ નહીં, તું મારી પુત્રી જ છું.” તે પિતાના કુળની અતિ મહત્તા હોવાથી કાંઈ કહી શકી નહીં, તેથી કાંઈ પણ ન બોલતાં સાયંકાળે કમલિની રહે તેમ અધોમુખ કરીને ઊભી રહી. પછી શેઠે પિતાની મૂલા શેઠાણીને કહ્યું કે, “પ્રિયા ! આ કન્યા આપણી દુહિતા છે, તેનું અતિ યત્નથી પુષ્પની જેમ લાલનપાલન કરવું.” આવાં શ્રેષ્ટિનાં વચનથી તે બાળા
ત્યાં પોતાના ઘરની જેમ રહી અને બાળચંદ્રની લેખાની જેમ સર્વના નેત્રને આનંદ આપવા લાગી. તેણીના ચંદન જેવા શીતળ વિનય વચન અને શીલથી રંજિત થયેલા શ્રેષ્ટિએ પરિવાર સાથે મળીને તેનું ચંદના એવું નામ આપ્યું.
અનુક્રમે કરભ જેવા ઉરૂવાળી તે બાળ યૌવનવયને પ્રાપ્ત થઈ તે સમયે સમુદ્રને જેમ પૂર્ણિમાની રાત્રિ હર્ષ આપે તેમ તે એષ્ટિને હર્ષ આપવા લાગી. રવભાવથીજ રૂપવતી છતાં યૌવન પામવાથી વિશેષ રૂપવતી થયેલી ચંદનાને જોઈને મૂલા શેઠાણી મનમાં ઈષી લાવી આ પ્રમાણે વિચારવા લાગી કે, “શ્રેષ્ટિએ આ કન્યાને પુત્રીવત્ રાખી છે, પણ હવે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org