________________
સગ ૪ ]. શ્રી મહાવીર પ્રભુને બીજા છ વર્ષને વિહાર
[૮૧ કે જ્યાં શ્રી વીરમભુ અજ્ઞાત અભિગ્રહે આટલા બધા દિવસો સુધી ભિક્ષા વગર રહ્યા છે.” રાજાએ કહ્યું, “હે શુભાશ! હે ધર્મચતુરે! તમને સાબાશ છે. મારા જેવા પ્રમાદીને તમે બહુ સારી શિખામણ યોગ્ય વખતે આપી છે. હવે પ્રભુને અભિગ્રહ જાણું લઈને હું પ્રાતઃ કાળે તેમને પારણું કરાવીશ.” આ પ્રમાણે કહી રાજાએ તત્કાળ મંત્રીને બોલાવ્યો, અને કહ્યું કે “હે ભદ્ર! મારી નગરીમાં શ્રી વીરપ્રભુ ચાર માસ થયા ભિક્ષા વગર રહ્યા છે, તેથી આપણને ધિક્કાર છે! માટે તમારે ગમે તેમ કરી તેમને અભિગ્રહ જાણી લે, કે જેથી હું તે અભિગ્રહ પૂરીને મારી શુદ્ધતાને માટે પારણું કરાવું.” મંત્રી બોહે મહારાજ ! તેમનો અભિગ્રહ જાણી શકાય તેમ નથી, હું પણ તેથી જ ખેદ પામું છું, માટે તેને કોઈ ઉપાય રચવો જોઈએ.” પછી રાજાએ ધર્મશાસ્ત્રમાં વિચક્ષણ એવા તથ્થકદી નામના ઉપાધ્યાયને બેલાવીને કહ્યું કે, “હે મહામતિ ! તમારા શાસ્ત્રમાં સર્વ ધર્મોના આચારે કહેલા છે, તે તેમાંથી શ્રી જિનેશ્વરના અભિગ્રહની વાત કહે.' ઉપાધ્યાય બેલ્યા કે, “હે રાજન ! મહર્ષિઓને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ એ ચાર ભેદથી ઘણું અભિગ્રહે કહેલા છે. આ ભગવંતે જે અભિગ્રહ લીધેલ છે, તે વિશિષ્ટ જ્ઞાન વગર કદિ પણ જાણી શકાશે નહીં.' પછી રાજાએ નગરીમાં આષણા કરાવી કે, “અભિગ્રહને ધારણ કરનારા શ્રી વીરપ્રભુ ભિક્ષા લેવા આવે ત્યારે લોકોએ અનેક પ્રકારની ભિક્ષા આપવી.” રાજાની આજ્ઞાથી અને શ્રદ્ધાથી સર્વ લોકેએ તેમ કર્યું, તથાપિ અભિગ્રહ પૂર્ણ ન થવાથી પ્રભુએ કઈ સ્થાનકેથી ભિક્ષા ગ્રહણ કરી નહીં. આ પ્રમાણે ભિક્ષા રહીત રહેતાં છતાં પણ વિશુદ્ધ ધ્યાનમાં લીન થયેલા પ્રભુ અશ્લાન મુખે રહેતા હતા અને લેકે દિવસે દિવસે લજજા અને ખેદથી વિશેષ આકુળવ્યાકુળ થઈ તેમને જોયા કરતા હતા.
આ અરસામાં શતાનિક રાજાએ સૈન્ય સાથે વંટાળીઆની જેમ વેગથી એક રાત્રિમાં જઈને ચંપાનગરીને ઘેરી લીધી. ચંપાપતિ દધિવાહન રાજા તેનાથી ભય પામી નાશી ગયો. “અતિ બળવાન પુરૂષથી રૂંધાયેલા મનુષ્યને પલાયન સિવાય બીજો કોઈ સ્વરક્ષણને ઉપાય નથી.” પછી શતાનિક રાજાએ “આ નગરીમાંથી જે લેવાય તે લઈ લેવું.” એવી પિતાના સૈન્યમાં આઘોષણા કરાવી, એટલે તેના સુભટોએ ચંપાનગરીને વેચ્છાએ લુંટવા માંડી. દધિવાહન રાજાની ધારિણે નામની રાણીને તેની વસુમતી નામની પુત્રી સહિત કઈ ઉંટવાળ હરી ગયે. શત્રુરૂપ કુમુદમાં સૂર્ય જે શતાનીક રાજા કૃતાર્થ થઈ સૈન્યના પરિવાર સાથે કૌશાંબી નગરીએ પાછો આવ્યો. ધારિણું દેવીના રૂપથી મેહ પામેલા પેલા ઉંટવાળા સુલટે લોકેની આગળ ઉંચે સ્વરે કહેવા માંડયું કે, “આ જે પ્રૌઢા રૂપવતી સ્ત્રી છે તે મારી સ્ત્રી થશે અને આ કન્યાને કૌશાંબીના ચૌટામાં જઈને વેચી દઈશ.” તે સાંભળી ધારિણી દેવીએ મનમાં વિચાર્યું કે, “હું ચંદ્રથી પણ નિર્મળ એવા વંશમાં જન્મેલી D - 11
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org