________________
સર્ગ ૪ થો] શ્રી મહાવીર પ્રભુને બીજા છ વર્ષને વિહાર તેના રૂપથી મોહિત થઈને કદિ શેઠ તેની સાથે પરણે તે હું જીવતી મુવા જેવી થઉં.' આ પ્રમાણે સ્ત્રીપણાને છાજતા તુરછ હૃદયને લીધે તે મૂલા ત્યારથી રાત્રિ દિવસ ઉદાસ રહેવા લાગી. એક વખતે શેઠ ગ્રીષ્મ ઋતુના તાપથી પીડિત થઈને દુકાનેથી ઘેર આવ્યા, તે વખતે દૈવયોગે કઈ સેવક તેના પગને ધોનારો હાજર ન હતું, તેથી અતિ વિનીત ચંદના ઉભી થઈ અને શેઠે વારી તે પણ તે પિતૃભક્તિથી શેઠના પગ ધોવા પ્રવતી. તે વખતે તેને સ્નિગ્ધ શ્યામ અને કમળ કેશપાશ અંગની શિથિલતાથી છુટી જઈને જલપંકિત ભૂમિમાં પડ્યો; એટલે “આ પુત્રીનો કેશપાશ ભૂમિના કાદવથી મલિન ન થાઓ” એવું ધારી શેઠે સહજ સ્વભાવે યષ્ટિથી તેને ઉંચે કર્યો અને પછી આદરથી બાંધી લીધો. ગેખ ઉપર રહેલી મૂલાએ તે જોયું, એટલે તેને વિચાર આવ્યું કે “મેં પ્રથમ જે તક કર્યો હતો, તે બરાબર મળતે આવે છે, આ યુવાન સ્ત્રીનો કેશપાશ શેઠે પોતાની મેળે બાંધ્યો, તે તેના પત્ની પણાનું પ્રથમ ચિન્હ સૂચવે છે, કારણ કે પિતાનું કામ એવી રીતે કરવાનું હોતું નથી, માટે હવે એ બાળાનો વ્યાધિની જેમ મૂળમાંથી જ ઉછેદ કરે.” આવો નિશ્ચય કરી એ દુરાશા ડાકણની જેમ તેવા વખતની રાહ જોવા લાગી. શેઠ ક્ષણવાર વિશ્રામ કરીને ફરીથી બહાર ગયા એટલે મૂલાએ એક નાપિતને બોલાવી ચંદનાનું મસ્તક મુંડાવી નાંખ્યું, પછી તેના પગમાં બેડી નાંખી ક્રોધરૂપ રાક્ષસને વશ થયેલી મૂલાએ લતાને હાથિણની જેમ ચંદનાને ઘણું તાડન કર્યું. પછી ઘરના એક દૂરના વિભાગ (ઓરડા) માં ચંદનાને પૂરી કમાડ બંધ કરીને મૂલાએ પોતાના પરિવારને કહ્યું કે, “શ્રેષ્ટિ આ વિષે કાંઈ પૂછે છે કેઈએ કાંઈ પણ કહેવું નહીં, તે છતાં જે કહેશે તે મારા પરૂપ અગ્નિમાં આહુતિરૂપ થશે.” આવી રીતે નિયંત્રણ કરી મૂલા પિતાને પિયર જતી રહી. સાયંકાળે શેઠે આવીને પૂછ્યું કે, “ચંદના ક્યાં છે?' એટલે મૂલાના ભયથી કેઈએ ઉત્તર આપે નહીં. શેઠે વિચાર્યું કે, “મારી વત્સા ચંદના કાંઈ રમતી હશે અથવા ઘરની ઉપર હશે એવી રીતે પાછું રાત્રે પૂછયું, પણ કોઈએ કાંઈ કહ્યું નહીં, એટલે સરલ બુદ્ધિવાળા શેઠે ધાયું કે, “ચંદના સુઈ ગઈ હશે.” એવી રીતે બીજે દિવસે પણ જોઈ નહીં, તેમ જ ત્રીજે દિવસે પણ જોઈ નહીં, એટલે શંકા અને કોપથી આકુળવ્યાકુળ થયેલા શેઠે પરિજનને પૂછ્યું,
અરે સેવકે ! કહો, મારી પુત્રી ચંદના ક્યાં છે? જે તમે જાણતાં છતાં નહીં કહે, તે હું તમારો સર્વને નિગ્રહ કરીશ.” આ સાંભળી કોઈ વૃદ્ધ દાસીએ ચિંતવ્યું કે, “હું ઘણું વર્ષ સુધી જીવી છું, હવે મારું મૃત્યુ પણ નજીક છે, માટે કદિ જે હું ચંદનાનું વૃત્તાંત કહીશ તો મૂલા મને શું કરી શકશે.' આ વિચાર કરીને તેણે મૂલા અને ચંદનાની બધી વાર્તા શેઠને કહી સંભળાવી. પછી તે વૃદ્ધાએ જઈને જ્યાં ચંદનાને પૂરી હતી, તે ઘર શેઠને બતાવ્યું, એટલે ધનાવહ શેઠે પોતાની મેળે તેનું દ્વાર ઉઘાડ્યું. ત્યાં ચેરે ખેંચેલી લતાની
૧ સેવક વિગરને.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org