________________
સગ ૪ ] શ્રી મહાવીર પ્રભુનો બીજા છ વર્ષને વિહાર
[ ૫૭ જાણે રત્નમય પ્રતિમા બેસાડી હોય તેમ પ્રભુ પ્રતિમા ધરીને રહ્યા. પ્રકૃતિથી નિર્લજજ અને ઘણા વખતથી કરેલી સંલીનતાથી આતુર થયેલ ગોશાળો વાસુદેવની પ્રતિમાના મુખ પાસે પુરૂષ ચિન્હ ધરીને ઉભે રહ્યો. તેવામાં તેને પૂજારી આવ્યું, તે ગાશાળાને એવી રીતે રહેલે જોઈને વિચારવા લાગ્યો કે, “આ કેઈ પિશાચગ્રસ્ત અથવા ગાંડો માણસ જણાય છે.” એવું વિચારતો તે અંદર પેઠે અને તેને બરાબર જે; એટલે તેને નગ્ન જોઈને તેણે ધાર્યું કે, આ કેઈ નગ્ન જૈન સાધુ જણાય છે. વળી વિચાર્યું કે, “જે હું અને મારીશ તો લેકે કહેશે કે, આ દુષ્ટ નિર્દોષ એવા સાધુને વિનાકારણ માર્યા છે, માટે આનું ગામને જે યોગ્ય લાગે તે કરે; તેથી હું આ વાત ગામના લોકોને જઈને કહે,” એમ વિચારીને તે ગામના લોકોને તેને બતાવવા તેડી લાવ્યું. તત્કાળ ગામના બાળકેએ તેને લપડાકેથી અને મુષ્ટિઓથી કુટવા માંડ્યો. પછી એ ગાંડે છે, માટે એને મારવાથી સયું' એમ કહીને વૃદ્ધ લોકેએ તેને છોડાવ્યું.
કર્મરૂપી શત્રુને મદન કરનારા પ્રભુ ત્યાંથી વિહાર કરીને મર્દન નામના ગામ પાસે આવ્યા. ત્યાં બળદેવના મંદિરમાં પ્રભુ પ્રતિમા ધરીને રહ્યા. ત્યાં પણ પૂર્વની જેમ બળદેવના મુખમાં પુરૂષચિન્હ રાખીને ગેપાળે ઉભો રહ્યો. તેથી પૂર્વની જેમ ગામના લોકોએ કુટહ્યો અને પૂર્વની જેમ વૃદ્ધોએ છોડાવ્યા. ત્યાંથી વિહાર કરીને તપસ્વી પ્રભુ બહુશાળ નામના ગામે ગયા. ત્યાં શાળવન નામના ઉદ્યાનમાં પ્રતિમા ધરીને રહ્યા. ત્યાં શાલાર્યા નામે એક વ્યંતરી હતી, તેણે કાંઈ પણ કારણ વગર ક્રોધ પામીને પ્રભુની ઉપર કમને ઘાત કરનારા કેટલાક ઉપસર્ગો કર્યા. ઉપસર્ગ કરતાં કરતાં જ્યારે તે શ્રાંત થઈ ત્યારે તેણે પ્રભુની પૂજા કરી. પછી ત્યાંથી વિહાર કરીને વીરપ્રભુ હાલ નામના ગામે આવ્યા. ત્યાં જીતશત્રુ નામે રાજા હતાતે રાજાને કેઈ રાજા સાથે વિરોધ ચાલતો હતો; તેથી રાજપુરૂષોએ માર્ગમાં પ્રભુને ગોશાળા સહિત આવતા જોયા. એટલે “તમે કેણ છે?” એમ તેઓએ પૂછયું, પણ મૌનધારી પ્રભુ કાંઈ બોલ્યા નહીં. તેથી આ કોઈ શત્રુના હેરૂ છે. એવું ધારી તેમને પકડીને છતશત્રુ રાજાને સેંગ્યા. ત્યાં અસ્થિક ગામથી ઉ૫લ નિમિત્તીઓ આવેલ હતો. તેણે પ્રભુને ઓળખ્યા, એટલે વંદના કરી અને જીતશત્રુ રાજાને બધી વાર્તા કહી. પછી રાજાએ પણ ભક્તિથી પ્રભુને વંદના કરી.
ત્યાંથી વિહાર કરીને પ્રભુ પુરિમતાલ નગરે પધાર્યા. ત્યાં પૂર્વે એવું બનેલું હતું કે ત્યાં વાગુર નામે એક ધનાઢય શેઠ રહેતો હતો. તેને ભદ્રા નામે પ્રિયા હતી. તે વંધ્યા હતી, તેથી સંતાનને માટે દેવતાઓની બાધાઓ કરી કરીને થાકી ગઈ હતી. એક વખતે તે બંને શકટમુખ નામના ઉદ્યાનમાં ગયા. ત્યાં તેઓએ દેવની જેમ પુષ્પ ચુંટવા વિગેરેથી ચિરકાળ ક્રીડા કરી. કીડા કરતાં કરતાં તેઓ એક મોટા જીણુ મંદિર પાસે આવ્યા. કૌતુકથી
D - 8
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org