________________
પર ]
શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર | [ પર્વ ૧૦ મું તાપસીનું રૂપ વિકુવ્યું. પછી માથે જટા ધારણ કરી, વલકલના વસ્ત્ર પહેરી, હિમ જેવા શીતળ જળમાં શરીરને બાળીને પ્રભુની ઉપર ઉંચે ઉભી રહી. પછી પવન વિસ્તારીને સીસળીઆની જેમ શરીર પરથી જળના અતિ દુસહ શીતળ બિંદુઓ પ્રભુની ઉપર ઉંચે પડવા લાગ્યા. જટાના અગ્ર ભાગથી અને વલકલમાંથી પડતા જળબિંદુઓએ પ્રભુને પલાળી દીધા. જે બીજો કોઈ પુરૂષ તે ઠેકાણે હેત તો શીતથી ઠરીને ફાટી જાત, અર્થાત્ પ્રાણ જતા રહેત. આ પ્રમાણે આખી રારિ શીતાપસર્ગને સહન કરતાં પ્રભુનું અત્યંત કર્મોને ખપાવે તેવું ધર્મધ્યાન વિશેષ દીપી નીકળ્યું, અને અનુત્તર વિમાનમાં રહેલા દેવો હોય તેવું સર્વ લોકને અવલોકન કરાવનારૂં વિશેષ પ્રકારનું અવધિજ્ઞાન ઉત્પન્ન થયું. શ્રી વીરપ્રભુને દેવભવમાં પણ જ્યારે જ્યારે સહજ અવધિજ્ઞાન પ્રાપ્ત થતું ત્યારે તેઓ એકાદશાંગી સૂત્રાર્થના ધારણ કરનારા થતા હતા. અહીં રાત્રિ વ્યતીત થઈ એટલે કટપૂતના શાંત થઈ ગઈ. પછી તે ઘણે પશ્ચાત્તાપ કરીને ભક્તિપૂર્વક પ્રભુની પૂજા કરી પોતાને સ્થાનકે ગઈ.
ત્યાંથી વિહાર કરીને પ્રભુ ભદ્રિકાપુરીએ આવ્યા. ત્યાં દીક્ષા લીધા પછીનું છઠું ચોમાસું કરવાને માટે પ્રભુ તપને આચરતા સ્થિતિ કરીને રહ્યા. ત્યાં છ માસે ગોશાળો આવીને મ. પૂર્વની જેમ પ્રભુની સેવા કરતો તે સાથે રહ્યો. પ્રભુએ વિવિધ અભિગ્રહપૂર્વક ત્યાં ચાર માસક્ષપણ કર્યા. પછી વર્ષાકાળ નિર્ગમન કરી નગરીની બહાર પારણું કર્યું.
इल्याचार्य श्री हेमचंद्र विरचिते त्रिषष्टि शलाका पुरुष चरिते महाकाव्ये दशमपर्वणि श्री महावीर प्रथम षड वर्ष विहार
वर्णनो नाम तृतीय सर्गः ॥
શ્રી મહાવીર સ્વામીને બીજા છ વર્ષને છદ્મસ્થ વિહાર.
શાળે સેવેલા શ્રી વીરભગવંતે ત્યાર પછી આઠ માસ સુધી ઉપસર્ગ વગર મગધદેશની ભૂમિમાં વિહાર કર્યો. પછી આલંભિકા નામની નગરીએ ગયા. ત્યાં ચાર માસક્ષપણુ કરીને ચોમાસું ઉલ્લંઘન કર્યું. ચોમાસું પૂર્ણ થયા પછી તે નગરીની બહાર પારણું કરીને પ્રભુ ગોશાળા સહિત કુડક નામના ગામે ગયા. ત્યાં વાસુદેવના મંદિરના એક ખુણામાં
૧ લોકાવધિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org