SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [પ ૧૦ મું સિદ્ધાર્થ દેવ કે જેનું મન આટલીવાર પિતાના કાર્યમાં વ્યગ્ર હતું. તેને હવે પ્રભુ પાસે રહેવાની ઈંદ્રની આજ્ઞા સાંભરી. તત્કાળ ત્યાં આવી મોટા આટોપથી બેલ્યો કે, “અરે દેવાધમ શૂલપાણિ! નહીં પ્રાર્થના કરવા ગ્ય જે મૃત્યુ તેની પ્રાર્થના કરનારની જેમ તે આ શું કર્યું! હે દુર્મતિ ! આ સિદ્ધાર્થ રાજાના પુત્ર તીર્થકર ભગવંત વીરપ્રભુ છે કે જે ત્રણ લેકને પણ પૂજવા યોગ્ય છે, તેને શું તું નથી જાણતો? જો આ તારું ચરિત્ર પ્રભુનો ભક્ત શકઈ જાણશે તો તું તેના વજની ધારાનો ભંગ થઈ પડીશ. સિદ્ધાર્થના આવાં વચન સાંભળીને શૂલપાણિ ભય અને પશ્ચાત્તાપથી આકુળવ્યાકુળ થઈ ગયે. તેથી તેણે પ્રભુને ફરીવાર ખમાવ્યા. કેમકે તે વખતે બીજે કાંઈ ઉપાય નહતું. તેને પ્રશાંત થયેલ જાણીને દયાળુ સિદ્ધાર્થે કહ્યું કે “અરે! તું હજુ તત્ત્વને જાણતો નથી, માટે જે યથાર્થ તત્વ છે તે સાંભળ-વીતરાગમાં દેવબુદ્ધિ, સાધુઓમાં ગુરૂબુદ્ધિ અને જિનેશ્વર ભગવંતે કહેલા ધર્મમાં ધર્મબુદ્ધિએ પ્રમાણે આત્મા સામે નિર્ણય કર. હવેથી પિતાના આત્માની જેમ કોઈ પણ પ્રાણીને પીડા કરીશ નહીં. પૂર્વે કરેલાં સર્વ દુષ્કૃત્યની નિંદા કર. પ્રાણ એકવાર પણ આચરેલા તીવ્ર કર્મનું ફળ કેટાનકોટી ગણું પામે છે.” આ પ્રમાણે તત્વ સાંભળી શૂલપાણિ યક્ષ પ્રથમ કરેલા અનેક પ્રાણીઓના ઘાતને સાંભળીને વારંવાર પિતાના આત્માને નિંદવા લાગે અને ઘણે પશ્ચાત્તાપ કરવા લાગ્યા. પછી સમકિતને ધારણ કરી સંસારથી ઉદ્વેગ પામેલા તે યક્ષે પ્રભુના ચરણની પૂજા કરી અને પિતાના અપરાધરૂપ મળને છેવામાં જલ જેવું સંગીત પ્રભુની આગળ કરવા લાગ્યા. તે સંગીનના શબ્દને સાંભળીને ગામના લકે ચિંતવવા લાગ્યા કે, “તે મુનિને મારીને હવે યક્ષ ક્રીડા કરતે હશે.' પ્રભુને કાંઈક ઉણા ચાર પહોર સુધી શૂળપાણિએ કદર્શિત કર્યા હતા, તેથી શ્રમ લાગતાં પ્રભુને જરા નિદ્રા આવી. તેમાં તેમણે આ પ્રમાણે દશ સ્વપ્ન જોયા-પ્રથમ વને વૃદ્ધિ પામતા તાળપિશાચને પિતે હો એમ દીઠું. બીજે સ્વને વેત કેકિલ અને ત્રીજે સ્વને વિચિત્ર કોકિલ પિતાની સેવા કરતા જોવામાં આવ્યા. ચોથે સ્વપ્ન બે સુગંધી માળા દીઠી. પાંચમે સ્વને પિતાની સેવા કરવામાં ઉધત થયેલ ગેવગે છે. છઠું સ્વપ્ન પદુમથી ભરપૂર પ સરવર દીઠું. સાતમે સ્વને પિતે બે ભુજાથી સાગર તરી ગયા. આઠમે સ્વપને કીરણેને પ્રસારતું સૂર્યબિંબ જોયું. નવમે સ્વને પોતાના આંતરડાથી વીંટાએલે માનુષોત્તર ગિરિ છે અને દશમે સ્વને પિતાને એરૂગિરિના શિખર ઉપર આરૂઢ થયેલા જોયા, આ પ્રમાણે દશ સ્વપ્ન જોઈ પ્રભુ જાગ્રત થયા. તેવામાં જાણે તેમને વંદન કરવાને ઈચ્છતે હોય તેમ સૂર્ય ઉદય પામ્યું. તે વખતે ગામના સર્વ લેકે, ઇદ્રશર્મા પૂજારી અને ઉ૫લ નિમિત્તિઓ ત્યાં આવ્યા. પ્રભુને અક્ષત અંગવાળા અને પૂજેલા જોઈ સર્વ હર્ષ પામ્યા. પછી આશ્ચર્યથી પુરપાદિકવડે પ્રભુને પૂછ રણમાં જીત પામેલા વીરાની જેમ તેઓએ માટે સિંહનાદ કર્યો. પછી તેઓ પરસ્પર કહેવા લાગ્યા કે, “આપણે ભાગ્યયોગે જ આ દેવાય પ્રભુને દુષ્ટ વ્યંતરના ઉપદ્રવમાંથી કુશળ રહેલા દીઠા છે.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001013
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 4
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy