________________
સર્ગ ૩ ] શ્રી મહાવીર પ્રભુનો પ્રથમના છ વર્ષને વિહાર
[૩૭ ઉ૫લ નિમિતિએ પ્રભુને ઓળખીને વંદના કરી અને લઘુશિષ્યની જેમ તે પ્રભુના ચરણકમળ પાસે બેઠે. ભગવંતે કાત્સગ પાય પછી ઉત્પલ પ્રભુને ફરીને નમ્યો અને પિતાના જ્ઞાનના સામર્થ્યથી પ્રભુને આવેલા દશ સ્વપ્નને જાણીને તે બોલ્યા કે, “હે સ્વામી! તમોએ રાત્રિને અંતે જે દશ સ્વપ્ન જોયા છે તેનું ફળ તમે પિતે તે જાણે છે, તથાપિ હું ભક્તિવશ થઈને કહું છું–હે નાથ! પ્રથમ સ્વને તમે જે તાલપિશાચને હશે, તેથી તમે મોહને હણી નાખશે, બીજે સ્વને જે શુકલ કોકિલ જોયો. તેથી તમે શુકલ ધ્યાનપર આરૂઢ થશો, ત્રીજે સવને જે વિચિત્ર કોકિલ છે, તેથી તમે દ્વાદશાંગીને વિસ્તારો, પાંચમે સ્વને જે ગવગ જે તેથી તમારે ચતુર્વિધ સંઘ થશે, છઠું સ્વપ્ન જે પદ્ધસરોવર જોયું તેથી દેનો સમૂહ તમારા સેવકભૂત થશે, સાતમે સ્વને જે સમુદ્ર તરી ગયા તેથી આ ભવસમુદ્રને તરી જશે, આઠમે સ્વને જે સૂર્ય જે તેથી તમને કેવલજ્ઞાન ઉત્પન્ન થશે, નવમે સ્વપને જે આંતરાડાથી વીંટાએલ માનસર પર્વત જે તેથી તમારે પ્રતાપ યુક્ત યશ વિસ્તૃત થશે અને દશસે સ્વપને જે તમે મેરગિરિના શિખર ઉપર ચડયા તેથી તમે સિંહાસન પર બેસીને ધર્મનો ઉપદેશ કરશે. આ પ્રમાણે નવ સર્વનનું ફળ હું જાણું છું, પણ ચોથા સ્વપ્નમાં તમે જે બે માળાએ જઈ તેનું ફળ હું જાણતો નથી. તે સમયે ભગવંત બોલ્યા-એ બે માળાનું ફળ એવું છે કે, હું ગૃહસ્થાનો અને યતિનો-એમ બે પ્રકારે ધર્મ કહીશ.” પછી ઉ૫લ પ્રભુને નમીને પિતાને સ્થાનકે ગયે અને બીજાઓ પણ મનમાં વિસ્મય પામી તિપિતાને સ્થાનકે ગયા.
ત્યાં આઠ અધ માસક્ષપણ કરવાવડે ચાતુર્માસ્ય નિમન કરીને પ્રભુએ તે અસ્થિક ગામથી અન્યત્ર વિહાર કર્યો. તે વખતે શૂલપાણિ યક્ષ પ્રભુની પછવાડે આવી નમસ્કાર કરીને કહેવા લાગ્યો કે-“હે નાથ ! તમે પોતાના સુખની અપેક્ષા કર્યા વિના માત્ર મારી ઉપર અનુકંપા કરવાને માટે જ અહિં આવ્યા હતા, પરંતુ મારા જે કોઈ પાપી નહી કે, જેણે તમારે વિષે આ અપકાર કર્યો અને તમારા જેવો કોઈ સ્વામી નહીં, કે જે તેમ છતાં પણ મારે વિષે ઉપકારી થયા. હે વિશ્વના ઉપકારી ! જે તમે અહીં આવીને મને બોધ ન કર્યો હોત તો આજે મેં જરૂર નરકભૂમિ મેળવી હોત.” આ પ્રમાણે કહીને તે પણ ભક્તિપૂર્વક ભગવંતને પ્રણામ કરી મદ રહિત હસ્તિની જેમ શાંત થઈ પાછો વળે.
દીક્ષાના દિવસથી એક વર્ષ વીત્યા પછી પાછા પેલા મારાક ગામમાં આવીને પ્રભુ બહારના ઉદ્યાનમાં પ્રતિમા ધરીને રહ્યા. તે સમયે તે ગ્રામમાં અચ્છેદક નામે એક પાખંડ રહેતે હતે. તે મંત્ર તંત્ર વિગેરેથી પિતાની આજીવિકા ચલાવતું હતું. તેના માહાભ્યને સિદ્ધાર્થ વ્યંતર સહન કરી શક્યો નહીં, તેથી અને વીર પ્રભુની પૂજાની અભિલાષાથી તે સિદ્ધાર્થ પ્રભુના શરીરમાં પ્રવેશ કર્યો. પછી કોઈ ગેપાલ જ હતો તેને બેલાવીને કહ્યું
D - 5
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org