________________
૩૦] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર
[પ ૧૦ નું શરીર પણ દીઠું, તેથી તેને આ ગામના લોકો ઉપર ઘણે ક્રોધ ચડ્યો. એટલે જાણે મહામારીનો અધિકારી દેવ હોય તેમ તેણે આ ગામમાં મહામારીને રેગ વિકુ. તેથી મૃત્યુ પામતા ગ્રામ્યલકો વડે અહિંઆ અસ્થિના ઢગલા થઈ ગયા. ગામના આતુર લેકે વારંવાર જ્યોતિષી વિગેરેને મરકીની શાંતિના ઉપાય પૂછવા લાગ્યા અને વૈદ્યની આજ્ઞા જેમ રોગી ઉઠાવે તેમ તેમની આજ્ઞા ઉઠાવીને મહામારીની શાંતિ માટે અનેક ઉપાય કરવા લાગ્યા. તેઓએ વારંવાર ગૃહદેવીઓની પણ સ્નાત્ર પૂજા કરી, તથાપિ જરા પણ મહામારીની શાંતિ થઈ નહીં. એટલે આ ગામના લોકે આ ગામ તજીને બીજા ગામમાં ચાલ્યા ગયા, પણ યમરાજના યુવરાજ જે તે ધી વ્યંતર તેમને ત્યાં પણ મારવા લાગ્યો. પછી સર્વ ગ્રામલકે એ વિચાર્યું કે, “આપણે કોઈ દેવ, દૈત્ય, યક્ષ કે ક્ષેત્રપાળને કોપા છે, માટે પાછા તે જ ગામમાં જઈએ અને તેને પ્રસન્ન કરવાના ઉપાય લઈએ.” આ પ્રમાણે વિચારી તેઓ એકઠા થઈને અહીં પાછા આવ્યા. પછી તેઓ સ્નાન કરી, વેત વસ્ત્ર પહેરી, ઉત્તરાસંગ ધરી છુટા કેશ મૂકી, ચત્વર ત્રિક વિગેરેમાં, ઉદ્યાનની ભૂમિમાં તથા ભૂતગૃહમાં તેમ જ બીજે સર્વ સ્થાનકે બળિ ઉડાડતા દીન વદને મુખ ઉંચા રાખી અંજલિ જોડીને આ પ્રમાણે કહેવા લાગ્યા કે-“હે દેવતાઓ, અસુરો, યક્ષો, રાક્ષસો અને કિન્નરો! અમે એ પ્રમાદથી જે કાંઈ તમારો અપરાધ કર્યો હોય તે સર્વથા ક્ષમા કરજે. મહાન પુરૂષને કેપ કદિ મોટો હોય તે પણ તે પ્રણામ સુધીજ રહે છે, માટે જે કઈ અમારાથી વિરાધિત થયેલ હોય તે પ્રસન્ન થાઓ.” આવી ગામના લોકોની દીનવાણી સાંભળી તે વ્યંતર આકાશમાં રહીને બે કે-“અરે! લુબ્ધકની જેવા દુરાશયવાળા લોકે! તમે હવે મને ખમાવવા આવે છે, પણ તે વખતે પેલા ક્ષુધા તૃષાથી પીડિત એવા વૃષભને માટે વણિકે જે ઘાસચારાનું ધન આપ્યું હતું તે વડે પણ તમે તેને ઘાસ કે પાણી કાંઈ આપ્યું નહોતું તે વૃષભ મૃત્યુ પામીને હું આ શૂલપાણિ નામે યક્ષ થયો છું. તે વૈરથી હું તમને મારી નાખવાનો છું. માટે તે વાત સંભાર !” આવાં વચન સાંભળી તેઓ પુનઃ ધૂપાદિક કરી પૃથ્વી પર આલેટી દીન થઈને આ પ્રમાણે કહેવા લાગ્યા-“હે દેવી! અમે તમારો અપરાધ કર્યો છે, તથાપિ હવે ક્ષમા કરે. બીજા કોઈના પણ શરણુ વગરના અમે તમારે શરણે આવ્યા છીએ.” તેમના આવાં વચન સાંભળી તે વ્યંતર જરા શાંત થઈને બોલ્યો કે
આ જે મનુષ્યના અસ્થિઓ પડયા છે તેને સંચય કરે અને તેની ઉપર એક ઉંચું મારૂં દેવાલય કરાવો, તેમાં વૃષભરૂપે મારી મૂર્તિ કરીને સ્થાપ. આ પ્રમાણે કરવાથી હું તમને જીવિત આપીશ, અન્યથા નહીં આપું.” પછી સર્વ ગ્રામલોકોએ એકઠા થઈને તે યક્ષના વચન પ્રમાણે સર્વ કર્યું. ઈશિર્મા નામના એક બ્રાહ્મણને મોટે પગાર ઠરાવીને તે શૂલપાણિને પૂજારી નીમ્યો. અહીં અસ્થિ સંચય છે તેથી આ ગામનું નામ જે કે વાદ્ધમાન છે ( ૧ આ વર્ધમાન ગામ હાલ કાઠીઆવાડમાં આવેલા વઢવાણને કહે છે, ત્યાં શલપાણિ યક્ષનું દેવું અને તેની પ્રતિમા પણ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org