________________
૨૩૮] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર
[પર્વ ૧૦ મું શ્રેણિકના પુત્રની આવી સ્થિતિ ચિંતવવા ગ્ય છે.” કણિકે પૂછયું, “ભગવન્! હું ચક્રવર્તી કેમ નહીં? મારે પણ ચક્રવર્તીના જેવી ચતુરંગ સેના છે.” પ્રભુ બેલ્યા–“તારી પાસે ચક્રાદિ ર નથી. એક પણ રન ઓછું હોય ત્યાં સુધી ચક્રવતી એવું નામ પડવું દુર્ઘટ છે.”
પ્રભુની પાસેથી ઉપર પ્રમાણે સાંભળી અહંકારના પર્વતરૂપ ચંપાપતિ ત્યાંથી ઉભે થે. અને પોતાની નગરીમાં આવીને તત્કાળ લેઢાના એકેદ્રિય સાત મહારત્નો કરાવ્યા. તેમજ વૃથા મને રથવડે કદર્શિત થયેલા તેણે પદ્માવતીને સ્ત્રીરત્ન માની હસ્તી વિગેરે બીજા છ પંચેન્દ્રિય રત્નો પણ ક૯પી લીધા. પછી આખા ભરતક્ષેત્રને સાધવાને માટે મેટા પરાક્રમવાળે કૂણિક ઘણું દેશ સાધતે સાધતો વૈતાઢયગિરિની તમિસ્રા ગુહા પાસે સિન્ય સહિત આ. દુર્દેવથી દૂષિત થયેલા અને પિતાના આત્માને નહીં જાણનારા તેણે ગુહાદ્વારના કપાટ ઉપર દંડવડે ત્રણવાર તાડન કર્યું, એટલે તે ગુહાદ્વારને રક્ષક કૃતમાળદેવ બે કે આ મરવાને કેણ તૈયાર થયેલ છે કે જે પિતાના આત્માને નહીં ઓળખતે છતે ગુહાદ્વારને દંડથી તાડન કરે છે?' કૃણિક બે-“અરે! હું વિજ્યની ઈચ્છાએ આવ્યો છું. મને શું તું નથી ઓળખતે? હું અશકચંદ્ર નામે ચક્રવર્તી ઉત્પન્ન થયે છું” કૃતમાળદેવ બોલ્યોચક્રવતી તે બાર થઈ ગયા છે, તે હવે અપ્રાર્થિત (મૃત્યુ) ની પ્રાર્થના કરનાર તું કેણ છું? તારી બુદ્ધિને સ્વસ્તિ છે. કૃણિક બે -“ઘણું પુણ્ય કરવાથી હું તેરમે ચક્રવર્તી ઉત્પન્ન થયે છું. પુણ્યથી શું દુર્લભ છે? અરે કૃતમાળદેવ! તું મારું પરાક્રમ જાણતું નથી, નહીં તે આ ગુહાના દ્વાર ઉઘાડ્યા વિના રહેજ નહિ.” આ પ્રમાણે દૈવદેષથી ગ્રહણ થયેલાની જેમ અસંબદ્ધ ભાષણ કરનાર તે કૂણિકને કૃતમાળ દેવે રોષથી તત્કાળ બાળીને ભસ્મ કરી દીધે. એવી રીતે અશકચંદ્ર (કૃણિક) રાજા મૃત્યુ પામીને છઠ્ઠી નરકે ગયે. “અરિહતેનું વચન કદિ પણ અન્યથા થતું નથી.”
કૂણિરાજા મૃત્યુ પામે, એટલે તેના પ્રધાન પુરૂએ તેના પુત્ર ઉદાયનને રાજય ઉપર બેસા. ઉદાયીરાજાએ પ્રજાનું ન્યાયમાર્ગે પ્રતિપાલન કર્યું અને પૃથ્વી પર અખંડપણે જૈનશાસન પ્રવર્તાવ્યું. પિતાના સ્થાનેજ રહેલા એવા તે પ્રતાપી રાજાના પ્રતાપરૂપ સૂર્યને નહીં સહન કરી શકનારા શત્રુઓ ઘુવડ પક્ષીની જેમ ગિરિગુહામાં પશી ગયા. તેને સવચક્ર કે પરચકનું ભય કદિ પણ ઉત્પન્ન થયું નહીં, પણ તે હમેશા શ્રાવકવ્રતના ખંડનથી ભય પામતે રહ્યો. ચાર પર્વમાં ચતુર્થાદિ તપવડે શુદ્ધિને વહન કરીને તે પૌષધગૃહમાં સામાયિક લઈ સ્વસ્થપણે રહેતે. “અરિહંત દેવ અને સાધુ ગુરૂ” એટલા શબ્દનું ધ્યાન મંત્રાક્ષરની જેમ રાત્રીદિવસ તેના હૃદયમાંથી કદી પણ ખસતું નહીં. તે ઉદયવાન ઉદાયીરાજા દયાળુ છતાં અખંડિત આજ્ઞાએ સર્વદા ત્રિખંડ પૃથ્વી પર રાજ્ય કરતું હતું, અને એ સદ્દબુદ્ધિ વીર શ્રીવીરપ્રભુની અમૃત જેવી ધર્મદેશનાનું વારંવાર આચમન કરીને પિતાના આત્માને પવિત્ર કરતે હતો. ૧ અષ્ટમી, ચતુદશી, પૂર્ણિમા અને અમાવાસ્યા. ૨ ઉપવાસ વિગેરે.
Jain Education International
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org