________________
સગ ૧૩ મ ] ભગવંતની સ્તુતિ
[૨૩૯ કેવળજ્ઞાનની ઉત્પત્તિથી માંડીને વિહાર કરતાં ચરમ તીર્થકર શ્રી વીરપ્રભુને ચૌદ હજાર મુનિએ, છત્રીસ હજાર શાંત હૃદયવાળી સાધ્વીઓ, ત્રણ ચૌદપૂર્વધારી શ્રમણે, તેરસે અવધિજ્ઞાની, સાતસો વૈક્રિય લબ્ધિવાળા, તેટલાજ કેવળી અને તેટલાજ અનુત્તર વિમાને જનારા, પાંચસે મન ૫ર્યવજ્ઞાની, ચૌદસ વાદી, એક લાખ ને ઓગણસાઠ હજાર શ્રાવકે, અને વણલાખ ને અઢાર હજાર શ્રાવિકાઓ એટલે પરિવાર થશે.
ગૌતમ અને સુધર્મા ગણધર સિવાય બીજા નવ ગણધર મોક્ષે ગયા પછી સુર અસુર અને નરેશ્વરએ જેમના ચરણકમળ સેવેલા છે એવા શ્રી વીર ભગવંત પ્રાંતે અપાપાનગરીએ પધાર્યા.
इत्याचार्य श्री हेमचंद्रसूरिविरत्तिते श्री त्रिषष्टिशलाकापुरुषचरिते महाकाव्ये
दशमपर्वणि देवताकृतरेणुवृष्टि-प्रद्योतस्थापितजीवितस्वामिप्रतिमासहितवित्तभयपुरस्थगमन-अमय प्रव्रज्याकृणिक चरित्र-चेटक चरित्र-उदायिराज्य
श्री महावीरपरिवार वर्णनो नाम વિવાદ સર્જઃ |૧૨ ||.
88888888ટ્ટ 0 45, 's , છે
સ
/ સગ ૧૩ 5000006666666666666
૧૩ મે.
જa.
ભગવંતની છેલ્લી દેશના, પાંચમા છઠ્ઠા આરાના ભાવ, ઉત્સર્પિણની સ્થિતિ, ભગવંતનું નિર્વાણ વિગેરે.
અપાપાનગરીમાં દેવતાઓએ ત્રણ વખેથી વિભૂષિત એવું રમણિક સમવસરણ પ્રભુને દેશના દેવા માટે રચ્યું. સુર અસુરેએ સેવેલા પ્રભુ પિતાના આયુષ્યને અંત જાણી તેમાં છેલ્લી દેશના આપવાને બેઠા. પ્રભુને સમવસર્યા જાણી અપાપાપુરીને રાજા હસ્તિપાળ ત્યાં આવ્યું, અને પ્રભુને નમી દેશના સાંભળવા માટે બેઠે. દેવતાઓ પણ સાંભળવાની ઈચ્છાએ ત્યાં આવ્યા. તે સમયે ઇઢે આવી નમસ્કાર કરીને આ પ્રમાણે પ્રભુની સ્તુતિ કરી,
“હે પ્રભુ! ધર્માધર્મ એટલે પુય પાપ વિના શરીરની પ્રાપ્તિ હોતી નથી, શરીર વિના મુખ્ય હેતું નથી, અને મુખવિન વાચક હેતું નથી, તેથી અન્ય ઈશ્વરાદિક દેવ બીજાને શિક્ષા આપનારા શી રીતે થઈ શકશે? વળી દેહ વિનાના ઈશ્વરની આ જગત્ રચવામાં પ્રવૃત્તિ જ ઘટતી નથી. તેમજ સ્વતંત્રપણાથી કે બીજાની આજ્ઞાથી તેમને જગત રચવાની પ્રવૃત્તિમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org