________________
{
પ્રસ્તાવના
:
આ ગ્રંથ જૈન વર્ગમાં ઘણો પ્રખ્યાતિ પામે છે. ધર્મ કથાનુગમાં આ ગ્રંથ પહેલી પંક્તિમાં ગણાય છે. આ ચરિત્રના કર્તા શ્રીમાન હેમચંદ્રાચાર્ય એવા અદ્વિતીય પંડિત થઈ ગયા છે કે જેની પાંડિત્યતાને માટે યુરોપિયન વિદ્વાને પણ એક મતે પ્રશંસા કરે છે. આ ગ્રંથ મૂળ સંસ્કૃત પદ્યબંધ છે. સુમારે ૩૪૦૦૦ શ્લોક પ્રમાણ છે. તે મૂળ ગ્રંથ પણ અમારી તરફથીજ છપાય છે. તે પણ છઠ્ઠા પર્વ સુધી છપાઈને હાલમાં જ બહાર પાડવામાં આવેલ છે. તે છપાવવાના ખર્ચને માટે મુર્શિદાબાદ નિવાસી બાબુ સાહેબ રાય બુદ્ધિસિંહજી
દર તથા મુંબઈનિવાસી શેઠ વીરચંદભાઈ દીપચંદ સી. આઇ. ઈ. એ પુરતી મદદ આપેલી છે. ભાષાંતર સભા તરફથીજ છપાવવામાં આવે છે. પ્રથમ આખા ગ્રંથનું ભાષાંતર જુદા જુદા સાત વિભાગમાં પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું; તેમાંથી પ્રથમના પાંચ વિભાગનો નાશ થવાથી તે ભાગો પૈકી બબે ભેગા કરીને છપાવવાનું શરૂ કર્યું છે. તેમાં પહેલા બે વિભાગનો એક ભાગ કરીને બે વર્ષ અગાઉ બહાર પાડેલ છે: ત્યારપછીના બે વિભાગે ભેગા કરીને આ ભાગ બહાર પાડવામાં આવ્યા છે. હવે એક વિભાગ સાતમા પર્વનોજ બહાર પાડવો રહ્યો છે જેની અંદર મોટે ભાગે જૈન રામાયણ આવેલું છે તે છપાવવાનું કામ શરૂ છે. ત્યાર પછીના બે વિભાગ જેની અંદર પર્વ ૮ મું, ૯ મું અને પર્વ ૧૦ મું આવેલ છે તે તો પહેલી આવૃત્તિના છપાવેલા તૈયાર છે. જેથી સાતમું પર્વ છપાયા પછી આ ચરિત્રની યુળિકા તરિકે આજ ગ્રંથકર્તાએ પરિશિષ્ટ પર્વ નામે ગ્રંથ સુમારે ૪૦૦૦ લોક પ્રમાણુ બનાવેલ છે અને જેની અંદર શ્રી જંબૂસ્વામી વિગેરે પૂર્વાચાર્યોનાં ચરિત્રો છે તેનું ભાષાંતર છપાવવાનું મુકરર કરેલું છે.
અમારી તરફથી પ્રગટ થતાં ભાષાંતર માત્ર શાસ્ત્રીના ભરોસા ઉપર છપાવવામાં આવતા નથી. પરંતુ તેનો મૂળ ગ્રંથ સાથે અક્ષરશ: મુકાબલો સંસ્કૃત ભાષાના તેમજ જૈન શૈલીના અનુભવી ગૃહસ્થ જેઓ અમારા સભાસદ જ છે તેમની પાસે કરાવવામાં આવે છે. તે સાથે શંકાસ્થળેનો ગુરૂ મહારાજને પુછીને નિર્ણય કરવામાં આવે છે. છતાં છવાસ્થપણાના યોગથી તેમજ મતિદોષ યા દષ્ટિ દોષને લીધે ભૂલ રહી જવી એ સંભવિત છે. માટે તેવી કોઈપણ ભૂલ દૃષ્ટિએ પડતાં તે અમને લખી જણાવવા કૃપા કરવી જેથી હવે પછીની આવૃત્તિમાં તેને સુધારે થઈ શકે.
આ ગ્રંથની પ્રસ્તાવના પહેલા ભાગની બીજી આવૃત્તિમાં કેટલાક વિસ્તાર સાથે છપાવવામાં આવી છે તેથી અહીં બહુ વિસ્તારથી લખવાની આવશ્યકતા જણાતી નથી. તેમજ ગ્રંથકર્તાનું ચરિત્ર આ ગ્રંથના છેલ્લા (દશમ) પર્વની બીજી આવૃત્તિ કરવાનો સમય આવ્યાથી તેમાં તેમજ ખાસ જહું પણ છપાવવાનું છે તેથી તે સંબંધી પણ અહીં લખવામાં આવતું નથી.
સઠ મહા પુરૂષો પૈકી ૪૫ મહા પુરૂષનાં ચરિત્રો તે આ ભાગમાં જ આવેલાં હેવાથી તેને મોટો ભાગ આ બુકની અંદરજ આવેલે ગણી શકાય તેમ છે. આ ચરિત્રો જે કે બધાં સાવંત વાંચવા લાયક છે પરંતુ ખાસ કરીને તેની અંદર દરેક પ્રભુની દેશનાઓ કે જે આ ભાગમાં મોટી સંખ્યામાં છે તે તેમજ ૧૮ તીર્થકરોના ચરિત્રમાં દરેકમાં બેવાર ઈન્દ્રકૃત સ્તુતિ હોવાથી ૩૬ ઇદ્ર સ્તુતિ ખાસ વાંચવા લાયક છે. જેમ દેશનામાં
દા જુદા વિષયો સમાવેલા છે તે જ પ્રમાણે ઇદ્ધકૃત સ્તુતિઓમાં પણ જુદા જુદા વિષયે સમાવીને બહુ ચમત્કારિક ભાવ પ્રદર્શિત કર્યો છે. તે દરેકનું વર્ણન કરતાં આ પ્રસ્તાવનાજ બહુ વિસ્તૃત થઈ જાય, તેથી તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org