SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ વાંચવાનીજ ભલામણ કરવી યોગ્ય લાગે છે. દેશના અને ઇંદ્રકૃત સ્તુતિ ઉપર ખાસ ધ્યાન ખેંચવા માટે તેની દરેક લાઈનની આગળ બબે કોમા મુકવામાં આવેલા છે. આ વિભાગમાં આવેલી ૧૮ દેશનાઓમાં પહેલી અનિત્ય ભાવનાથી શરૂઆત કરવામાં આવી છે. પ્રથમના ૧૧ તીર્થકર ભગવંતની દેશનામાં અનિત્ય, અશરણુ, એકતા, સંસાર, અન્યતા, અશુચિ, આશ્રવ, સંવર, નિર્જરા, ધર્મ દુર્લભ અને બેધિદુર્લભ એમ અગ્યાર ભાવનાનું સ્વરૂપ યથાર્થ અને વિસ્તારથી વર્ણવ્યું છે. બાર ભાવનાઓ પૈકી લેક સ્વભાવ ભાવના એટલા માટે મુકી દેવામાં આવી છે કે તેનું સ્વરૂપ શ્રી અજિતનાથજીની દેશનામાં ધર્મધ્યાનના ચાર પાયા પિકી સંસ્થાના વિચય ધર્મધ્યાનનું સ્વરૂપે વર્ણવતાં બહુ વિસ્તારથી આવી ગયેલ છે. પાછળના ૭ તીર્થકર ભગવંતની દેશનામાં ૧. નવ તન નું સ્વરૂપ, ૨. ચાર કષાયોનું સ્વરૂપ, ૩. ઈદ્રિયોના વિષયનું સ્વરૂગ, ૪. મનશુદ્ધિની આવશ્યકતા, ૫. રાગદ્વેષને જીતવાની જરૂર, ૬. સમતાની આવશ્યકતા અને યતિધર્મ તથા ગૃહી ધર્મનું વર્ણન–એ વિષયે સમાવેલા છે. આ ૧૮ દેશના એવી અદભુત આપેલી છે કે તે વાંચવાથી દુર્લભધિ જીવ પણ સુલભબોધિ થઈ જાય તેમ છે. એ સંબંધી વિશેષ વખાણ કરવા કરતાં તે વાંચવાની ખાસ સૂચના કરવી એટલું જ બસ છે. ઉપર જણાવેલી હકીકતો શિવાય પ્રાસંગિક કથાઓ અને વર્ણને પણ ખાસ વાંચવા લાયક છે. શ્રી સંભવનાથજીના ચરિત્રમાં તેમણે પૂર્વભવે દુષ્કાળના પ્રસંગમાં શ્રી સંધની કરેલી અપૂર્વ ભક્તિ વિગેરે હકીકત, શ્રી સુમતિનાથના ચરિત્રમાં પ્રભુની માતાએ બે શાકેન કરેલ ઇનસાફ, શ્રીપદ્મપ્રભુ સ્વામીની દેશનામાં ચારે ગતિમાં પ્રાપ્ત થતાં દુઃખનું સ્વરૂપ, શ્રી અનંતનાથજીની દેશનામાં છવ અછવનું સવિસ્તર સ્વરૂપ, પાંચમા વાસુદેવ પુરૂષસિંહની માતાપિતા પ્રત્યેની ભક્તિ, સનત કુમાર ચક્રીના ચરિત્રમાં તેના જીવે પૂર્વભવમાં ભાવેલી ભાવના, જિનધર્મ દઢતા, શ્રી શાંતિનાથજીના ચરિત્રમાં (પર્વ ૫ મા ના સગે બીજામાં) કનકશ્રી તથા સુમતિના વૈરાગ્યનાં કારણે અને તે પ્રસંગે સંસારમાં અતિલોલુપી છતાં અપરાજિતને અનંતવીય (બળદેવ વાસુદેવ) ના ઉત્તમ વિચાર, મેઘરથ રાજાએ પારેવાને ઉગાર્યા સંબંધી વૃત્તાત, મદિર ને કેસરાની અદ્દભુત કથા, શ્રી કુંથુનાથના ચરિત્રાતર્ગત વીરભદ્રનું વિસ્તૃત ચરિત્ર, શ્રી મલીનાથના ચરિત્રમાં મલીકુમારીએ સંસારીપણામાં છ રાજાઓ (પૂર્વભવનાં મિત્રો) ને આપેલ બેધ, શ્રી મુનિસુવ્રત સ્વામીના ચરિત્રમાં હરિવંશની ઉત્પત્તિ, અશ્વાવધ તીર્થની ઉત્પત્તિ, કાર્તિક શ્રેણીની કથા, મહાપ ચક્રીન ચરિત્રમાં નમુચિનો કરેલે ઉપદ્રવ ને વિણકુમારે કરેલું તેનું નિવારણ ઈત્યાદિ પ્રસંગો ખાસ વાંચવા લાયક છે. બીજી પણ ઘણું હકીકત, વર્ણન, ઉપદેશ, વિચારણુએ સ્થાને સ્થાને ચરિત્રે ચરિત્રમાં કર્તાએ એવી છટામાં અને એવી અસરકારક રીતે આપેલ છે કે તેનું વિશેષ વર્ણન કરવા જતાં અહીંજ વધારે વિસ્તાર થઈ જાય છે તેથી કરતા નથી. આ ભાગમાં આવેલા ૪ ૫માં કયા કયા મહા પુરૂષોનાં ચરિત્રો આવેલાં છે તે આ નીચે ઢંકામાં બતાવવામાં આવે છે. - -૦૫ર્વ ત્રીજામાં આઠ સર્ગ છે. તેમાં ૧ સગ પહેલામાં–શ્રી સંભવનાથજીનું ચરિત્ર. ૨ સગ બીજામાં–શ્રી અભિનંદન સ્વામીનું ચરિત્ર. સગ ત્રીજામાં–શ્રી સુમતિનાથજીનું ચરિત્ર. ૪ સર્ગ ચેથામાં–શ્રી પદ્મપ્રભ પ્રભુનું ચરિત્ર. ૫ સમાં પાંચમામાં–શ્રી સુપાર્શ્વનાથજીનું ચરિત્ર. ૬ સગે છઠ્ઠામ-શ્રી ચંદ્રપ્રભ પ્રભુનું ચરિત્ર. ૭ સગ સાતમા માં–શ્રી સુવિધિનાથજીનું ચરિત્ર. ૮ સર્ગ આઠમામાં–શ્રી શીતળનાથજીનું ચરિત્ર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001011
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy