________________
સર્ગ ૨ ] વીરભદ્રને વૃત્તાંત
[૩૧૩ કંટાળી ગયે છું” વીરભદ્ર બોલ્યા-પિતાજી! હું ઉદ્યાનમાં ગયે હત” શેઠે કહ્યું-“ત્યારે તે બહુ સારું કર્યું.'
બીજે દિવસે પાછા કળાનિધિ વીરભદ્ર સ્ત્રીવેષ લઈ અંતઃપુરમાં ગયે. ત્યાં અનંગસુંદરીને વીણા વગાડતી જોઈ વીરભદ્રે કહ્યું-“હે સુંદરી ! આ વીણુ બરાબર સ્વર આપતી નથી. તેમાં કઈ મનુષ્યને વાળ ભરાઈ ગયે છે.” અનંગસુંદરીએ પૂછ્યું-“તમે કેવી રીતે જાણ્યું?' વીરભદ્રે કહ્યું–‘તમે તેને બજાવે છે ત્યારે તેમાં જે રાગનો નિર્વાહ જોવામાં આવે છે, તે ઉપરથી મારા જાણવામાં આવ્યું છે.” પછી રાજપુત્રીએ તે વીણા વીરભદ્રને આપી; એટલે તત્કાળ તેને જાણનારા વીરભદ્ર તે ઉખેળી નાખી; અને મનુષ્યના હૃદયમાંથી શલ્યની જેમ તેમાંથી મનુષ્યને વાળ કાઢીને બતાવ્યું, એટલે તે આશ્ચર્ય પામી. પછી તેને સારી રીતે ગોઠવી દંડ સાથે બાંધી તૈયાર કરીને પ્રવીણતાથી તુંબરૂ ગંધર્વને જીતનારા વીરભદ્રે તે વીણ વગાડવા માંડી. સારણીવડે કૃતિઓને ફુટ ફરનારા સ્વર અને ધાતુ તથા વ્યંજનને સ્પષ્ટ કરનારા તાન ઉત્પન્ન કર્યા. વાઘનાં સર્વ પ્રકારને આશ્રયીને શ્રવણનાં અમૃતરૂપ સવ સકલ અને નિષ્કલ રાગે વીણામાં જણાવી દીધા. તે સાંભળી અનંગસુંદરી અને સર્વ સભા હર્ષોત્કર્ષને ધારણ કરીને મૃગની જેમ ચિત્રલિખિત હેય તેમ સ્થિર થઈ ગઈ. તે વણગીત સાંભળી રાજપુત્રી વિચારમાં પડી કે આવું ગુણવાન પાત્ર દેવતાને પણ દુર્લભ છે. આ સ્ત્રી વિના મારો જન્મ નિરર્થક છે. સકળ પણ પ્રતિમા પુષ્પમાળાથી જ શોભે છે.” આ પ્રમાણે અવસરે અવસરે બીજી પણ કળાઓમાં વીરભદ્ર પિતાની પ્રવીણતા બતાવી તેના મનરૂપ વિત્તને ચેરી લીધું.
એક વખતે અનંગસુંદરીને પિતામાં અનુરક્ત થયેલ જાણું વીરભદ્રે એકાંતમાં શંખ શ્રેણીને આ પ્રમાણે કહ્યું-“પૂજ્ય પિતાજી! બહેન વિનયવતીની સાથે હું સ્ત્રીને વેષ લઈ પ્રતિદિન અનંગસુંદરી પાસે જાઉં છું, પણ તેથી તમે ભય રાખશે નહીં, હું જે કરીશ તે એવી રીતે કરીશ કે જેથી કઈ જાતનો અનર્થ નહીં થાય પણ તમારી મહેટાઈ વધશે. જે રાજા પિતાની કન્યા મને આપવાને આપની પાસે પ્રાર્થના કરે તો પ્રથમ તમે માન્ય કરશે નહીં, જ્યારે તે અતિ આગ્રહ કરે ત્યારે માન્ય કરજે.” શેઠે કહ્યું-“વત્સ! તું બુદ્ધિથી અધિક છે, તેથી સર્વ સમજે છે; અમે તો એટલું કહીએ છીએ કે તારે પિતાનું કુશળ થાય તેમ કરવું. પછી વીરભદ્રે કહ્યું–‘પિતા! તમે ઉદ્વેગ કરશે નહીં. હવે થોડા કાળમાં તમારા પુત્રનું શુભ પરિણામવાળું શુભ કાર્ય જોશે.” શેઠે કહ્યું-“તે બાબત તું જાણે.” એમ કહી શંખશેઠ મૌન ધરીને રહ્યા.
. તે સમયે રત્નાકર રાજાની સભામાં વાર્તા થઈ કે “તાઅલિપ્તી નગરીથી કોઈ યુવાન પુરૂષ શંખશેઠને ઘેર આવેલ છે, તે પ્રતિદિન નગરમાં વિચિત્ર કળાએ બતાવી સર્વને વિસ્મિત
B - 40
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org