________________
૩૧૪] વીરભદ્રને વૃત્તાંત
[ પર્વ ૬ ફૂઠું કરે છે. તે વિદેશી છે, તેથી તેની જ્ઞાતિ જણાતી નથી, પણ તેની આકૃતિ તે મહા કુળમાં ઉત્પન્ન થયે છે એમ કહી આપે છે.” રાજા વિચારવા લાગ્યો કે રૂપમાં કામદેવ જે, સદાચારવાળે, સારી આકૃતિવાળે, કળાને રત્નાકર અને સદ્બુદ્ધિવાળે એ યુવાન પુરૂષ જે મારી પુત્રીને રૂચે તે તેને સંબંધ જોડનાર વિધાતનું તે કાર્ય દેષવાળું ન ગણાય.”
અહીં એક વખતે વીરભદ્ર અનંગસુંદરીને એકાંતમાં કહ્યું- હે સખિ! તમારી પાસે આવી સામગ્રી છતાં તમે ભેગથી વિમુખ કેમ છે?” અનંગસુંદરી બોલી–બહેન! ભેગ કોને વહાલા ન હોય? પણ પિતાને યોગ્ય કુલીન પતિ મળ દુર્લભ છે. મણિ એક સારે પણ કાચની મુદ્રિકા સાથે જડાયેલે સારે નહીં; નદી જળરહિત સારી, પણ ઘણું જળજંતુઓથી આકુળ સારી નહીં; શાળા શૂન્ય સારી પણ તસ્કર લેકેથી ભરપૂર સારી નહીં; વાડી વૃક્ષવગરની સારી, પણ વિષવૃક્ષવાળી સારી નહીં; તેમ રૂપ યૌવનવાળી સ્ત્રી પરણ્યા વગરની સારી, પણ અકુલીન અને કળા રહિત પતિથી વિડંબિત થયેલી સારી નહીં. હે સખિ! આટલા વખત સુધી હજુ કેઈ યોગ્ય વર મારા જેવામાં આવ્યું નથી, તે અ૫ ગુણવાળા પતિને વરીને હું ઉપહાસનું પાત્ર કેમ થાઉં?” વીરભદ્ર બેલ્યો-“સખિ ! એગ્ય વર મળે તેજ સારૂં. પણ “યોગ્ય કેઈ વર નથી” એવું બેલશે નહીં; કેમકે આ પૃથ્વી બહુ રનવાળી છે. તમારે માટે ગ્ય વર હું હમણાં જ શેધી લાવું, પણ તમે અરોચક થઈ ગયા છે, તેથી તમને ભેગ રૂચશે નહીં.” અનંગસુંદરીએ કહ્યું-“સખી! આવી આશા આપી મારી જવાને શા માટે ખેંચે છે અને આવું મિથ્યા કેમ બેલે છે? જે તારું કહેવું સાચું હોય તે મને ચોગ્ય એ વર બતાવ કે જેથી મારાં કળા, યૌવન, રૂપ વિગેરે સર્વ કૃતાર્થ થાય.” આ પ્રમાણે વીરભદ્રને કહ્યું, એટલે તેણે પિતાનું રૂપ બતાવ્યું. તત્કાળ અનંગસુંદરી બેલી કે “હવે હું તમારે આધીન છું, તમે મારા પતિ છે.” વીરભદ્રે કહ્યું-“તથાસ્તુ. પણ તમને અપવાદ ન લાગે માટે હવેથી હું અહીં આવીશ નહીં, તમારે તમારા પિતાને આ વાર્તા જણાવવી; જેથી રાજા શંખશ્રેષ્ઠીને અપરાધ ન ગણે અને ઉલટા તેને બોલાવી “અનંગસુંદરીને વીરભદ્ર માટે ગ્રહણ કરે” એમ આગ્રણ સાથે કહે” અનંગસુંદરીએ તેમ કરવા કબુલ કર્યું, એટલે વીરભદ્ર પિતાને ઘેર ગયે.
પછી અનંગસુંદરીએ તત્કાળ પિતાની માતાને બેલાવીને આ પ્રમાણે કહ્યું કે-“હે માતા! આટલે વખત ગ્ય વરના અભાવથી કેવળ માતપિતાને હૃદયમાં શલ્યની જેમ ખેદને માટેજ હું થઈ પડી હતી, પણ હવે કળા, રૂપ પ્રમુખ ગુણેથી મારે ચગ્ય એ શંખશેઠને પુત્ર વીરભદ્ર નામે એક ઉત્તમ વર મેં શેડ્યો છે, માટે આજ ને આજ એ ગુણી વાર મને આપે. તએ પોતે મારા પિતાને વિજ્ઞપ્તિ કરે છે તે મારે માટે તેના પિતા શંખશેઠની પ્રાર્થના કરે.' આવાં વચન સાંભતાંજ રાણુ ખુશી થઈ. તત્કાળ રાજા પાસે આવી તેણે કહ્યું કે “સ્વામી! વધામણ છે, સારે ભાગ્યે આપણું પુત્રીને યોગ્ય વરને લાભ થયો છે. અનંગસુંદરીએ પિતાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org