SearchBrowseAboutContactDonate
Page Preview
Page 349
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૮j અરનાથ પ્રભુની દેશના પછી તે વનમાં વૈજયંતી શિબિકામાંથી ઉતરી માર્ગશીર્ષ માસની શુકલ એકાદશીએ ચંદ્ર રેવતી નક્ષત્રમાં આવતાં દિવસના પાછલે પહેરે એક હજાર રાજાઓની સાથે પ્રભુએ છઠ્ઠ તપ કરીને દીક્ષા લીધી. તત્કાળ તેમને મન:પર્યવજ્ઞાન પ્રાપ્ત થયું. બીજે દિવસે રાજપુર નગરમાં અપરાજિત રાજાને ઘેર પ્રભુએ પરમ અન્નથી પારણું કર્યું. દેવતાઓએ ત્યાં વસુધારાદિ પાંચ દિવ્ય કર્યા અને પ્રભુના ચરણને સ્થાને રાજાએ રત્નપીઠ રચાવી. આસન અને શયનને બીલકુલ તજી દઈ વિવિધ અભિગ્રહને ધારણ કરતા પ્રભુએ છસ્થપણે ત્રણ વર્ષ સુધી પૃથ્વી પર વિહાર કર્યો. એકદા પાછા તેજ સહસ્ત્રાપ્રવનમાં આવી આમ્રવૃક્ષની નીચે પ્રતિમા ધરીને ઉભા રહ્યા. ત્યાં કાત્તિક માસની શુકલ દ્વાદશીએ ચંદ્ર રેવતી નક્ષત્રમાં આવતાં પ્રભુને ઘાતકર્મના ક્ષયથી કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. દેવતાઓએ આવી તત્કાળ સમવસરણ રચ્યું, તેમાં પ્રભુએ પૂર્વદ્વારથી પ્રવેશ કર્યો, અને ત્રણસેં ને સાઠ ધનુષ્ય ઉંચા ચૈત્યવૃક્ષને પ્રદક્ષિણ કરી “તીર્થાય નમઃ” એમ બેલી પૂર્વાભિમુખે પૂર્વ સિંહાસન પર આરૂઢ થયા. વ્યંતરોએ તરતજ બીજી ત્રણ દિશાઓમાં તેમના પ્રતિબિંબે વિમુર્થી, ચતુર્વિધ સંઘ વણ આવીને એગ્ય સ્થાને બેઠે. પ્રભુને સમવસર્યા જાણી રાજા કુરદ્ધહ પણ તરતજ ત્યાં આવ્યું અને ભગવંતને નમીને તે ઇદ્રની પછવાડે બેઠે. પછી ઇંદ્ર અને કુરૂકહ રાજા ઉભા થઈને આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યા. ત્રણ ભુવનના અધીશ, સર્વ વિશ્વ પર વાત્સલ્ય ભાવના ધરનાર, કરૂણાના સાગર, “અને અતિશયેની શભિત એવા હે પ્રભુ! જય પામે. હે નાથ! જેમ નિષ્કારણ જગતના ઉપકારને માટે સૂર્ય પિતાના સફળ કિરણોથી વિશ્વને પ્રકાશ કરે છે, જેમ ચંદ્ર પિતાની “જસ્નાથી વિશ્વને સંતાપ હરે છે, જેમ વર્ષાઋતુ મેઘના જળથી જગતને જીવન આપે છે, જેમ વાયુ પોતાની નિરંતરની ગતિથી જગતને આશ્વાસન કરે છે, તેવી રીતે નિષ્કારણ “ત્રણ લેકના ઉપકારને માટેજ તમારી પ્રવૃત્તિ જય પામે છે. તે સ્વામી! જે આ જગત “અત્યાર સુધી અંધકારમય અને અંધ થઈ રહ્યું હતું, તે તમારાથી હવે પ્રકાશમય અને “નેત્રવાળું થયેલું છે. હે નાથ ! હવેથી નરકને માર્ગ ખીલાઈ જશે, તિર્યંચ નિમાં પણ “થોડી ગતિ પ્રવર્તશે, સ્વર્ગ લેક એક સીમાડાના બીજા ગામડા જેવું થશે, અને મુક્તિ જે “ઘણું દૂર છે તે પણ નજીક થશે. હે પ્રભે! વિશ્વના ઉપકારને માટે તમે વિહાર કરતાં “પ્રાણુઓને અસંભવિત કલ્યાણ પણ શું શું પ્રાપ્ત નહી થાય? અર્થાત્ સર્વ કલ્યાણ પ્રાપ્ત થશે.” આ પ્રમાણે ઇદ્ર અને કુરૂરાજ સ્તુતિ કરી રહ્યા પછી અરનાથ ભગવાને ધર્મદેશના દેવાનો આરંભ કર્યો. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ-એ ચાર પુરૂષાર્થમાં એકાંત સુખને સાગર એ “મોક્ષ પુરૂષાર્થ મુખ્ય છે, તેને સાધનારૂં ધ્યાન છે, તે સદા મનને આધીન છે. તે મનને ગીએ આત્માધીન કરે છે પણ રાગાદિ શત્રુઓ પાછા દબાવીને તે મનને પરાધીન કરી દે “ છે. એ મનને સારી રીતે રક્ષણ કરીને રાખ્યું હોય તે પણ સહજ માત્ર મિષ પામીને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001011
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy