SearchBrowseAboutContactDonate
Page Preview
Page 350
Loading...
Download File
Download File
Page Text
________________ સગ ૨ ]. પ્રભુની દેશના [૩૦૯ “પિશાચની જેમ રાગાદિ તેને વારંવાર છળે છે. રાગાદિરૂપ તિમિરથી જ્ઞાનને નાશ કરનારૂં “અજ્ઞાન અંધની જેમ ખેંચીને પ્રાણુને નરકના ખાડામાં પાડી દે છે. દ્રવ્યાદિકમાં જે રતિ “અને પ્રીતિ તે રાગ અને તેમાં જે અરતિ અને અપ્રીતિ તે ઠેષ એમ વિદ્વાન કહે છે. એ “રાગ અને દ્વેષ સર્વ પ્રાણીઓના દ્રઢ બંધનરૂપ છે અને સર્વ દુઃખરૂપ વૃક્ષના મૂળ અંકુર છે. જે એ રાગદ્વેષ જગતમાં ન હેત તે સુખમાં કણ વિસ્મય પામત? દુઃખમાં કેણુ “કૃપણ થાત? અને મોક્ષને કોણ ન પામત? રાગ વિના શ્રેષ અને દ્વેષ વિના રાગ રહેતે જ નથી. તેઓ બંનેમાંથી એકનો ત્યાગ કરતાં અને ત્યાગ થાય છે. કામાદિ સર્વ દેશે. “રાગનો પરિવાર છે અને મિથ્યાભિમાન પ્રમુખ દ્વેષનો પરિવાર છે. તે રાગ દ્વેષને પિતા, “બીજ, નાયક કે પરમેશ્વર મહ છે અને તે તેનાથી અભિન્ન છે, તેથી સર્વ દેષના પિતામહ એવા તે માહથી ઘણી સંભાળ રાખીને રહેવું એગ્ય છે. સંસારમાં આ ત્રણ (રાગ, દ્વેષ ને મોહ) દેષજ છે, તે સિવાય બીજે કઈ દેષ નથી. તે ત્રણ દેષથીજ આ સંસારવારિધિમાં “સર્વ પ્રાણીઓ ભમ્યા કરે છે. જીવ સ્વભાવે ફાટિક મણિ જેવો નિર્મળ છે પણ તે ત્રણ “દેષની ઉપાધિથી તદ્રુપપણે જણાય છે. અહા ! આ આખું વિશ્વ રાજાવગરનું છે કે જેથી તેમાં રહેલા પ્રાણીઓનું જ્ઞાનસર્વસ્વ અને સ્વરૂપ તે લુંટારાએ તાજેતરમાં લુંટી લે છે. જે પ્રાણીઓ નિગોદમાં છે અને જેઓ નજદીકમાં મુક્તિ જવાવાળા છે. તે સર્વની ઉપર “તેમની તિય સેના આવીને પડે છે. શું તેમને મુક્તિ સાથે વૈર છે કે મુમુક્ષુ સાથે વૈર છે કે જેથી તે બંનેને થતે દેગ તેઓ અટકાવે છે!” “ઉત્તમ મુનિ બંને લેકમાં અપકાર કરનારા એ ત્રણ દેષથી જેવા ભય પામે છે, તેવા “વ્યાવ્ર, સર્પ, જળ અને અગ્નિથી ભય પામતા નથી. આવો આ મહા સંકટવાળે માર્ગ મહાગીઓએ આશ્રિત કરે છે, કે જેની બંને બાજુએ રાગદ્વેષરૂપ વ્યાવ્ર અને સિંહ “ઉભા છે, નિર્વાણ પદની ઈચ્છા કરનારા પ્રમાદ રહિત પુરૂએ સમભાવને અંગીકાર કરીને એ રાગદ્વેષ રૂપ શત્રુને જય કરે.” આ પ્રમાણે પ્રભુની દેશના સાંભળીને ઘણા લેકેએ દીક્ષા લીધી. પ્રભુને કુંભ વિગેરે તેત્રીશ ગણધર થયા. પ્રથમ પીરૂષી પૂર્ણ થઈ એટલે પ્રભુએ દેશના સમાપ્ત કરી પછી તેમના પાદપીઠ પર બેસીને કુંભ ગણધરે દેશના આપવા માંડી. બીજી પૌરૂષી પૂર્ણ થઈ ત્યારે તેમણે પણ દેશના સમાપ્ત કરી એટલે ઈંદ્રાદિક દેવતાઓ પ્રભુને નમીને પિતાપિતાને સ્થાનકે ગયા. એ પ્રભુના તીર્થમાં ત્રણ નેત્રવાળે, શ્યામણી, શંખના વાહનપર બેસનારે, છ દક્ષિણ ભુજાઓમાં બીજોરું, બાણ, ખ, મુદગર, પાશ અને અભય તથા છ વામ ભુજાઓમાં નકુલ, ધનુષ્ય, ઢાલ, શૂલ, અંકૂશ અને અક્ષસૂત્રને ધારણ કરનારો પણસુખ નામે યક્ષ શાસનદેવતા થયે. અને નીલવર્ણવાળી, કમળપર બેસનારી, બે દક્ષિણ ભુજામાં બીજેરૂ અને કમળ તથા બે વામાં ભુજામાં પદ્મ અને અક્ષસૂત્ર ધરનારી ધારિણી નામે શાસનદેવી થઈ. એ બંને શાસનદેવતા નિરંતર અરનાથ ભગવંતની સમીપેજ રહેતા હતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001011
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy