________________
સગ ૨ ] અરનાથ પ્રભુએ લીધેલ દીક્ષા ને કેવળજ્ઞાન
[૭૦૭ તમે ગર્ભમાંથી જ ત્રણ જ્ઞાન ધારણ કરે છે, તેવી રીતે જ આ ત્રણ જગતને પણ ધારણ “કરો છો. હે સ્વામી! રાગ દ્વષાદિ તસ્કરો મેહરૂપ અવસ્થાપિની નિદ્રા મુકીને આ ત્રણ “જગતને લાંબા વખતથી લુંટી લે છે, માટે હવે સત્વર તેની રક્ષા કરે. હે નાથ! જેમ
શાંત લઈ ગયેલાએ રથને, તૃષાતુર નદીને, તાપથી તપેલા વૃક્ષની છાયાને, ડુબી જતાઓ “વહાણને, રોગીઓ ઔષધને, અંધકારથી અંધ થયેલાઓ દીપકને, હિમથી પીડિત થયેલા “સૂર્યને, માર્ગ ભૂલી ગયેલાઓ ભેમીઓને અને વ્યાઘથી ભય પામેલા અગ્નિને પ્રાપ્ત “કરે, તેમ અનાથપણાને લીધે ઘણા કાળથી વિધુર થઈ ગયેલા અમોએ અત્યારે તમારા “જેવા તીર્થપતિ નાથને પ્રાપ્ત કરેલા છે. તમારા જેવા સ્વામીને પ્રાપ્ત કરી આ સુર, અસુર
અને મનુષ્યો હર્ષથી ન સમાતા હોય તેમ તિપિતાના સ્થાનથી અહીં આવે છે. હે નાથ! “હું તમારી પાસે બીજું કાંઈ પણ માગતું નથી, માત્ર એટલુંજ માગું છું કે તમે ભભવ “મારા નાથ થજે.”
આ પ્રમાણે સ્તુતિ કરી પ્રભુને લઈને ઈંદ્ર અચલપુરમાં આવ્યા અને ત્યાં દેવીના પડખામાં પ્રભુને પધરાવ્યા. પ્રભાતે રાજા સુદર્શને પ્રભુને જન્મ મહોત્સવ કર્યો અને સ્વપ્નમાં દેવીએ અર (ચક્રના આરા) દીઠેલા હતા તેથી પ્રભુનું અર એવું નામ પાડયું. દેવાંગનારૂપ ધાત્રીએથી, સમાન વયના થઈને આવેલા દેવતાએથી અને કીડાનાં સાધન (રમકડાંઓ) થી કીડા કરતા પ્રભુ અનુક્રમે મોટા થયા. ત્રીશ ધનુષ્યની કાયાવાળા અરનાથ પ્રભુ પિતાના શાસનની ગૌરવતાને માટે એગ્ય સમયે અનેક રાજકન્યાઓ સાથે પરણ્યા અને જન્મથી એકવીશ હજાર વર્ષે ગયા પછી પ્રભુએ પિતાની આજ્ઞાથી રાયધુરા ધારણ કરી. પ્રભુને માંડળિકપણમાં તેટલાજ વર્ષ ગયા પછી શસ્ત્રાગારમાં ગગનચારી ચક્રરત ઉત્પન્ન થયું. પછી પ્રાપ્ત થયેલા બીજા તેર રન્નેને પણ સાથે લઈ અરનાથ પ્રભુ ચક્રરત્નની પછવાડે દિગ્વિજય કરવા નીકળ્યા. ચાર વર્ષ સુધી ફરીને આખા ભરતક્ષેત્ર ઉપર પોતાનું શાસન પ્રવર્તાવ્યું. ચક્રવત્તી પણામાં પણ તેટલેજ કાળ (૨૧૦૦૦ વર્ષ) ગયા ત્યારે લેકાંતિક દેવતાઓએ આવીને કહ્યું કે “સ્વામી! તીર્થ પ્રવત્ત. 'એટલે પ્રભુ વાર્ષિક દાન આપી, પિતાના પુત્ર અરવિંદને રાજય સોંપી, વૈજયંતી શિબિકામાં બેસીને સહસ્ત્રાપ્રવનમાં ગયા. તે વનનાં વૃક્ષે મુનિઓની જેમ મૌન રહેલા કેકિલ પક્ષીઓએ આશ્રિત કર્યા હતા, તેમાં આવેલી કૃષ્ણવણી શેલડીના વાઢની રક્ષણ કરનારી સ્ત્રીઓના મધુર ગીત સાંભળી વટેમાર્ગ ઉભા રહેતા હતા. ત્યાં કીડા કરતી નગર સ્ત્રીઓના કેશપાસને જોતાં મયૂરના છુટા પડેલાં પીંછાઓએ તેનું શરણ કર્યું હોય એમ જણાતું હતું. પુન્નાગના પુષ્પોની ખુશાથી મધુકરે પ્રમાદ ધરતા હતા. બોરડી અને નારંગીના ફળથી આકાશ પીળું થઈ ગયું હતું, જાણે હેમંતના હાસ્ય હોય તેવા ચાળી, ફલી, ડોલર અને મુચકુંદની કળીઓથી તે શેભી રહ્યું હતું અને રોહડાનાં પુષ્પની રજથી તેણે દિશાઓને નિર્મળ કરી હતી. આવા સુંદર ઉદ્યાનમાં નંદાવર્તથી લાંછિત એવા અરનાથ પ્રભુએ પ્રવેશ કર્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org