________________
સર્ગ ૧ લે ] સૌધર્મેદ્ર અને કુરુવંશી રાજાએ કરેલ સ્તુતિ
[૩૦૩ સિંહાસન ઉપર તીર નમઃ' એમ કહીને પૂર્વાભિમુખે તેઓ બેઠા; એટલે વ્યંતર દેવતાએ પ્રભુના પ્રબાવથી બીજી ત્રણ દિશાઓમાં પ્રભુની જેવાં જ પ્રભુનાં પ્રતિબિંબે વિકવ્ય; પછી ચગ્ય
સ્થાને ચતુર્વિધ સંઘ બેઠે, મધ્ય પ્રમાં તિય ચે બેઠા અને નીચેના વપ્રમાં સર્વ વાહને રહ્યાં. પ્રભુને સમવસરેલા જાણી કુરૂવંશી રાજા ત્યાં આવ્યું, અને પ્રભુને નમસ્કાર કરી ઇદ્રની પછવાડે અંજળી જોડીને બેઠે. સૌધર્મેદ્ર અને કુરુવંશી રાજા ફરીવાર પ્રભુને નમી હૃદયમાં હર્ષ ધારતા આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યા.
“ચતુવિધ ધર્મને ઉપદેશ કરનાર, ચાર મુખવાળા અને ચોથા પુરૂષાર્થ (મોક્ષ) ના સ્વામી એવા તમારી અમે સ્તુતિ કરીએ છીએ. હે જગદીશ્વર ! તમે નિસંગપણાથી ચૌદ “મહારત્નને ત્યાગ કરી ત્રણ નિર્દોષ રને ધારણ કરે છે. હે નાથ! તમે આખા વિશ્વના “મનને હરો છે, તે છતાં તમે મન રહિત છે અને ઉત્તમ સુવર્ણના જેવા વર્ણવાળા છતાં ચંદ્રની “જેવું શીતળ તમારા સવરૂપનું ધ્યાન થાય છે. હે પ્રભુ ! તમે નિઃસંગ છતાં મેટી અદ્ધિવાળા છે, ધ્યાન કરવા ગ્ય છતાં ધ્યાતા છે, કેટી દેવાથી વીંટાયેલા છતાં કૈવલ્યને જ ભજે, છે, પિતે વીતરાગ છતાં વિશ્વને તમારા પર રાગ વધારો છે, અને અકિચન છતાં જગતને પરમ સમૃદ્ધિને માટે થાઓ છે. હે અહંન્ ! જેને પ્રભાવ જાણી શકાતું નથી અને જેનું રૂપ “કળવામાં આવતું નથી એવા આપ દયાળુ સત્તરમાં ભગવંતને અમારો નમસ્કાર છે. તે વિભુ! “તમને પ્રણામ કરે તે પણ મનુષ્યોને અચિંત્ય ચિંતામણિરૂપ થાય છે, તે તમારૂ મનથી, “ધ્યાનથી અને વચનથી સ્તવન કરતાં શું ન થાય? હે પ્રભુ! તમારા સ્તવનમાં, પ્રણામમાં, ધ્યાનમાં
અને તમારાજ વિષયમાં અમારી પ્રવૃત્તિ સદા રહે, બીજા મનહર પદાર્થોની અમારે કાંઈ જરૂર નથી.”
આ પ્રમાણે ઈંદ્ર અને કુરૂરાજ સ્તુતિ કરી રહ્યા પછી શ્રી કુંથુનાથ ભગવંતે ધર્મદેશના આપવા માંડી.
મોટા દુઃખનું કારણ એથી આ સંસારરૂપ સાગર રાશી લાખ નિરૂપ જળભ્રમરીઓમાં પડવાવ અતિ ભયંકર છે. તે ભવસાગરને તરવામાં સમર્થ એવી નાવિકા વિવેકી જનને ઇન્દ્રિયરૂપ ઉમિઓના જ્ય સાથે મન શુદ્ધિ કરવી તે છે. વિદ્વાનોએ મનઃશુદ્ધિ “નિર્વાણમાગને બતાવનારી અને કદિપણુ નહિ બુઝે તેવી એક દીપિકા કહેલી છે મનશુદ્ધિ “હેય તે જે અછતા ગુણે છે તે સત્ થાય છે અને છતા ગુણ કદિપણ અછતા થતા નથી, માટે પ્રાજ્ઞ પુરૂષોએ સદા મનશુદ્ધિ કરવી. જે મનશુદ્ધિ કર્યા વિના મુક્તિને માટે તપસ્યા કરે છે, તે નાવ છોડી મહાસાગરને બે ભુજાએ તરવાને ઈચ્છે છે. તપસ્વીઓની મન શુદ્ધિ વગરની સર્વ ક્રિયા અંધને દર્પણની જેમ નિષ્ફળ થાય છે. મુક્તિમાં જવાની ઈચ્છાથી તપ કરતા પ્રાણીઓને ચક્રવાત (વટેળીયા) ની જેમ ચપળ ચિત્ત કેઈ બીજી
. કેવલ્ય એટલે કેવળજ્ઞાન અને વિરોધપક્ષે કેવલ્ય એટલે એકલા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org