SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૨] કુંથુપ્રભુને પ્રાપ્ત થયેલ કેવળજ્ઞાન મ્યુચ્છ લોકોએ ભરપૂર એવું નિષ્ફટ સેનાપતિ પાસે સધાવ્યું. પછી સેનાપતિએ ઉઘાલા ખંડપ્રપાતા ગુહાના દ્વારવડે વૈતાઢય ગિરિમાં પેસી પરિવાર સાથે સામી બાજુ નીકળ્યા. ત્યાં ગંગાના મુખ ઉપર રહેનારા નૈસર્પ વિગેને નવ નિધિએ પ્રભુને પોતાની મેળે સિદ્ધ થયા, અને ગંગાનું બીજુ નિકૂટ સેનાપતિ પાસે સધાવ્યું. એવી રીતે આખા ભરતક્ષેત્રને કુંથુનાથ પ્રભુએ છસો વર્ષે સાધી લીધું. ચક્રવતીની સંપત્તિથી સંપૂર્ણ મનુષ્ય તથા દેવતાઓએ સેવેલા કુંથુનાથ ભગવાન દિગ્વિજય કરીને પાછા હસ્તિનાપુરમાં આવ્યા. પછી દેવ અને મનુષ્યએ આવીને પ્રભુને ચક્રવતી પણાને અભિષેક કર્યો. તેને મહત્સવ તે નગરમાં બાર વર્ષ સુધી પ્રવ. કુંથુસવામીને ચક્રવર્તી પણાના વૈભવમાં ત્રેવીસહજાર ને સાડાસાત વર્ષ નિર્ગમન થયા, પછી કાંતિક દેવતાઓએ આવીને કહ્યું કે “સ્વામી! તીર્થ પ્રવર્તાવો.” તે વિજ્ઞપ્તિ સાંભળતાં જ પ્રભુએ પુત્રને રાજ્ય આપી વાર્ષિક દાન આપવા માંડયું. પછી દે અને રાજાઓએ જેને નિષ્ક્રમણત્સવ કરે છે એવા પ્રભુ વિજયા નામની શિબિકામાં બેસી સહસ્ત્રાગ્ર વનમાં પધાર્યા. જે મનહર વનમાં યુવાન પુરૂષની જેમ ચંપક લતાને ચુંબન કરતે, આશ્રયષ્ટિને કંપાવતે, વાસંતી લતાને નચાવતે, નિર્ગુડીને મર્દન કરતે, ચાળીને આલિંગન કરતે, નવમહિલાને સ્પર્શ કરતે, ગુલાબને ચતુર કરતે, કમલિનીની પાસે જત, અશેકલતાને દબાવતે અને કદલીપર અનુગ્રહ કરતા એક યુવાન પુરૂષની જેવો દક્ષિણ પવન વાતું જેમાં લલિત લલનાઓ હિંછકા ખાવામાં આસક્ત હતી, જેમાં નગરના ધનાઢય શ્રેણીકુમારે પુષ્પ ઘુંટવાની ક્રીડમાં વ્યગ્ર થયા હતા, અને ઉન્મત્ત કેકિલાના મધુર આલાપથી તેમજ ભ્રમરાઓના ગુંજારવથી જાણે આવકાર આપતું હોય તેમ જે જણાતું હતું. એવા સુંદર ઉદ્યાનમાં પ્રભુએ પ્રવેશ કર્યો. પછી શિબિકામાંથી ઉતરી, અલંકારાદિકને ત્યાગ કરી, વૈશાખ માસની કૃષ્ણ પંચમીએ કૃતિકા નક્ષત્રમાં પાછલે પહેરે એક હજાર રાજાઓની સાથે છઠ્ઠ તપયુકત પ્રભુએ દીક્ષા અંગીકાર કરી, તત્કાળ મન:પર્યવ નામનું ચોથું જ્ઞાન પ્રભુને પ્રાપ્ત થયું. બીજે દિવસે ચક્રપુરમાં વ્યાધ્રસિંહ રાજાને ઘેર પ્રભુએ પરમાત્તવડે પારણું કર્યું. દેવતાઓએ ત્યાં વસુધારાદિ પાંચ દિવ્ય કર્યા, વ્યાધ્રસિંહે પ્રભુના ચરણસ્થાને રત્નમય પીઠ કરાવી. પવનની જેમ નિઃસંગ અને પ્રતિબંધ રહિત એવા પ્રભુએ છદ્મસ્થપણે સોળ વર્ષ સુધી પૃથ્વી પર વિહાર કર્યો. અન્યદા કુંથુનાથ સ્વામી વિહાર કરતાં કરતાં પછા સહસ્સામ્ર વનમાં આવ્યા. ત્યાં તિલકના વૃક્ષની નીચે છઠ્ઠ તપ કરીને કાઉસગ્ગ ધ્યાને રહ્યા. ચૈત્ર માસની શુકલ તૃતીયાને દિવસે ચંદ્ર કૃત્તિકા નક્ષત્રમાં આવતાં ઘાતકર્મનો ક્ષય થવાથી પ્રભુને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. તત્કાળ ઇંદ્ર સહિત ચતુર્વિધ દેવનિકાયે આવી ત્રણ પ્રકારથી મંડિત એવું સમવસરણ રચ્યું, દેવતાઓએ સંચાર કરેલા સુવર્ણના કમળ ઉપર ચરણ મૂકતા પ્રભુએ પૂર્વ દ્વારથી રામવસરણમાં પ્રવેશ કર્યો. ત્યાં ધર્મચક્રી અને જગદ્ગુરૂ એવા કુંથુનાથ સ્વામીએ ચાર ને વીશ ધનુષ્ય ઉંચા ચિત્યવૃક્ષને પ્રદક્ષિણા કરી, અને તેની નીચે દેવછંદક ઉપર રહેલા પૂર્વ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001011
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy