SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૪] પ્રભુએ આપેલ દેશના [પર્વ ૬ ઠું “તરફજ નાંખી દે છે, અર્થાત મુક્તિમાં નહીં જવા દેતાં અન્ય ગતિમાં લઈ જાય છે. નિરંકુશ “થઈ નિઃશંકપણે ફરતે મનરૂપી નિશાચર આ ત્રણ લેકને સંસારના ઉંડા ખાડામાં પાડી નાખે છે. મનને રેપ કર્યા વગર જે માણસ ગપર શ્રદ્ધા રાખે છે, તે પરવડે ગામમાં “જવાને ઇચ્છનાર પંગુ માણસની જેમ ઉપહાસ્યને પામે છે. મનને નિરાધ કરવાથી સર્વ કર્મને પણ નિધ થાય છે અને મનને નહીં રૂંધનારાનાં સર્વ કર્મ પ્રસરી જાય છે. આ મનરૂપી કપિ વિશ્વમાં પરિભ્રમણ કરવામાં લંપટ છે, તેથી તેને મુક્તિની ઇચ્છાવાળા પ્રાણીઓએ યત્નથી કબજે રાખવું. સિદ્ધિને ઈચ્છનારા પ્રાણીએ અવશ્ય મનની શુદ્ધિ કરવી, “તે શિવાય ત૫, શ્રત અને યમ નિયમવડે કાયાને દંડ આપ તે કશા કામને નથી. “ મનની શુદ્ધિવડે રાગ દ્વેષને જય કરે, જેથી આત્મા ભાવમલિનતા છેડીને સ્વસ્વરૂપમાં “સ્થિર થાય છે.” આ પ્રમાણે પ્રભુની દેશના સાંભળી ઘણું લોકેએ દીક્ષા લીધી અને સ્વયંભૂ વિગેરે પ્રભુના પાંત્રીશ ગણધર થયા. પ્રથમ પૌરૂષી પૂર્ણ થતાં પ્રભુ દેશનાથી વિરામ પામ્યા એટલે સ્વયંભૂ ગણધરે પ્રભુના ચરણ પીઠ પર બેસીને દેશના આપી. બીજી પૌરૂષી પૂર્ણ થઈ એટલે ગણધરે પણ દેશનાં સમાપ્ત કરી; એટલે સર્વ મનુષ્ય, દેવતાઓ વિગેરે કુંથુસ્વામીને નમીને પોતપોતાને સ્થાનકે ગયા. કુંથુસ્વામીના તીર્થમાં રથના વાહનવાળ, શ્યામવર્ણ ધરનારો, બે દક્ષિણ ભુજામાં વરદ અને પાસ અને બે વામ ભુજામાં બીજેરૂં અને અંકુશ રાખનારો ગંધર્વ નામે યક્ષ શાસનદેવતા થયે, અને ગૌરવર્ણવાળી, મયૂરના વાહનપર બેસનારી, બે દક્ષિણ ભુજામાં બીજેરૂ અને ત્રિશૂળ તથા બે વામ ભુજામાં મુઢી અને કમળને ધરનારી બલાદેવી નામે પ્રભુની સદા પાસે રહેનારી શાસનદેવી થઈ તે બને શાસનદેવતા નિરંતર જેમની સાનિધ્યમાં રહેલા છે એવા પ્રભુએ ભવ્ય પ્રાણીઓના ઉપકારને માટે ત્યાંથી અન્યત્ર વિહાર કર્યો. સાઠ હજાર સાધુઓ, સાઠ હજાર અને છસો સાધ્વીઓ. છ ને સિત્તેર ચૌદપૂર્વધારી, અઢી હજાર અવધિજ્ઞાની, ત્રણ હજાર ત્રણસો ને ચાલીશ મન:પર્યવજ્ઞાની, ત્રણ હજાર અને બસે કેવળજ્ઞાની, પાંચ હજાર ને એકસો વૈક્રિયલબ્ધિવાળા, બે હજાર વાદલબ્ધિવાળા, એક લાખ ને ઓગણએંશી હજાર શ્રાવકે અને ત્રણ લાખ ને એકાશી હજાર શ્રાવિકા–આટલે પરિવાર કેવળજ્ઞાન થયા પછી વિહાર કરતાં પ્રભુને થયે હતે. કેવળજ્ઞાન થયા પછી ત્રેવીસહજાર સાત ને ચોવીશ વર્ષ ગયા ત્યારે પિતાને નિર્વાણ સમય નજીક આવેલે જાણું પ્રભુ સમેતશિખરે પધાર્યા અને ત્યાં એક હજારમુનિએની સાથે અનશન કર્યું. માસને અંતે વૈિશાખ માસની કૃષ્ણ પ્રતિપદાને દિવસે કૃત્તિકા નક્ષત્રમાં તે સર્વે મુનિઓની સાથે કુંથુનાથ પ્રભુ મેસે ગયા. કૌમારપણામાં, રાજ્ય કરવામાં. ચક્રવર્તી પણામાં અને વ્રતમાં સરખા ભાગે આયુષ્ય ગાળી પંચાણું હજાર વર્ષનું આયુષ્ય તેમણે પૂર્ણ કર્યું હતું. શ્રી શાંતિનાથ પ્રભુના નિર્વાણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001011
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy