________________
સર્ગ ૫ ] શાંતિનાથ પ્રભુની દેશના
[૨૮૭ જીના સર્વ ભાવ જાણે છે અને સદા હિતકારી છે, તેથી તમારી પાસે કોઈપણ પ્રાર્થના કરવાની જરૂર નથી, તથાપિ એટલી પ્રાર્થના કરું છું કે જેમ તમે પૃથ્વીમાં વિહાર કરી, “ગામ, આકર અને નગર વિગેરેને ક્ષણેક્ષણે છેડી દ્યો છે, તેમ કઈ વખત પણ મારા હૃદયને છોડશે નહીં અને હે ભગવન્! તમારા પ્રસાદથી નિરંતર તમારા ચરણકમળમાં મારૂં ચિત્ત ભ્રમરરૂપ થયેલું રહે એવી રીતે મારા સર્વ કાળ નિર્ગમન થશે.”
આ પ્રમાણે ઈંદ્ર અને ચકાયુધ ભગવંતની સ્તુતિ કરીને મૌન રહ્યા, એટલે ભગવંત શાંતિનાથે દેશના આપવા માંડી.
અહો! આ ચાર ગતિવાળે સંસાર દાવાનળની જેમ અનેક દુખોની પરંપરાનું મૂળ “કારણ છે. મોટા મંદિરને આધારભૂત જેમ સ્તંભ હોય તેમ તે સંસારને ક્રોધ, માન, માયા અને લેભ એ ચાર કષાય ચાર સ્તંભરૂપ છે. તે કષાય ક્ષીણ થતાં સંસાર પિતાની મેળે “ક્ષીણ થઈ જાય છે. “મૂળી સુકાઈ જતાં વૃક્ષ એની મેળે જ સુકાઈ જાય છે. પણ ઈદ્ધિને “જય કર્યા વગર તે કષાયને જીતવાને કોઈપણ સમર્થ થતું નથી, કેમકે પ્રજવલિત અગ્નિ વિના
સુવર્ણનું જાય હણાતું નથી. ચપળ અને ઉન્માર્ગે ચાલનારા એ ઇંદ્રિયરૂપ અદાંત અશ્વો “પ્રાણીને ખેંચીને તત્કાળ નરકરૂપ અરણ્યમાં લઈ જાય છે. ઇથિી જીતાયેલે પ્રાણી કષાયથી પણ પરાભવ પામે છે. “વીર પુરૂએ જેની વચમાંની ઈટો ખેંચી લીધી હોય તે કિલ્લો પછી કેનાથી ખંડિત ન થાય?'પ્રાણુઓની નહીં છતાયેલી ઇન્દ્રિય તેને ઘાત, પાત, બંધ અને વધુને માટેજ થાય છે. સ્વાર્થે પરવશ એવી ઇન્દ્રિયોથી કયો પુરૂષ નથી હેરાન થતું? કદિ તે શાસ્ત્રાર્થને “ જાણનારો હોય તથાપિ ઇદ્ધિને વશ થવાની બાળકની પેઠે ચેષ્ટા કરે છે. આ કરતાં વધારે “તે ઇદ્રિનું લજજાવાળું સ્થાનક કયું બતાવીએ કે જેના વડે ભરતરાજાએ પણ બાહુબળ જેવા
બંધુ ઉપર ચક્ર મૂક્યું? બાહુબળીને જય અને ભારતને પરાજય એ જયપરાજયને વિષે “પણ સર્વ ઇઢિયેનું ચેષ્ટિતજ છે. ચરમ ભાવમાં રહેલા પુરૂષ પણ જેના વડે શશી “યુદ્ધ કરે છે. તેવા ઇદ્રિયેના દુરંત મહિમાથી લજજાવા જેવું છે. કદિ પ્રચંડ ચરિત્રવાળી “ઇદ્રિથી પશુઓ અને સામાન્ય મનુષ્ય દંડાય પણ જે મહિને શાંત કરનારા અને પૂર્વવેત્તા હોય છે તેઓ પણ દંડાય છે, તે અતિ અદ્દભુત વાર્તા છે. ઇદ્વિએ જીતી લીધેલા દેવ, દાનવ, મનુષ્ય અને તપસ્વીઓ પણ નિંદિત કર્મ કરે છે, તે કેવી ખેદની વાત છે! ઇદ્ધિને વશ થયેલા પ્રાણીઓ અખાદ્ય “વસ્તુ ખાય છે, અપેય વસ્તુ પીવે છે અને અગમ્ય સાથે ગમન કરે છે. નિર્દય ઈદ્રિયોથી હણાઈ ગયેલા પ્રાણીઓ કુળશીલથી રહિત થઈ વેશ્યાઓના પણ નીચ કામ અને દાસત્વ કરે છે. મેહાંધ મનવાળા પુરૂષોની પરદ્રવ્ય અને પરસ્ત્રીમાં જે પ્રવૃત્તિ થાય છે તે “જાગ્રત ઇંદ્રિયોનેજ વિલાસ છે. જે ઇંદ્ધિના
૧. દમન કર્યા વિનાના. ૨. ઉપશાંત મોહ નામના અગિયારમે ગુણસ્થાનકે પહેચેલા. ૩. ચૌદ પૂર્વનાં રાનવાલા. ૪. બાવીશ અભક્ષ્મ બત્રીશ અનંતકાયાદિ. ૫. મદિરાદિ, ૬. માતા, બેન, ગુરની સ્ત્રી, શેઠાણી, વતીની વિગેરે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org