________________
૨૮૮] શાંતિનાથ પ્રભુની દેશના
[ પર્વ ૫ મું વશપણને લીધે હાથ, પગ અને ઇન્દ્રિયનો છેદ તેમજ મરણ પણ થાય છે તે ઈદ્રિની વાતજ શી કરવી? જેઓ પિતે ઇંદ્રિયેથી જીતાઈ ગયેલા છે અને બીજાને વિનયનું ગ્રહણ કરાવે છે તેવા પુરૂને જોઈ વિવેકી પુરૂષ હાથવડે મુખ ઢાંકીને હસે છે. શ્રી વીતરાગ પ્રભુ ઇંદ્રથી માંડીને એક કીડા સુધી સર્વ જંતુઓ ઇક્રિએથી જીતાઈ ગયેલાજ છે. હાથીણીના સ્પર્શથી ઉપજતા સુખને આસ્વાદન કરવાની ઈચ્છાથી સુંઢને પ્રસારતો હસ્તી તત્કાળ આલાન (ખીલ) બંધનરૂપ કલેશમાં આવી પડે છે. અગાધ જળમાં વિચરનાર મીન ગળગતમાંસને ગળતાં ઢીમરના હાથમાં દીનપણે આવી જાય છે. રત્ત માતંગના ગંડસ્થળ ઉપર ગંધને લેભે ભમતે ભમરો કર્ણ તાલના આઘાતવડે તત્કાળ મૃત્યુ પામી જાય છે. સુવર્ણના છેદ જેવી દીપશિખાના દર્શનથી મોહિત “થયેલે પતંગ સહસા દીપમાં પડીને મરણ પામે છે. મને હર ગીતને સાંભળવામાં ઉત્સુક એવા હરિણા કાન સુધી ધનુષ્યને ખેંચીને રહેલા શીકારીના વેધ્ય થઈ પડે છે. એવી રીતે એક એક વિષય સેવવાથી પંચત્વ પમાય છે તો એક સાથે પાંચ વિષ સેવવાથી કેમ પંચત્વ ન પમાય? તે માટે મહામતિ પુરૂષે મન શુદ્ધિવડે ઇંદ્રિયને જય કર, કેમકે તેના વિના યમનિયમથી કાયાને કલેશ પમાડે તે વૃથા છે. જે ઇદ્રિના ગ્રામને જીતતું નથી તે દુઃખે પ્રતિબંધ પામી શકે છે, માટે સર્વ દુઃખમાંથી મુક્ત થવાને ઈદ્રિયને જય કરે ઇન્દ્રિયની સર્વથા પ્રવૃત્તિ કરવી નહીં તેથી કાંઈ તેને વિજય થતું નથી, પણ તેના વડે ઉપજતા રાગદ્વેષથી મુક્ત થવું. જેથી તેની પ્રવૃત્તિ પણ તેના જયરૂપ થાય છે. પછી તે ઇદ્રિના વિષય તેની પાસે રહ્યા હોય તો પણ ઇદ્રિથી સ્પર્શ કરવાને અશક્ય થાય છે, માટે બુદ્ધિમાન પુરૂષે તેમાં જે રાગદ્વેષ ઉપજે છે તેને તજી દેવા. સદા સંયમી ગીઓની ઇન્દ્રિયે હણાયેલી જ હોય છે, તેથી તેઓના નિહિત અર્થ હણાયેલા હતા નથી અને અહિતકારી વસ્તુઓ હણાયેલ હોય છે. જીતેલી ઇદ્ધિ મેક્ષને માટે થાય છે અને નહીં જીતેલી સંસારને માટે થાય છે, માટે તેમાં જે તફાવત છે તેને સમજીને જે ગ્ય લાગે તે કરવું. રૂ વિગેરેના કોમળ સ્પર્શમાં અને પાષાણુ વિગેરેના કઠેર સ્પર્શમાં જે પ્રીતિ અને અપ્રીતિ થાય છે તે મિથ્યા છે, એવું ધારી તેને ત્યાગ કરવાવડે સ્પર્શ ઈદ્રિયને જય કરે. ભઠ્ય પદાર્થોના સ્વાદિષ્ટ રસમાં અને કટુ રસમાં પ્રીતિ ને અપ્રીતિ બંનેને તજીને જવા ઇંદ્રિયને જીતી લેવી, સુગંધ અને દુર્ગધ ધ્રાણેન્દ્રિયમાં પ્રાપ્ત થતાં તેને વસ્તુ પરિણામરૂપ વિચારીને ઘાણ ઇંદ્રિયને જય કરે. મનહર કે નઠારૂં રૂપ જોઈને તેનાવડે ઉપજતા હર્ષ અને જુગુપ્સાને “ત્યાગ કરી ચક્ષુ ઇંદ્રિયને જીતી લેવી. વણાદિકના શ્રાવ્ય-મધુર સ્વરમાં અને ગધેડા વિગેરેના “ દુઃશ્રાવ્ય સ્વરમાં રતિ અને જુગુપ્સાને જીતવાથી શ્રોત્રંદ્રિયને જય થાય. કેઈપણ સારે કે “નઠારે એ વિષય નથી કે જે ઇદ્રિએ અનેક વખત ભેગા ન હોય, તે શા માટે
૧. માછીઓએ જાળમાં લોઢાના કાંટા પર લગાડેલ માંસ.
૨. મરણ.
૩. હિતકારક અર્થ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org