________________
૨૮૬] પ્રભુની ઇ કરેલ સ્તુતિ
[ પર્વ ૫ મું જાણીને ઇંદ્રાદિક દેવતાઓ પ્રભુએ પવિત્ર કરેલા તે પ્રદેશનાં આવ્યા. સાવરણીના ધરનારા હેય તેમ દેવતાઓએ સંવર્તક પવન વિકુવીને એક જન સુધી કાછ તૃણાદિક તથા રજને દૂર કરી નાખી. પછી ૨જને શમાવવાને પ્રથમ ગંધદકની અને પછી પંચવણી દિવ્ય પુની જાનુ સુધી વૃષ્ટિ કરી. પછી સુવર્ણશિલાઓથી તે ભૂમિને સીધેસીધ મેળવીને બાંધી લીધી અને પૂર્વાદિ ચારે દિશાઓમાં રમણિક તારણે બાંધ્યાં. મધ્યમાં મણિમય પીઠ કરી ચાર ગોપુર વડે સુંદર એવા રૂખ, સુવર્ણ અને રત્નના ત્રણ પ્રકાર વિકુબ્ધ. તેની ઉપર
નવકની મધ્યમાં ચારસો ને એંશી ધનુષ્ય ઊંચું એક ચૈત્યવૃક્ષ કર્યું. તેની નીચે દેવતાઓએ અનુપમ દેવછંદ રચે. તેની ઉપર પૂર્વાદિ ચારે દિશાની સન્મુખ ચાર રત્નમય સિંહાસન રચ્યાં. ચેત્રીશ અતિશથી પ્રકાશિત ભગવંત શાંતિનાથે પૂર્વ ધારથી સમવસરણમાં પ્રવેશ કર્યો અને ચૈત્ય વૃક્ષને પ્રદક્ષિણા કરી “તીર્થ નમઃ' એમ કહ્યું. પરંપરાથી અહં તેની એ સ્થિતિ છે. પછી પ્રભુ પૂર્વ સિંહાસન ઉપર પૂર્વાભિમુખે બેઠા; એટલે બીજી ત્રણ દિશાઓમાં દેવતાઓએ તેમના ત્રણ પ્રતિબિંબ વિકુવ્વ. પછી શ્રી ચતુર્વિધ સંઘ યથાયોગ્ય દ્વારે પ્રવેશ કરીને પ્રભુના મુખ સામું જોતો ગ્ય સ્થાનકે બેઠે. પરસ્પર વિરોધી એવા તિર્ય મધ્યવપ્રમાં આવીને બેઠા, અને નિચલા પ્રાકારમાં બધાં વાહનો રાખવામાં આવ્યાં.
તે સમયે સહસ્સામ્રવનના ઉદ્યાનપાલકોએ હર્ષથી પ્રકુટિલત લચને નગરમાં આવી ચક્રાયુધ રાજાને ખબર આપ્યા કે “મહારાજા! આપ હમણું સારે ભાગ્યે વૃદ્ધિ પામે છે; કેમકે આ૫ણુ સહસ્ત્રામ્રવનમાં સ્થિતિ કરી રહેલા શ્રી શાંતિનાથ પ્રભુને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું છે.” આ પ્રમાણે સાંભળી ચક્રાયુધ હર્ષ પામ્યો. તત્કાળ તેમને પારિતોષિક આપી પ્રભુની પાસે આવ્યું. અને પ્રભુને પ્રદક્ષિણાપૂર્વક પ્રણામ કરી વિનયથી ઈંદ્રની પછવાડે બેઠે. પછી ફરીવાર પ્રભુને નમી ચક્રાયુધ અને ઇંદ્ર બંને હર્ષથી ગદ્ગદ્ એવી ગિરાવડે આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યા.
“હે જગત્પતિ! દિનના ઉત્સવને કરનાર જ્ઞાનસૂર્યરૂપે તમારા ઉદયથી આજે “જગતને કલ્યાણદશામાં પ્રવેશ થયે છે. હે જગદ્ગુરૂ! અમારી જેવાને પૂર્વ પુણ્યના
ગથીજ કલ્યાણપ્રાપ્તિના ચિંતામણિરૂપ તમારા કલ્યાણકના ઉત્સવો પ્રાપ્ત થાય છે. હે “જગન્નાથ! તમારા દર્શનરૂપ જળના તરંગો સર્વ પ્રાણીઓના કષાયાદિ મળથી ભરેલા મનને “ધઈ નાખે છે. કમને છેદવાને મોટો યત્ન કરી તમે જે પૂર્વે તીર્થંકરનામકર્મ ઉપાર્જન કર્યું “તેજ તમારૂં નિઃસ્વાર્થ પોપકારીપણું છે. આ જગતમાં ઘેર સંસારથી ભય પામેલા “પ્રાણુઓને તમારૂં આ સમવસરણ મોટા કિલ્લાની પેઠે શરણરૂપ છે. હે પ્રભુ! તમે સર્વ
૧. દરવાજ. ૨. ગઢ. ૩. શ્રી સંધમાં સમગ્ગદષ્ટિ દેવીદેવતાઓને સમાવેશ શ્રાવક શ્રાવિકામાં થાય છે. ૪. દિવસ, બીજે પક્ષે સંસાર દુ:ખમાં દબાયેલા દીન એવા સંસારી જને.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org