SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૪] અચિરાદેવીએ જેએલ ચૌદ મહા સ્વપ્ન [ પ પ મુ ૩૫ જતાં દેવતાની સ્ત્રીઓ તેના નિર્માણના બહિત પરમાણુઓથી રચેલી હોય તેવી દેખાતી હતી. એ જગદ્ધઘા સાધવી પ્રવાહ વડે ગંગાની જેમ ચરણન્યાસથી પૃથ્વીને પવિત્ર કરતી ફરતી હતી. તે કુલીન રમણી લજજાથી ગ્રીવાને નમાવીને “આ પૃથ્વી મારા પતિને પાલનીય છે' એવી પ્રીતિથીજ હોય તેમ પૃથ્વીપરજ દ્રષ્ટિ રાખતી હતી. જેમ સૌમનસ વનની પુષ્પવાટિકામાં પુષ્પોની જાતિ ખીલી રહે, તેમ તેનામાં ત્રીજાતિ સર્વે ગુણ ઉજવળતાથી ખીલી રહ્યા હતા. એવી રીતે સદા સામ્રાજ્યસુખમાં લીન એવા રાજા વિશ્વસેન અને અચિરા દેવીને કેટલેક કાળ ઇંદ્ર અને ઇંદ્રાણીની જેમ વ્યતીત થયા. તે સમયે અનુત્તર વિમાનમાં મુખ્ય સર્વાર્થસિદ્ધિ નામના વિમાનમાં મેઘરથને જીવે સુખમગ્નપણે પિતાનું આયુષ્ય પૂર્ણ કર્યું. ત્યાંથી ચવીને ભાદ્રપદ માસની કૃષ્ણ સપ્તમીએ ચંદ્ર ભરણી નક્ષત્રમાં આવતાં તે અચિરાદેવીની કુક્ષિમાં અવતર્યા. તે વખતે સુખે સુતેલા દેવીએ રાત્રીના શેષભાગે અનુક્રમે મુખમાં પ્રવેશ કરતાં ચૌદ મહા સ્વપ્ન જોયાં. પ્રથમ સ્વને ઝરતા મદજળના સુગંધથી મત્ત થયેલા ભ્રમરાઓના શબ્દવડે જાણે મુખપ્રવેશની આજ્ઞા માગતું હોય તે ગજેંદ્ર અવેલેક. બીજે સ્વને કૈલાસ પર્વતને છુટા પડેલ એક મેટે શિલાભાગ હોય તે નિર્મળ અને શરીરની કાંતિથી પુંડરીકગિરિની ઉત્કૃષ્ટ સમૃદ્ધિને લુંટનારો વૃષભ જોયે. ત્રીજે સ્વને ઉંચા નાળવાળી કળિયુક્ત રાતા કમળ જેવા ઉંચા પુછવડે ભતે કેશરીસિંહ દીઠે. એથે સ્વપ્ન બંને બાજુ બે હાથી જેને અભિષેક કરી રહ્યા છે એવા દિવ્યરૂપવાળા મહાલક્ષ્મી જાણે પિતાનું બીજુ રૂપ હોય તેવા જોયા. પાંચમે સ્વપ્ન આકાશલકમીના આભૂષણ જેવી, જુરહિત ધનુષ્ય સમાન પંચવણી દિવ્ય પુથી ગુંથેલી વિસ્તારવાળી માળા અવલેકી. છ સ્વપ્ન અખંડ આકાશમંડળમાં ઉદ્યોત કરતા પૂર્ણિમાને ચંદ્ર જાણે દિશાઓનું નિર્મળ રૂપાનું દર્પણ હોય તે દીઠો. સાતમે સવને રાત્રી છતાં દિવસની શોભા બતાવતે કિરણરૂપ અંકુરના ઉદ્દભવમાં કંદરૂ૫ સૂર્ય જે. આઠમે સ્વને નતંકીઓ રૂપ પતાકાઓના નૃત્યમંદિર જેવો અને દ્રષ્ટિના વિશ્રામગૃહ જે મહાવજ જોવામાં આવ્યું. નવમે સ્વપ્ન જાણે લક્ષ્મીને રહેવાનું સ્થાન હોય તેવા અને સુંગધી વિકસિત કમળવડે ઢાંકેલા મુખવાળો વિશાળ પૂર્ણકુંભ દીઠે, દશમે સ્વપ્ન જાણે બીજા પવહુદ હેય તેવું વિકસિત સુંગધી કમળોથી મનહર જળપૂર્ણ સરેવર જોયું; અગ્યારમે સ્વપ્ન આકાશની અન્નમાળાને આલિંગન કરવા ઇચ્છિત હોય તેમ તરંગરૂપ કરને ઉછાળતે અપાર સાગર અવલે. બારમે સ્વપ્ન આકાશમાં રહેલે મહેલ હોય તેવું વિચિત્ર રત્નમય કળશવાળું અને પતાકાભારથી શેભિત અપ્રતિમ વિમાન જોયું. તેરમે સ્વપ્ને પ્રકાશમય કિરણેથી આકાશને લિંપતે હેય તે અને સૂર્યાદિ તિષીને બનાવવાના પુદ્ગલેને જાણે સમૂહ હેાય તે રત્નપુંજ જોવામાં આવ્યું. ચૌદમે વને જાણે ઘણી જિહુવા હોય તેવી આકાશને ચાટતી વાળાએથી અંધકારના પુરને ગ્રાસ કરતે નિધૂમ અગ્નિ જે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001011
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy