________________
સર્ગ ૫ મો] પ્રભુને જન્મ અને દિકુમારીઓનું આગમન
[૨૭૫ આ પ્રમાણે ચૌદ મહા સ્વપ્ન જોઈને અચિરાદેવીએ જાગ્રત થઈ શપ્યામાંથી ઉઠી વિશ્વસેના રાજાને તે કહ્યાં. તે સાંભળી રાજાએ કહ્યું-“હે મહાદેવી! આ સ્વપ્નથી લેકોત્તર ગુણવાળે અને ત્રણ લેકનું રક્ષણ કરવામાં તત્પર એવો તમારે પુત્ર થશે. પ્રાતઃકાળે નિમિતિયાઓને બોલાવીને પૂછતાં તેઓએ કહ્યું કે “આ સ્વપ્નાથી તમારે ચકી અથવા ધર્મચકી (તીર્થંકર) પુત્ર થશે.” રાજાએ તે સ્વપ્નાર્થ જાણનારા નિમિત્તિયાઓને સત્કાર કરીને વિદાય કર્યા. તે દિવસથી દેવીએ રત્નગર્ભાની જેમ ગર્ભ રત્નને ધારણ કર્યો. તે સમયમાં પ્રથમથી કુરૂદેશમાં ઉદ્વેગ અને મહામારી વિગેરે અનેક અશિવ ઉત્પાત પ્રવર્તતા હતા, તેઓની શાંતિને માટે ઉપાય જાણનારા લેકે એ અનેક ઉપાયે કર્યા, તથાપિ જળવડે વડવાનળની જેમ તે જરાપણ શાંત થયા નહતા; પણ જ્યારે ભગવંત અચિરાદેવીના ઉદરમાં ગર્ભરૂપે આવ્યા, તે વખતથીજ તે સર્વ અશિવકારી ઉત્પાત શમી ગયા. અહંત પ્રભુને પ્રભાવ નિરવધિ છે.
પછી નવ માસ અને સાડા સાત દિવસ જતાં ચેઠ માસની કૃષ્ણ ત્રયોદશીને દિવસે ચંદ્ર ભરણી નક્ષત્રમાં આવ્યો હતો અને સર્વ ગ્રહ ઉચ્ચ સ્થાને રહ્યા હતા તે સમયે 'મૃગાંક ને પૂર્વ દિશા પ્રસવે તેમ અચિરાદેવીએ મૃગના અંકવાળા કનકવણું એક કુમારને જન્મ આપે. તે સમયે ત્રણ જગતમાં ઉદ્યોત થઈ રહ્યો, ક્ષણવાર નારકી જાને પણ અપૂર્વ સુખ થયું, અને દિકકુમારીઓનાં આસન કંપાયમાન થયાં, એટલે તેઓ અવધિજ્ઞાનથી પ્રભુને જન્મ થયે જાણીને હર્ષ પામી. પ્રથમ અકથી આઠ દિકકુમારીએ વિશ્વસેન રાજાના મંદિરમાં આવી અને વિધિથી પ્રભુને અને તેમની માતાને પ્રણામ કર્યો. અચિરાદેવીને તેમણે પોતાને આત્મા એાળખાવી “તમે બશે નહીં” એમ કહ્યું, અને સંવર્તાક પવન વિકુવીને એક જન પર્યત પૃથ્વીની રજ દૂર કરી. પછી પ્રભુથી અને માતાથી અતિ દૂર નહીં તેમ અતિ નજીક નહીં તેવી રીતે રહીને ગાયન કરનારીઓની જેમ પ્રભુના ગુણ ગાવા લાગી. ઉદર્વકમાંથી આઠ દિકુમારીએ આવી. તેઓ વિધિપૂર્વક પૂર્વવત્ સર્વ કર્યા પછી મેઘ વિકુવીને જન પર્યત પૃથ્વી પર જળ સિંચન કરી પ્રભુના ગુણ ગાતી ઊભી રહી. પૂર્વ રૂચકથકી હાથમાં દર્પણ લઈ આઠ દિકકુમારીઓ આવી; તેઓ પ્રભુને અને માતાને પ્રણામ કરી પ્રભુના ગુણગાન કરતી પૂર્વ દિશામાં ઊભી રહી. દક્ષિણ રૂચકથી હાથમાં ઝારીઓ લઈ આઠ દિકુમારીઓ આવી, અને પ્રભુને તથા માતાને નમી પ્રભુના ગુણ ગાતી દક્ષિણ દિશામાં ઊભી રહી. પશ્ચિમ રૂચકમાંથી હાથમાં પંખા લઈ આઠ દિકુમારીઓ આવી, તેઓ પ્રભુને અને અચિરાદેવીને નમી પ્રભુના ગુણ ગાતી પશ્ચિમ દિશામાં ઊભી રહી. ઉત્તર રૂચકથી હાથમાં ચામર લઈને આઠ દિકુમારીઓ આવી, તેઓ પૂર્વવત્ પ્રણામ કરી પ્રભુના ગુણ ગાતી ઉત્તર દિશામાં ઊભી રહી. ચાર વિદિશાઓના રૂચક ગિરિથી ચાર દિકુમારીએ હાથમાં દીપક લઈને આવી, અને પૂર્વની પેઠે પ્રણામ કરી પ્રભુના ગુણ ગાતી વિદિશાઓમાં ઊભી રહી. રૂચક દ્વીપમાંથી
૧. ચંદ્ર. ૨. ચિહ્ન (લંછન)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org