SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ ૫ મે. આ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં અદ્ધિવાન કુરૂદેશને વિષે હસ્તીનાપુર નામે નગર છે. તે નગરમાં આવેલા મહેલને માથે રહેલા કનકકુંભ નવા ઉત્પન્ન થયેલા સ્થળકમળના વનની શોભાને ધારણ કરે છે. ત્યાં આસપાસ વલયાકારે રહેલી વાપિકાઓ તેના સ્વચ્છ અને નિર્મળ જળમાં કિલ્લાનું પ્રતિબિંબ પડવાને લીધે જાણે નગરના કિલ્લાનું દર્પણ હોય તેવી શોભે છે. ઉદ્યાનેમાં વહેતી નિકને કાંઠે કાંઠે રહેલા સ્નિગ્ધ ક્રમ જળ લેવાને ઉતરેલા મેઘ હોય તેવા જણાય છે. ધનાઢ્યોનાં મંદિરની રવમય ભીંતમાં રાત્રીએ પ્રતિબિંબરૂપે પડેલા ચંદ્રને મારે દધિપિંડ ધારીને ચાટવા કરે છે. જિનચૈત્યમાં બળતી અગરૂધૂપની લતાએ (ધૂમ્રશિખાઓ) ખેચરીઓને યત્ન વગર પટવાસની શેભાને આપે છે. ચૌટામાં દુકાનની શ્રેણીમાં લટકતી રત્નની માળાઓથી જાણે રત્નાકરથી રત્નસર્વસ્વ અહીં આણેલું હોય તેમ દેખાય છે. પવનથી હાલતી ચૈત્યની વજાઓની પૃથ્વી પર પડતી ચપળ છાયા જાણે ધર્મનિધાનની રક્ષા કરનારા સર્પો હોય તેવી જાય છે, અને જેની ભૂમિ ઇંદ્રનીલ મણિએથી જડેલી છે એવા નિર્વાસ જળપૂર્ણ કીડાવાપિકાની જેવા દેખાય છે. તે નગરીમાં ઈફવાકુવંશરૂપ સાગરમાં ચંદ્રરૂપ હેવાથી નેત્રને ઉત્સવ આપનાર અને કીત્તિરૂપ ચંદ્રિકાથી જગતનું પ્રક્ષાલન કરનાર વિશ્વસેન નામે રાજા હતા. તે રાજા શરય જનને વજમંદિર જે, યાચકોને કલ્પવૃક્ષ જેવો અને લક્ષમી તથા સરસ્વતીને મિત્રતાની સંકેતભૂમિ જે હતે. જાણે બીજો સમુદ્ર હેય તે તેને યશરાશિ નદીઓની જેમ શત્રુઓની કીર્તિને ગળી જતું હતું. પ્રભાવથી શત્રુઓને સાધનારા તે રાજાનાં નિધાનરૂપે કરેલા વિરની જેમ વગર વપરાયે પડ્યા રહેતાં હતાં. જાણે બંનેમાં સરખી રીતે વર્તતે હોય તેમ તે યુદ્ધ કરનારના ગળા ઉપર ચરણ અને શરણાથીના પૃષ્ટ ભાગ ઉપર હાથ મૂકતે હતે. તેણે રણાંગણમાં મ્યાનમાંથી ખેંચેલી તરવાર વેચ્છાએ આવેલી વિજયલક્ષમી સહિત પાછી કાશમાં દાખલ થતી હતી. તેને ન્યાય બંધુ હતું, કીર્તિ પ્રિયા હતી, નિર્મળ ગુણે સુહુદ મિત્રો હતા અને પ્રતાપ દિલરૂપ હતે, ઈત્યાદિક સર્વ પરિવાર તેના અંગમાંથીજ ઉત્પન્ન થયેલે હતે. ઉન્નતિને પામેલા અને જગતને આનંદ આપનારા તે રાજાએ મેઘને વિદ્યુતની જેમ અશિશ નામે એક પત્ની હતી. જેવી રીતે તે દેવી સર્વ બ્રીજનમાં શિરોમણિ હતી, તેવી રીતે તેના વિનયાદિક ગુણેમાં શીલ પણ શિરોમણિ હતું. તે શ્રેષ્ઠ સતી હૃદય બહાર જેમ મુક્તાહાર હેય તેમ અહર્નિશ તેના પતિના હૃદયના અંતરંગ આભૂષણરૂપ હતી. તેનું B - 35 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001011
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy