________________
સર્ગ ૪] ઈંદ્રાણીઓએ ધ્યાનસ્થ મેઘરથની કરેલી પરીક્ષા
[ ૨૭૧ માનવ લેકમાં સરસીમાં કમળની જેમ પુંડરીકિ નગરી વિષે ઘનાથ તીર્થકરના પુત્ર મેઘરથ નામે રાજા અષ્ટમ તપ કરી શુદ્ધ ધ્યાનમાં લીન થઈ મહા પ્રતિમા ધારણ કરીને રહેલા છે. તેઓ આ ભરતક્ષેત્રના આભૂષણરૂપ તીર્થકર થવાના છે, તેથી તેમને દેખીને મેં અહીં બેઠા બેઠા તેમને નમસ્કાર કરે છે. એ ધીર મહાત્માને આ ધ્યાનમાંથી ચળિત કરવાને ઇંદ્ર સહિત સુરાસુરના સમૂહ પણ સમર્થ નથી, તે મનુષ્ય કેણ માત્ર છે?” તે સાંભળી ઈશાનેંદ્રની સુરૂપા અને અતિરૂપા નામે બે મુખ્ય ઇંદ્રાણુએ તે પ્રશંસા સહન ન થવાથી મેઘરથ રાજાને ક્ષોભ કરવાને માટે તેમની પાસે આવી. તેમણે પ્રથમ લાવણ્યજળની સરિતા જેવી અને જગતને જીતનાર કામદેવના જંગમ કિલ્લા જેવી તેમજ વિજય કરનાર અસ્ત્ર જેવી કેટલીક યુવતીઓને વિમુવી. પછી કામદેવને ઉત્પન્ન કરનાર જીવનૌષધિરૂપ વિવિધ વિકારોથી અનુકૂળ ઉપસર્ગો કરવા માંડ્યા. કઈ રમણ મિથ્યા છેડી નાખેલા કેશપાશને બાંધવાના મિષથી કામદેવના સ્થાનરૂપ ભુજામૂળ બતાવવા લાગી. કેઈ અધેવસ્ત્ર શિથિલ કરી ગલેફમાંથી કાઢેલું દર્પણ હોય તેવું જઘન દેખાડવા લાગી. કેઈ સખીજનને બોલાવવાના બહાનાથી વારંવાર કામદેવના અસ્ત્રને ઉગામ્યા જેવી ભૂલતાને ઉક્ષેપ કરવા લાગી. કેઈ બાળા અનુરાગિણી થઈ ગાંધારગ્રામ સાથે મુખદ્રષ્ટિના વિકાર કરી કામદેવના વૃત્તાંતને મધુરાલાપે ગાવા લાગી. કોઈ લીલાવતી સુંદરી વારંવાર અનુભવ કરેલી સંભેગક્રીડાને વખાણતી કામશાસ્ત્રની કથાનો આલાપ કરવા લાગી. કેઈ કામિની પિત્તાદિક પ્રકૃતિઓને યેગ્ય એવા રતિ સંબંધી સાધને ધાતુરસથી આળેખાવા લાગી. કેઈ વારંવાર આલાપ, કેઈ કરસ્પર્શ, કેઈ દ્રષ્ટિપ્રસાદ અને કેઈ આલિંગન યાચના લાગી. તે સિવાય બીજા વિવિધ કલાકલા૫ તેઓ પ્રકાશ કરવા લાગી. એવી રીતે તે દેવીઓએ રાજાની તરફ રાત્રીથી માંડીને પ્રાતઃકાળ સુધી વિકૃતિઓ કરી, પણ તે વજા ઉપર ટાંકણુના પ્રહારની જેમ રાજા ઉપર નિષ્ફળ થઈ પડી. પછી દેવીઓએ સર્વ વિકૃતિઓ સંહરી લીધી, અને મેઘરથને ખમાવી નમસ્કાર કરી પશ્ચાત્તાપ કરતી તે ઈશાનંદ્રની બે ઈંદ્રાણીએ પિતાને સ્થાનકે ગઈ
પ્રાત:કાળે રાજા મેઘરથે પ્રસન્ન થઈ પ્રતિમા પારી પિસહ પણ પાર્યો. અને રાત્રીનું વૃત્તાંત સંભારી પરમ સંવેગને પ્રાપ્ત થયું. પ્રિયમિત્રા દેવી પણ પિતાના પ્રિયને તેવા સંવેગી ઈ સંવેગને પામી. સતી સ્ત્રીઓ પતિના માર્ગને જ અનુસરે છે. એકદા અહંત શ્રી ઘનરથ પ્રભુ વિહાર કરતાં કરતાં ત્યાં આવીને પૂર્વોત્તર (ઈશાની દિશામાં સમવસર્યા. સેવકોએ આવી રાજાને પ્રભુનું આગમન જણાવ્યું. તેમને રિષિક આપી મેઘરથ રાજા દ્રઢરથ સહિત પ્રભુ પાસે આવ્યા. એક યોજન સુધી પ્રસરતી સગ્રામરાગી સર્વભાષાનુસારી વાણીવડે પ્રભુએ દેશના આપી. દેશનાને અંતે રાજા પ્રભુને નમસ્કાર કરીને બે-“હે નાથ! વિશ્વનું રક્ષણ કરવાને ઉક્ત થયા છે, તે મારું પણ રક્ષણ કરે. હે જગત્પતિ! તમે
૧. સંતેષ પામે તેટલું દાન. ૨. ગ્રામ-રાગ સહિત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org