SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૦] બાજ પક્ષી ને પારાવત પક્ષીને પૂર્વભવ [ પ પ મું ઉત્પન્ન થઈ પૂર્વ જન્મના વિરથી આ ભવમાં પણ પરસ્પર વૈર ધારણ કરે છે. હવે દેવતાને પૂર્વભવ સાંભળો આ જંબુદ્વીપમાં પૂર્વ વિદેહના આભૂષણ તુલ્ય સીતાનદીને દક્ષિણ તીરે રમણીય નામે વિજય છે. તેને વિષે શુભા (સુભળા) નામે નગરી છે. તેમાં સ્તિમિતસાગર નામે રાજા હતો. આજથી પાંચમે ભવે તેને અપરાજિત નામે હું પુત્ર થયે હતા. તે વખતે હું બળદેવ હતો અને જે આ દ્રઢરથે છે તે મારે અનુજ બંધુ અનંતવીર્ય નામે વાસુદેવ હતો. તે સમયમાં મહાભુજ દમિતારિ નામે પ્રતિવાસુદેવ હતા, તેને કનકશ્રી કન્યાને માટે અમે એ યુદ્ધમાં મારી નાખ્યો હતો. તે સંસારરૂપ અરણ્યમાં ભમી જબૂદ્વીપના ભરતક્ષેત્રમાં આવેલા અષ્ટાપદગિરિના મૂળમાં નિકૃતિ નામની સરિતાને કાંઠે સેમપ્રભ નામના તાપસને પુત્ર થયે. વયે વધતાં બાલ તપ આચરીને તે સુરૂપ નામે દેવતા થયા. તે દેવ જ્યારે ઈશાને મારી પ્રશંસા કરી ત્યારે નહીં સહન થવાથી અહીં આવ્યું, અને આ પક્ષીઓમાં અધિષિત થઈને તેણે મારી પરીક્ષા કરી.” રાજાનાં આવાં વચન સાંભળી તે બાજ અને કપાતને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. તરતજ તે બંને પક્ષી પૃથ્વી ઉપર મૂછ ખાઈને પડડ્યા. રાજાના સેવકેએ પંખાથી પવન નાખ્યો અને જળ છાંટયું, એટલે તેઓ સુઈને ઉઠયા હોય તેમ સંજ્ઞા પામ્યા. પછી તેઓ પિતાની ભાષામાં બેલ્યા–“હે સ્વામી! તમે અમોને સારો બોધ આપે. અમોને પૂર્વ જન્મનું દુષ્કૃત આવી અધમ ચેનિનું કારણભૂત થઈ પડેલું છે. હે નાથ! તે વખતે અતિ લેભથી પરાભવ પામેલા અમે એ યુદ્ધ કરીને કેવળ રત્ન ગુમાવ્યું નથી પણ અમૂલ્ય મનુષ્યજન્મ પણ ગુમાવ્યા છે. અત્યારે પણ અમારે તે નાટકીપણાને જન્મ નજીક પ્રાપ્ત થયેલ હતો પણ તમે કુવામાં પડતા અંધની જેમ અમને નર્કમાં પડતાં બચાવ્યા છે. હે સ્વામી! હવે ઉન્માર્ગથી અમારી રક્ષા કરો અને સન્માર્ગને બતાવે કે જેથી અમને શુભ સ્થાન પ્રાપ્ત થાય.” અવધિજ્ઞાનરૂપ તરંગના સમુદ્ર મેઘરથ રાજાએ તેમની ચેગ્યતા વિચારીને યથાકાળે પ્રાપ્ત થયેલ અનશન અંગીકાર કરવાની આજ્ઞા કરી. તે જ પ્રમાણે અનશન અંગીકાર કરી શુભ ચિત્તવાળા તેઓ મૃત્યુ પામીને ભુવનવાસી દેવતાઓમાં દેવપણે ઉત્પન્ન થયા. પછી રાજા મેઘરથ પિસહ મારી જાણે મૂર્તિમાન્ ન્યાય હોય તેમ પૃથ્વીનું યથાયોગ્ય રીતે પાલન કરવા લાગ્યા. અન્યદા કપાત અને બાજપક્ષીનું વૃત્તાંત સમરણ કરતાં રાજા સમતારૂપ વૃક્ષના બીજભૂત પરમ વૈરાગ્યને પ્રાપ્ત થયા, એટલે અષ્ટમ તપ કરી ઉપસર્ગ અને પરિષહેને સહન કરવાને શિવની પેઠે સર્વાગે નિશ્ચળ થઈ કાર્યોત્સર્ગમાં સ્થિત થયા. તે સમયે ઈશાને અંતઃપુરમાં બેઠા બેઠા “નમો માવતે તુ” એમ બેલીને તેમને નમસ્કાર કર્યો. તે સમયે તેની ઈંદ્રાણીઓએ પૂછ્યું કે “હે સ્વામી! તમે સર્વ જગતને નમવા ગ્ય છે, તે છતાં અત્યારે અતિ ભક્તિથી કેને નમસ્કાર કર્યો?” ઈશાનંદ્ર બોલ્યા- “અહો દેવીઓ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001011
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy