________________
સર્ગ ૩ જે. ઝઝઝઝઝઝઝઝઝ આ જબૂદ્વીપના પૂર્વ મહાવિદેહમાં સીતા નદીને દક્ષિણતીરે મંગલાવતી નામે વિજય છે. તેમાં વિસ્તારવાળી રત્નસંચયા નામે નગરી છે. તે નગરીમાં અનેક રત્નને સંચય હેવાથી તે રત્નાકરની સ્ત્રી હોય તેવી લાગે છે. તેને વિષે લક્ષમીને રોગક્ષેમ કરનાર અને પવનની જે બળવાન ક્ષેમકર નામે રાજા હતા. પુષ્પમાળા જેવી કે મળ અને રત્નમાળા જેવી નિર્મળ રત્નમાળા નામે તેને એક રાણી હતી. અપરાજિતને જીવ જે અય્યતેન્દ્ર થયે હતે તે અશ્રુત દેવલેકમાંથી ચ્યવી છીપમાં મોતીની જેમ રત્નમાળાની કુક્ષિમાં ઉત્પન્ન થયે. તે વખતે સુખે સુતેલી મહાદેવીએ રાત્રીના શેષ ભાગમાં ચૌદ મહા સ્વપ્ન અને પંદરમું વજ અવલેહ્યું. તત્કાળ જાગ્રત થઈ તે વૃત્તાંત તેમણે પતિ આગળ કહ્યએટલે રાજા શ્રેમ કરે કહ્યું કે “તમારે ઇદ્ર જે વીર ચક્રવતી પુત્ર થશે.” ગર્ભ સમય પૂર્ણ થતાં છઠ્ઠા લેકપાળની જેવા લકત્તર પરાક્રમી અને પવિત્ર આકૃતિવાળા એક પુત્રને તેણે જન્મ આપે. જયારે તે પુત્ર ગર્ભમાં હતા ત્યારે દેવીએ સ્વપ્નમાં વા જેવું હતું, તેથી પિતાએ એનું વયુધ નામ પાડયું. કેસર શરીરવાળ વયુધ લેકોની દષ્ટિના દોષને દૂર રાખવાને માટે લલાટ ઉપર વિનાશક આભૂષણ પહેરી દિવસે દિવસે મોટે થવા લાગ્યા. અનુક્રમે તે સુર અસુર અને માનવોની સ્ત્રીઓના હૃદયને મેહક એવું યૌવનવય પાયે અને સર્વ કળાસાગરને પાર પણ પામી ગયે. પછી હાથમાં કંકણ ધારણ કરનારી જાણે શરીરધારી લક્ષમી હોય તેવી લક્ષમીવતી નામે એક રાજપુત્રી સાથે તે પર. અનંતવીર્યને જીવ અગ્રુત કલપમાંથી ચ્યવી જેમ મેઘજળ આકાશમાંથી પૃથ્વી પર આવે તેમ લક્ષ્મીવતીની કુશિમાં અવતર્યો. સમય થતાં તેણીએ શુભ સ્વપ્નસૂચિત અને તેજવડે સૂર્ય જેવા સર્વ લક્ષણસંપન્ન પુત્રને જન્મ આપે. શુભ દિવસે માતાપિતાએ સામાન્ય જન્મોત્સવથી પણ અધિક ઉત્સવ કરી તેનું સહસ્ત્રાયુધ એવું નામ પાડ્યું. ચંદ્રની જેમ અનુક્રમે મેટે થઈને તે કલાકલાપવડે સંપૂર્ણ યૌવનવયને પ્રાપ્ત થયો. રૂપમાં કામદેવ જે સહસ્ત્રાયુધ શરીરશેભાથી લક્ષમીને ઉલ્લંઘન કરનારી કનકશ્રી નામે રાજકન્યા સાથે પરો. તે સ્ત્રીથી તેને પરાક્રમમાં મહાબળ જે સંપૂર્ણ નરલક્ષણ સંયુક્ત શતબલ નામે પુત્ર થયે.
એક વખતે રાજા મંકર પુત્ર, પૌત્ર, પ્રપૌત્ર, મંત્રી, મિત્ર, અને સામતેની સાથે સભામાં બેઠે હતું. તે સમયે ઈશાન ક૯૫માં દેવતાઓની વચ્ચે ચર્ચા થઈ કે પૃથ્વીમાં
૧ યુગ નવું પ્રાપ્ત કરવું, ક્ષેમ=પ્રાપ્ત થયેલાનું રક્ષણ કરવું. લક્ષ્મીને યોગ ક્ષેમ કરનાર. નવી લક્ષ્મીને ઉપાર્જક અને ઉપાજિત લક્ષ્મીને રક્ષક.
૨ પાંચમે કપાળ રજા ને છો આ પુત્ર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org