SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૮] ચિત્રશૂળદેવે વજાયુધની કરેલી પરીક્ષા વન્યુધના જે કોઈ દ્રઢ સમ્યફવધારી નથી. આ વચનપર ચિત્રશૂળ નામના એક દેવને શ્રદ્ધા આવી નહીં; તેથી તત્કાળ વિચિત્ર રત્ન મુકુટ અને કુંડળને ચલિત કરતે તે મિથ્યાત્વથી મોહિત અને દુર્મતિ નાસ્તિક દેવતા વિવાદ કરવાની ઈચ્છાથી ક્ષેમકર રાજાની પર્ષદામાં આવ્ય; તે વખતે ૫ર્ષદામાં વિચિત્ર આલાપસંલાપ ચાલતા હતા. તે સાંભળી આસ્તિકતાના ઉદ્યોત પર આક્ષેપ કરતે તે દેવ ગર્વથી આ પ્રમાણે બાલ્ય-“આ જગતમાં પુણ્ય, પાપ, જીવ અને પરલેક કાંઈ પણ નથી; પ્રાણીઓ આસ્તિકતાની બુદ્ધિથી ફેગટ કલેશ પામે છે.” તે સાંભળી નિષ્કપટ સમ્યકત્વને ધરનારા વજુયુધે કહ્યું “અરે! આવું પ્રત્યક્ષ પ્રમાણથી વિરૂદ્ધ વચન કેમ બેલે છે? તમે જ અવધિજ્ઞાનવડે તમારા પૂર્વ જન્મના સુકૃતના ફળરૂપ તમારે વભવ જુ. તમને જ પૂર્વ ભવમાં માનુષત્વ અને આ ભવમાં દેવત્વ પ્રાપ્ત થયેલું છે, તે જે જીવ વસ્તુ ન હોય તે તે કેવી રીતે ઘટે? હે ધીમાન ! આ લેકમાં મનુષ્યપણું પ્રાપ્ત કરી પરલેકમાં તમે દેવપણું પ્રાપ્ત કર્યું, તેથી આલેકની જેમ પરફેક પણ પ્રત્યક્ષજ છે.” ક્ષેમંકરના પુત્ર વાયુધે આ પ્રમાણે પ્રતિબંધ કરવાથી ચિત્રશૂળ બે -“તમે બહુ સારું કહ્યું, બહુ સારું કહ્યું. આ સંસારમાં પડતા એવા મારે તમે કૃપા કરીને ઉદ્ધાર કર્યો છે, અથવા જેના પિતા સાક્ષાત તીર્થકર હોય તેની શી વાત! હું ચિરકાળ થયા મિથ્યાત્વી છું, પરંતુ સારે ભાગ્યે ઈર્ષાથી પણ તમારા દર્શન થયા છે, તે હવે મને સમ્યક્ત્વરત્ન આપ; કેમકે સત્પરૂષનું દર્શન નિષ્ફળ થતું નથી. બુદ્ધિમાનમાં શ્રેષ્ઠ એવા વાયુધે તેને ભાવ જાણીને તેને સમ્યક્ત્વ આપ્યું. “સર્વશના પુત્ર તેવાજ હોય છે. ફરી ચિત્રશૂળે કહ્યું-“હે કુમાર! આજથી નિરંતર હું તમારે આજ્ઞાકારી છું, તે પણ આજે કાંઈક માગી લે. વજસુધે કહ્યું - હું તમારી પાસે એટલું માગું છું કે તમારે આજથી દઢ સમ્યફવધારી થવું” દેવે કહ્યું આ તમારી કેવી પ્રાર્થના ! તેમાં તે મારે વાર્થ છે, પણ એવું કાંઈ માગે કે જેથી હું તમારા ઋણથી મુક્ત થાઉં.” તેના ઉત્તરમાં “મારૂં એટલું જ કાર્ય છે” એમ વાયુપે કહ્યું; એટલે તે દેવે દેવની જેવા નિઃસ્પૃહ વજાયુધને દિવ્ય અલંકારો આપ્યાં. પછી ચિત્રશૂળે ઈશાનંદ્રની સભામાં આવીને કહ્યું કે “તમે દ્રઢ સમ્યક્ત્વધારી વજાયુધની જે પ્રશંસા કરી હતી તે ઘટિત જ છે.” તે વખતે “એ વાયુધ મહાત્મા ભાવી તીર્થંકર થશે” એવું કહેતે ઈશાનપતિ વજાયુધની સ્તુતિ કરવા લાગે. આવી રીતે વિચિત્ર ગેસ્ટી અને સુંદર ક્રીડા કરતા વજાયુધ મહદ્ધિમાન દેવની પેઠે સુખમગ્ન રહેવા લાગ્યા. એક વખતે વસંતસમયમાં પુષ્પના પડાને ધરનારી સુદર્શના નામની એક વેશ્યાએ આવી વાયુને કહ્યું-“સ્વામી ! યુવાન પુરૂન ક્રીડામિત્ર અને કામદેવને વિજયમિત્ર વસંતઋતુ આજ એક છત્રવાળે થઈ વૃદ્ધિ પામે છે. આ ઋતુરાજમાં હીંચકા ઉપર બેઠેલી નવીન યૌવનવતી સ્ત્રીઓને તેમની સખીઓ હાથમાં યષ્ટિએ લઈ પતિઓનાં નામ પૂછે છે. યુવાન રમણએ પિતાની મેળે પુષ્પ ચુટે છે, માળા ગુંથે છે, કામદેવને પૂજે છે અને પિતાનું માન છોડી દે છે. તેમજ કેટલીક મનાવી કાન્તાએ પણ સ્વયકતી થાય છે, આ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001011
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy