________________
૨૪૬] • મેઘનાદ મુનિનું સ્વર્ગગમન.
[પર્વ ૫ મું બંધુના શેકથી ઉદ્વેગ પામી બલભદ્રે ત્રણ ખંડ પૃથ્વીનું રાજ્ય પિતાના પુત્રને સોંપી જયધર ગણધરની પાસે વ્રત ૨ ગ્રહણ કર્યું. તેની સાથે સેળ હજાર રાજાઓએ દીક્ષા લીબી. મહત પુરૂષને અનુસરનાર પુરૂષો મહતુ ફળને મેળવે છે. અનેક પરીષહાને સહન કરતાં બલભ ચિરકાળ પર્યત તપ કર્યું. છેવટે અનશન કરી મૃત્યુ પામીને અશ્રુત દેવલેકમાં ઇંદ્ર થથા.
અનંતવીર્યને જીવ નરકમાં દુષ્કર્મનું ફળ ભોગવી અગ્નિમાંથી સુવર્ણની જેમ શુદ્ધ થઈ નરકમાંથી નીકળ્યો અને જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં વૈતાઢવ્ય પર્વતની ઉત્તર શ્રેણિમાં ગગનવલ્લભપુરને વિષે વિદ્યાધરપતિ મહાત્મા મેઘવાહનની મેઘમાલિની પત્નીથી મેઘનાદ નામે પુત્રપણે ઉત્પન્ન થયે. અનુક્રમે યૌવનવયને પ્રાપ્ત થતાં તેને રાયપર બેસાડી મેઘવાહને પરલેકનું સાધ્ય કર્યું. મેઘનાદ અનુક્રમે ભૂમિપર અને અંતરિક્ષમાં જેમ સૂર્ય પ્રકાશ કરે તેમ વૈતાઢયની બન્ને શ્રેણિને એક તેજસ્વી અધિપતિ થયે. - એક દિવસે મેઘનાદ પિતાના પુત્રોને બને શ્રેણિપર રહેલા એકસો દસ નગરે વહેંચી આપી પ્રજ્ઞપ્તિ વિદ્યાવડે મંદરગિરિપર ગયે. ત્યાં નંદન વનમાં રહેલા સિદ્ધાયતનમાં શાશ્વત પ્રતિમાનું પૂજન કર્યું. તે સમયે ક૯૫વાસી દેવતાઓ ત્યાં આવ્યા, અચ્યતે તેને જોઈ પૂર્વ ભવના બ્રાતુનેહથી ગુરૂની જેમ બધ કર્યો કે “આ સંસારનો ત્યાગ કર. તેવા સમયમાં વિદ્યાધરપતિની જાણે શરીરધારી સ્વાર્થસિદ્ધિ હેય તેવા અમરગુરૂ નામે કઈ મુનીંદ્ર ત્યાં પધાર્યા. મેઘનાદે તેમના ચરણકમળમાં રહી ચારિત્ર અંગીકાર કર્યું, અને અપ્રમાદીપણે નિયમપૂર્વક તેનું પરિપાલન કર્યું. એકદા મેઘનાદ મુનિ નંદનગિરિ નામના પર્વત પર આરૂઢ થઈ, એક રાત્રિની પ્રતિમા અવલંબીને ધ્યાનસ્થ થયા હતા, તે વખતે પૂર્વ જન્મને વૈરી, અશ્વગ્રીવ પ્રતિવાસુદેવને પુત્ર જે ચિરકાળ ભવભ્રમણ કરી દૈત્યપણાને પામ્યું હતું, તેણે તેવી રીતે રહેલા મેઘનાદ મુનિને જોયા. પૂર્વના વૈરથી મોટા વૃક્ષને પાડાની જેમ તે સ્વભાવ ધીર મહામુનિને ક્રોધથી તેણે ઉપસર્ગ કરવા માંડયા તથાપિ તેને ચલિત કરવાને તે જરાપણુ શક્તિમાન થયું નહીં. “દંતીના દંતઘાતથી શું પર્વત જરાપણ કંપાયમાન થાય? પ્રાંતે થાકીને તે અસુર લજજાથી મલિન મુખવાળો થયે છતે નિષ્ફળ થઈને ચાલ્યા ગયે. પછી મહામુનિ મેઘનાદ ધ્યાનથી વિરામ પામ્યા. ઉપસર્ગ અને પરીષહથી નહીં કંપતા મેઘનાદ મુનિ ચિરકાળ તીવ્ર તપ આચરી, અંતે અનશન કરી મૃત્યુ પામીને અશ્રુત દેવલોકમાં ઇદ્રના સામાનિક દેવપણાને પામ્યા.
इत्याचार्यश्रीहेमचंद्रविरचिते त्रिषष्टिशलाकापुरुषचरिते महाकाव्ये पंचमपर्वणि श्री शांतिनाथदेवीयषष्टसप्तम भववर्णना
નામ દ્વિતીય સત્ર --
૨ દીક્ષા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org