________________
[૨૪૫
સર્ગ ૨ ] સુમતિને પ્રાપ્ત થયેલ અવ્યયપદ તારી બહેન તને બધ કરવાને અહીં આવી છું. માટે સંસારને તારનાર શ્રીજિનધર્મને પ્રતિબંધ પામ. નંદીશ્વર મહાદ્વીપમાં જઈને કરેલા શાશ્વત અહંત ભગવંતના અષ્ટાનિક મહોત્સવ, જંગમ પ્રભુના જન્મનાત્રાદિ ઉત્સવ અને પૂર્વભવમાં અનુભવ કરેલી દેશનાની વાણીને યાદ કર. જન્માંતર રૂપ નિદ્રાથી બધું શા માટે ભૂલી જાય છેહવે તે તું દેવતાને પણ દુર્લભ, માનવજન્મરૂપ વૃક્ષનું ફળ અને જાણે સિદ્ધિની પ્રિય સખી હોય તેવી દીક્ષા ગ્રહણ કર.” આ પ્રમાણે કહીને તે ઈંદ્રાણી વિદ્યુતની જેમ પિતાની કાંતિથી આકાશમાં ઉઘાત કરતી વિમાનમાં બેસીને પિતાના સ્વર્ગમાં ગઈ તરતજ તેની વાણીથી જેને જાતિસ્મરણ થયું છે એવી સુમતિ જાણે સંસારને ભય લાગ્યો હોય તેમ મૂર્શિત થઈને પૃથ્વી પર પડી ગઈ. જ્યારે ચંદનના જળથી તેને સિંચન કર્યું અને પંખાના પવનથી પવન નાંખે ત્યારે તે બાળાને પાછી સંજ્ઞા આવી અને રાત્રી જવાથી થયેલા પ્રાતઃકાળની જેમ બેઠી થઈ. પછી તે અંજળી જેડીને બેલી કે-“અરે! સર્વ કુલિન રાજાઓ! અત્યારે મને જાતિસ્મરણ થયું છે, તમને મારે માટે અહીં બોલાવેલા છે, તેથી હું તમારી પ્રાર્થના કરું છું કે તમે સર્વ મને આજ્ઞા આપે કે જેથી હું સંસારભ્રમણરૂપ રંગની ઔષધરૂપ દીક્ષા ગ્રહણ કરૂં.” તે સાંભળી સવ રાજાએ બોલ્યા- “હે અનઘે ! “તથાસ્તુ' અમે તને આજ્ઞા આપીએ છીએ કે તારૂં ઈચ્છિત નિર્વિઘે થાઓ.” પછી વાસુદેવ અને બળભદ્ર હર્ષિત થઈને મોટી સમૃદ્ધિથી તેને સર્વ ઉત્સવોમાં શિરોમણિ એ નિષ્ફમત્સવ કર્યો. દેવરાજ (ઇ) અને યક્ષરાજ (કુબેર) ની મુખ્ય દેવીઓએ આવીને તેની પૂજા કરી. “તેવી સાઠવી સ્ત્રીઓ ઇદ્રને પણ પૂજ્ય છે.” પછી સુવત મુનિની પાસે સાતસે કન્યાઓની સાથે તેણે મેક્ષવૃક્ષની નીકરૂપ દીક્ષા ગ્રહણ કરી. સવેગથી ભાવિત અને આત્મારૂપ કમળના ધ્યાનમાં ભમરીરૂપ તે સુમતિએ બે પ્રકારની શિક્ષા ગ્રહણ કરી અને વિવિધ પ્રકારને તપ આચર્યો. એ પ્રમાણે કેટલાક કાળ વ્યતીત થયા પછી ક્ષપકશ્રેણિપર આરૂઢ થઈ માક્ષલક્ષમીન દૂત જેવું કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. પછી અનેક ભવ્ય અને બાધ પમાડી ભાગ્રાહી કમને ક્ષય કરી તે સુમતિ સાધ્વી અવ્યયપદને પ્રાપ્ત થઈ
સમ્યફવડે ભતા અપરાજિત અને અનંતવીર્ય અશ્વિનીકુમારની જેમ સાથે મળીને રાજ્ય પાળવા લાગ્યા. પ્રાતે ચોરાશી લાખ પૂર્વનું આયુષ્ય ભેગવી અનંતવીર્ય વાસુદેવ નિકાચિત કર્મથી પ્રથમ નરકમાં ગયા. ત્યાં બેંતાલીશ હજાર વર્ષ નરકની વિવિધ વેદના તેમણે સહન કરી. ઉપાર્જિત કમને કદિપણુ નાશ થતું નથી. ત્યાં વાસુદેવના જન્મના પિતા ચમે આવીને વેદનાની શાંતિ કરી. અપત્યસ્નેહ ધણે બળવાન છે. સંવેગવંત અનંતવીર્યના જીવે અવધિજ્ઞાનવડે પિતાના પૂર્વ કર્મને સંભારીને નરકની દુસહ વેદનાને સમ્યક્ ભાવે સહન કરી.
૧ પાપ વિનાની.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org