SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીવિજયરાજાને ઘેર અમિતતેજનું અતિથિ તરીકે ગમન [ પ પ મું અને શિપ્રિનંદિતાને જીવ પ્રથમ કલ્પથી એવી વિપૃષ્ટ અને સ્વયંપ્રભાની જ્યોતિ પ્રભા નામે પુત્રી થયે. પૂર્વે સત્યભામાને પતિ જે કપિલ હતું તે તિચાદિક નિમાં ચિરકાળ સારે ભમી ચમરચંચા નગરીમાં અશનિષ નામે વિદ્યાધરને પ્રખ્યાત રાજા થશે. કીર્તાિએ વિસ્તારવંત લેચનવાળી પિતાની સુતારા નામે પુત્રીને ત્રિપૃષના પુત્ર શ્રીવિજયની સાથે પરણાવી. ત્રિપૃષ્ટ પિતાની અતિ સુંદર પુત્રી જોતિ પ્રભાને અર્કકીર્તાિના પુત્ર અમિતતેજની સાથે વિવાહ કર્યો. શ્રીવિજય સુતારાની સાથે અને મહાભુજ અમિતતેજ તિઃ પ્રભા સાથે વિષય સુખ ભેગવવા લાગ્યા. એકદા રથનપુરચક્રવાળ નગરના લક્ષમીવડે દેવવન જેવા વિશાળ ઉદ્યાનમાં અભિનંદન, જગનંદન અને જવલનજટી-એ ત્રણ મહાશય મુનિએ જાણે મૂર્તિમાન જ્ઞાનાદિક ત્રણ રને હેય તેવા સમોસર્યા. પિતાના પિતા અને તેમના ગુરૂને આવેલા જાણી અકીતિએ તત્કાળ ઉદ્યાનમાં આવી વંદના કરી. ઉત્કંઠા વિલંબને સહન કરી શકતી નથી. અભિનંદન મુનિએ મહામોહરૂપી હિમરાશિને ગાળવામાં સૂર્યપ્રભા જેવી દેશના આપી. તે દેશના સાંભળવાથી અર્કદીત્તિને સંસારપર વૈરાગ્ય થયે તેથી અંજલિ જોડીને તેણે અભિનંદન મુનિને વિજ્ઞપ્તિ કરી કે હું મારા પુત્ર અમિતતેજને રાયપર બેસારી વ્રત લેવાને માટે પાછે આવું ત્યાં સુધી તમે અહીં બિરાજવા કૃપા કરશે.” ધર્મકાર્યમાં પ્રમાદ કરવો નહીં.” એમ મહર્ષિએ કહેલ વચન સાંભળી અકકીર્તિ આદ્રમને પિતાને ઘેર ગયે, અને વારંવાર આગ્રહપૂર્વક પ્રાર્થના કરીને તેણે પોતાના પુત્ર અમિતતેજને રાજય આપ્યું. પિતા અને પુત્રને આજ કમ છે. અમિતતેજે જેને નિષ્ક્રમણત્સવ કરે છે એવા અર્થકાત્તિએ અભિનંદન મુનિની પાસે દીક્ષા ગ્રહણ કરી. ત્યારથી રાજમુનિ અકીર્તિ શમરાજ્યને પાળતા ગુરૂજનની સાથે વિહાર કરવા લાગ્યા અને વિદ્યાધરના મુગટથી જેના ચરણ ટમલ હંમેશાં ઘસાય છે એવા તેજસ્વી અમિતતેજે પિતાના રાજ્યની ધુરાને ધારણ કરી. આ તરફ ત્રિપૃષ્ઠના શેકથી વૈરાગ્યને વહન કરતા અચળ બળભદ્ર ત્રિપૂકના પુત્ર શ્રીવિ. જ્યને રાયપર બેસારી દીક્ષા લીધી. રાજાએથી પૂજાતે અને વિજયલક્ષ્મીને સ્વયંવરે વરેલ શ્રીવિજય પિતાનું રાજ્ય પાળવા લાગ્યું. એક વખતે અમિતતેજ, સુતારા અને શ્રીવિજય દર્શનની ઉત્કંઠાથી પિતનપુરે આવ્યું. તે વખતે પિતનપુર નગર ઉંચી પતાકાઓથી અને માંચડાથી મંડિત અને અનુત્તર વિમાનની પેઠે આનંદના એક સામ્રાજ્ય રૂપ તેના જેવામાં આવ્યું. તેમાં પણ રાજકુલ-દરબારમાં તે વિશેષ ખુશાલી જોઈ. વિસ્મય પામેલે અમિતતેજ આકાશમાંથી સૂર્ય સમુદ્રમાં ઉતરે તેમ ત્યાં ઉતર્યો. તેને દૂરથી આવતે જોઈ શ્રી વિજય રાજા ઉભે થયે. સામાન્ય અતિથિ પણ પૂજાને યોગ્ય છે, તે આવા ઉત્તમ સંબંધી અતિથિને માટે તે શું ન હોય! પ્રોઢ પ્રીતિથી ભરેલા અમૃતના દ્રહ જેવા તેઓ પિતાપિતાની બહેનને અને બનેવીઓને ગાઢ આલિંગન દઈને મળ્યા. પૂર્વ પશ્ચિમ પર્વતની ઉપર સૂર્યચંદ્રની જેમ તે અને મોટા મૂલ્યવાળા સિંહાસન પર બેઠા પછી સ્વચ્છ મનવાળા અમિતતેજે શ્રીવિજયને પૂછયું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001011
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy