________________
સગ ૧] શ્રી વિજય રાજાને કહેલ નિમિત્તિઓએ સ્વવૃત્તાંત [૨૧૫ કે-“હમણુ કૌમુદીઉત્સવ, આગ્રાયણી, નવી ગ્રીષ્મઋતુ કે વસંતેત્સવ નથી, તેમજ તમારે ઘેર પુત્રજન્મ પણ થયે નથી, તથાપિ આ નગર કયા ઉત્સવથી આનંદમય જણાય છે?” શ્રીવિજય -“આજથી આઠમે દિવસે એક ભવિષ્યવાદી નિમિત્તિઓ અહીં આવ્યો હતે. તેને મેં પૂછ્યું હતું કે “તમે કાંઈ યાચવાને આવ્યા છે કે કાંઈ કહેવાને આવ્યા છે?' આ પ્રમાણે આદરથી પૂછતાં તેણે કહ્યું-“હે રાજા ! જે કે અમે યાચનાથીજ જીવીએ છીએ, તથાપિ આ વખતે તમારી પાસે યાચવું ઉચિત નથી જે કહી પણ શકાય નહીં તેવું કહેવાને હું અહીં આવેલ છે, કારણ કે કહેવાથી ધર્મ વિગેરે સત્કૃત્યવડે તેને પ્રતિકાર થઈ શકે. આજથી સાતમે દિવસે મધ્યાહન સમયે પિતનપુરના રાજાની ઉપર દવનિ કરતે વિધુત્પાત થશે.” આવી કટુવાણીથી ઝેરની પેઠે અતિ ઘુર્ણિત થયેલે મારે મુખ્ય મંત્રી છે કે “ત્યારે તે સમયે તારી ઉપર શું પડશે?” નિમિત્તિએ કહ્યું-“મંત્રી! મારા ઉપર કેપ શા માટે કરે છે? જે શાસથી જોવામાં આવે છે તે હું કહું છું, તેમાં મારે કાંઈ પણ દોષ નથી. તે દિવસે મારી ઉપર વસુધારા જેવી વસ્ત્ર, આભરણ, માણિજ્ય અને સુવર્ણની વૃષ્ટિ પડશે.” તે વખતે મેં મંત્રીને કહ્યું કે “હે મહામતિ ! તેની ઉપર તમે કેપ કરે નહીં. કારણ કે આ નિમિત્તિઓ દૂતની જેમ યથાર્થ કહેવાથી ઉ૫કારી છે.” પછી મેં નિમિત્તિઓને પૂછ્યું કે “હે નિમિત્તજ્ઞ! કહે, તમે આ જ્ઞાન કયાંથી શિખ્યા છે! કારણ કે આમ્નાય રહિત પુરૂષનાં વચન ઉપર પ્રતીતિ ન આવવાથી શ્રદ્ધા થતી નથી.” નૈમિત્તિકે કહ્યું-“હે રાજા! સાંભળે, જ્યારે બલદેવે દીક્ષા ગ્રહણ કરી, તે વખતે તેમની સાથે મારા શાંડિલ્ય નામના પિતાએ દીક્ષા લીધી અને પિતા વાત્સલ્યથી મોહિત થઈને તેની પછવાડે મેં પણ લઘુ વય છતાં દીક્ષા લીધી હતી. તે સમયે આ સર્વ નિમિત્તજ્ઞાન હું શીખે હતે. “શ્રી જિનશાસન શિવાય બીજે અવ્યભિચારી જ્ઞાન હોતું નથી, લાભ, અલાભ, સુખ, દુઃખ, જીવિત, મરણ, જય અને પરાજય-એ આઠ પ્રકારનું નિમિત્ત હું જાણું છું. જ્યારે હું યવનવયને પ્રાપ્ત થયે, ત્યારે એક વખતે વિહાર કરતે કરતે પવિનીખંડ નામના ઉત્તમ નગરમાં ગયો. તે નગરમાં હિરણ્યલોમીકા નામે મારી એક કુઈ રહેતી હતી અને તેને ચંદ્રયા નામે એક યૌવનવતી દુહિતા હતી. તે બાળા બાલ્યવયમાં મને વાગુદાનથી આપી હતી, પણ મેં દીક્ષા લીધી તેથી અમારે વિવાહ થયે નહોતે. તે સુંદરીનું અવલેકન કરતાં જ મને અનુરાગ ઉત્પન્ન થયે. તેથી ભારની જેમ વ્રતને છેક દઈને મેં તેની સાથે વિવાહ કર્યો. કામાતુરને ચિરકાલ વિવેક કયાંથી રહે! હે રાજા! તમારી ઉપર થવાને આ મહા અનર્થ જાણીને સ્વાર્થનિમિત્તે હું અહીં કહેવાને આવ્યા છું, તે હવે તમે જે જાણે તે કરો.” આ પ્રમાણે કહીને તે માન રહ્યો. તે વખતે સર્વ કુળમંત્રીઓ બુદ્ધિમાન છતાં પણ રાજાનું રક્ષણ કરવાને આકુલ વ્યાકુલ થઈ ગયા. તેમાંથી એક મંત્રીએ કહ્યું કે “સમુદ્રમાં વિધાત થતું નથી, માટે સાત દિવસ સુધી રાજાએ વહાણમાં બેસીને સમુદ્રમાં રહેવું.બીજા મંત્રીએ કહ્યું કે “તે વાત મને ગમતી નથી, જે ત્યાં વિજલી પડે તે પછી તેને કોણ વારી શકે? તેથી આ અવસર્પિણ કાળમાં વતાય ગિરિ ઉપર વિદ્યુત્પાત થતું નથી, માટે તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org