________________
સર્ગ ૧ ] તિમલાના ઉદરમાં ઉત્પન્ન થયેલ શ્રીવેણુ-રાજાનો જીવ [ ૨૧૩ પૂર્વ ભવની માતા છું અને આ વેશ્યા તમારી બહેન છે. આ સંસારમાં મેહને વિલાસ આવો છે, તે તમે સમજી લે. જન્માંતરરૂપી પડદામાં ઢંકાઈ રહેલા પ્રાણીઓ પૂર્વભવના પિતા, માતા, ભગિની, ભ્રાતા અને અન્ય સંબંધીને જાણી શકતા નથી. પિતાની લાળની જાળથી કરોળીયાની જેમ પોતાના દેહમાંથીજ ઉત્પન થતા રાગદ્વેષાદિક વડે આ જીવ પિતાના આત્માને યાવત્ જીવિત વીંટયા કરે છે. માટે રાગ, દ્વેષ અને મહિને દૂર તજી દઈને નિર્વાણ નગરના દ્વારરૂપ દીક્ષાને તમે ગ્રહણ કરે.” આવાં તેનાં વચન સાંભળી તેઓ બોલ્યા કે “અહો! ધિક્કાર છે. અમને! શીકારી પ્રાણીઓની જેમ મોહથી ભગિનીના ભેગને માટે આ શે આરંભ કર્યો! તમે પૂર્વભવમાં અમારી માતા હતા તેમ આ ભવમાં ગુરૂ થયા છે, જેથી અમને બંધ કરીને આ ઉન્માગમાંથી નિવૃત્ત કર્યા.” આ પ્રમાણે કહી તેઓએ કવચ છેડી દઈ ધર્મ રૂચિ નામના ગુરૂની પાસે ચાર હજાર રાજાઓની સાથે વ્રત ગ્રહણ કર્યું. તપ અને ધ્યાનરૂપ અનિવડે કર્મરૂપી માર્ગ કંટકને દગ્ધ કરી તેઓ સરલ માર્ગે દુર્ગમ કાગ (મોક્ષ) ને પ્રાપ્ત થયા અને શ્રીષેણ વિગેરે ચાર યુગલીઆઓ મૃત્યુ પામીને પ્રથમ કલ્પમાં દેવપણાને પ્રાપ્ત થયા.
આ ભરતક્ષેત્રમાં મહા ઉત્તમ વૈતાઢય ગિરિની ઉપર રથનપુર ચકવાળ નામે નગર છે. તે નગરમાં ઈંદ્રને અનુજ બંધુ હોય તેવો જવલનટી નામે એક વિવિધ સમૃદ્ધિમાન વિદ્યારે રાજા હતા. તેને તેજથી પ્રૌઢ સૂર્ય જે અને શત્રુઓની રાજલક્ષમીને સ્વયંવરે વરેલે અકીતિ નામે એક યુવરાજ પુત્ર હતો. તે પુત્રની પછવાડે ચંદ્રની પ્રભા જેવી નેત્રને આનંદ આપનારી સ્વયંપ્રભા નામે એક પુત્રી થઈ. તેને પ્રજાપતિ રાજાના પુત્ર અને અચળ બળદેવના નાના ભાઈ પોતનપુરના અધિપતિ ત્રિપૃષ્ટ નામે પ્રથમ વાસુદેવ પરણ્યા. તે સમયે હર્ષ પામેલા ત્રિપૃષ્ણ વાસુદેવે પિતાના સાસરા જવલનજીને વિધાધન બંને શ્રેણીનું અખંડિત રાજ્ય આપ્યું. વિદ્યાધરના રાજા મેઘવનની જ્યોતિર્માળા નામની દુહિતા અકદીતિની પત્ની થઈ. શ્રીષેણ રાજાને જીવ સૌધર્મ કલ્પથી ચ્યવી કમળમાં હંસની પેઠે તે જ્યોતિમળાના ઉદરમાં અવતર્યો. તે સમયે તિર્માળાએ સવપ્નમાં અતિ તેજથી આકાશને પ્રકાશિત કરતા સહસ્ત્ર કિરણવાળા સૂર્યને પોતાના મુખમાં પ્રવેશ કરતો જોયે. ગર્ભસમય પૂર્ણ થતાં તેણે સામ્રાજ્યરૂપ ભવનને દઢ આધાર આપનાર સ્તંભરૂપ અને સર્વ પવિત્ર લક્ષણેથી લક્ષિત એક પુત્રને જન્મ આપે. દષ્ટ સ્વપ્નને અનુસાર મૂર્તાિથી અમિત તેજવાળ તે પુત્રનું માતાપિતાએ અમિતતેજ નામ પાડ્યું. કુમાર અકઝીતિને પિતાનું રાજ્ય સેંપી જવલન જટીએ જગન્નદન અને અભિનંદન નામના ચારણ ઋષિની પાસે દીક્ષા ગ્રહણ કરી. સત્યભામાને જીવ સૌધર્મ કલ્પથી ચ્યવી તિમલા અને સૂર્યકીર્તિની પુત્રી પણે ઉત્પન્ન થયે. તે જ્યારે ગર્ભમાં આવી ત્યારે માતાએ સ્વપ્નમાં સાર તારાવાળી રાત્રિ જોઈ હતી તેથી માતાપિતાએ તેનું સુતારા નામ પાડ્યું. અભિનંદિતાને જીવ સૌધર્મકલ્પથી વી ત્રિપૃષ્ટ અને સ્વયંપ્રભાના પુત્રપણે ઉત્પન્ન થયે. તે ગર્ભમાં આવતાં માતાએ સ્વપ્નમાં અભિષેક સહિત શ્રીદેવી જેયા, તેથી પિતાએ તેનું શ્રીવિજય એવું નામ પાડયું. સ્વયંપ્રભાને ભદ્ર (કલ્યાણ) ના કારણરૂપ વિજયભદ્ર નામે એક બેંને પુત્ર પણ થ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org