SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૨] અનંતમતકા વેશ્યાના પૂર્વભવને વૃત્તાંત [ પ પ મું પંડરિકી નગરીમાં ગયે. ત્યાં અપરિમિત કીતિવાળા અમિતયશ નામના શ્રી જિનેશ્વર ભગવંતને વંદના કરી, અંજલિ જેડીને તેમની દેશના સાંભળી, દેશના પૂર્ણ થયા પછી મેં પૂછયું કે “હે ભગવન! હું કયા કર્મથી વિદ્યાધર થયેલ તે સાંભળી પ્રભુ બોલ્યા-મહા ઋદ્ધિવાન પશ્ચિમ પુષ્કરવર શ્રીપાદ્ધમાં શીતદા નદીના વિશાળ દક્ષિણ તીરે સલિલાવતી વિજય છે. તેમાં શેક રહિત લેકેથી ભરપૂર વીતશેકા નામે નગરી છે, પૃથ્વીને સ્વસ્તિક હોય તેવી તે શાભે છે. તે નગરીમાં પૂર્વે રૂપથી કામદેવ જેવો અને બલથી ઈંદ્ર જેવો રત્ન ધ્વજ નામે ચક્રવર્તી રાજા હતા. તેને મહા પ્રધાન કનકેશ્રી અને હેમમાલિની નામે બે શીલવતી ભાર્યા હતી. તેમાંથી કનકશ્રીને સ્વપ્નામાં ઉત્સંગમાં રહેલી કલ્પલતાની સૂચનાથી બુદ્ધિ અને લક્ષમીની જેવી બે પુત્રીઓ ઉત્પન્ન થઈ, માતાપિતાએ જન્મોત્સવ જેવા ઉત્સવથી તેમના કનકલતા અને પઘલતા એવાં નામ પાડયાં. બીજી સ્ત્રી હેમમાલિનીએ સ્વપ્નામાં પદ્મલતાના દર્શનવડે સૂચવાએલી પડ્યા નામે કુલનંદની દુહિતાને જન્મ આપે. તે ત્રણ પુત્રીઓ કલાકલાપને પ્રાપ્ત કરી પવિત્ર યૌવનવયમાં આવતાં જાણે વિધાતાએ ત્રણ લેકની લક્ષમીને એક ઠેકાણે આણેલી હોય તેવી દેખાવા લાગી. તેઓમાં જે પડ્યા હતી તે અજિતસેના આર્યાની પાસે રહેવાથી વૈરાગ્ય પામી. છેવટે તેની પાસે તેણે યથાવિધિ દીક્ષા ગ્રહણ કરી. એક સમયે આર્યાની આજ્ઞાથી પવા સાધ્વીએ ચતુર્થ તપ કરવા માંડયું. તે તપમાં ત્રણ રાત્રિના ક્રમે બાસઠ ચતુર્થ ' થાય છે આવું દુસ્તપ તપ યથાર્થ રીતે કરનાર તે સાધ્વી એક વખતે શરીરચિંતા (વડી નીતિ) ને માટે રાજમાર્ગે જતી હતી, તેવામાં મદનમંજરી નામે વેશ્યાને માટે બે કામલંપટબલવાન રાજપુત્રો યુદ્ધ કરતાં તેના જેવામાં આવ્યા. તે અવલેતાં પદ્યાના મનમાં વિચાર છે કે “અહા! આ સુંદર વેશ્યાનું કેવું ઉત્કૃષ્ટ સૌભાગ્ય છે કે જેને માટે આ બન્ને રાજપુત્રો યુદ્ધ કરે છે, તે મને પણ આ તપના પ્રભાવથી ભવાંતરમાં આવું સૌભાગ્ય પ્રાપ્ત થજે.' આ પ્રમાણે તેણે નિયાણું બાંધ્યું. અંતે અનશન કરી નિયાણાની આલેચના કર્યા વગર મૃત્યુ પામીને તે પદ્મા સૌધર્મ કહ૫માં વિપુલ સમૃદ્ધિવાળી દેવી થઈ. કનકથી સંસારમાં ભમતાં કોઈ ભવમાં દાનાદિક ધર્મ કરવાથી તું વિદ્યાધરને ઈંદ્ર મણિકુંડલી નામે થયો છું. કનકલતા અને પઘલતા ભવભ્રમણ કરી પૂર્વ ભવમાં બહુ પ્રકારે દાનાદિક ધર્મ આચરવાથી જમ્બુદ્વીપમાં ભરતક્ષેત્રના રત્નપુર નગરને વિષે ઈદુષણ અને બિંદુ નામે શ્રીષેણ રાજાના પુત્ર રૂપે થયેલ છે. પદ્માને જીવ સૌધર્મદેવલેકમાથી થવી ભરતક્ષેત્રમાં કૌશાંબી નગરીને વિષે અનંતમતિકા નામે વેશ્યા થયેલ છે. તે વેશ્યાને માટે હમણાં દેવરમણ ઉધાનમાં ઈદુષણ અને બિંદુષેણ પરસ્પર યુદ્ધ કરે છે. આ પ્રમાણે પ્રભુને મુખેથી પૂર્વ ભવ સાંભળી પૂર્વજન્મના સ્નેહને લીધે તમને યુદ્ધમાંથી નિવારવાને હું અહીં આવ્યું છું. હું તમારી - ૧ એક ચતુર્થમાં પહેલે દિવસે એકાસણું, બીજે દિવસે ઉપવાસ અને બીજે દિવસે એકાસણું એમ ત્રણ રાત્રિને ક્રમ સમજાય છે, પણ સાથે કેવી રીતે થાય છે તે સમજાતું નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001011
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy