SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ સગ ૭ ] ચક્રવતીની દેવે કરેલી પરીક્ષા [ ૨૦૩ નથી, જરા કુરે છે પણ જ્ઞાન સ્કુરતું નથી–તેવા પ્રાણીઓના સ્વરૂપને ધિક્કાર છે! આ સંસારમાં રૂપ, લાવણ્ય, કાંતિ, શરીર અને દ્રવ્ય તે સર્વ કુશાગ્ર પર રહેલા જલબિંદુની જેમ ચપલ છે, તેથી આજકાલ વિનાશ પામનાર શરીરથી સકામ નિર્જરાને કરનાર તપ કરવો તેજ તેનું મોટું ફલ અને સાર છે.” આ પ્રમાણે વૈરાગ્ય ભાવના પ્રાપ્ત થવાથી સનકુમાર ચક્રીએ તરતજ દીક્ષા લેવાની ઈચ્છા કરી અને તત્કાળ પિતાના પુત્રને રાયપર બેસાર્યો. પછી પિતે ઉદ્યાનમાં જઈ વિનયંધર સૂરિની પાસે વિનયપૂર્વક સર્વ સાવદ્ય વિરતિ (ચારિત્ર) તથા પ્રધાન એવું ત૫ ગ્રહણ કર્યું. મહાવ્રતધરી ઊત્તર ગુણને ધારણ કરનાર, ગામે ગામ વિહાર કરનાર અને સમતામાં એકાગ્ર ચિત્તવાળા એ સનકુમાર મુનિની પછવાડે, મહામૂથપતિ હાથીની પાછળ હાથીના વંદની જેમ ગાઢ અનુરાગના બંધથી સર્વ પરિવાર ચાલ્યું. પરંતુ કષાય રહિત, ઉદાસી, મમતાત્યાગી અને પરિગ્રહ વજિત તે રાજમુનિની છ માસ સુધી ઉપાસના કરીને અંતે સર્વ પરિવાર પાછો વળે. એકદા છઠ્ઠને પારણે તે મુનિ ગોચરી લેવા કોઈના ઘરમાં ગયા; ત્યાં બકરીની છાશ અને ચીનકુર૧ મળ્યા તેને તેઓએ આહાર કરી લીધું. ફરીવાર પણ છઠ્ઠ કરીને તેવી જ રીતે જ પારણું કર્યું. તેથી જાણે વ્યાધિના દેહદ પૂરા થયા હોય તેમ તેમના શરીરમાં વ્યાધિઓ વૃદ્ધિ પામ્યા. ખસ, શેષ, સોઝા, શ્વાસ, અરૂચિ, ઉદરપીડા અને નેત્ર પીડા એ સાત વ્યાધિઓને તે પુણ્યાત્માએ સમતાભાવે સાત વર્ષ સુધી સહન કર્યા. તે અને બીજા પણ દુસહ પરીસહેને સહન કરતાં છતાં ઉપાય કરવામાં તદ્દન અપેક્ષા રાહત એ મહાત્માને અનેક લબ્ધિઓ પ્રાપ્ત થઈ. તેમાં મુખ્ય કફ, વિપૃષ, જલ, મલ, વિકા, આમ અને બીજું સર્વ ઔષધીમય થવા રૂપ સાત લબ્ધિઓ હતી. તે સમયે હદયમાં ચમત્કાર પામી છે દેવતાઓની પાસે તેમની પ્રશંસા કરવા માંડી“અહા! બળતા ઘાસના પુળાની જેમ ચક્રવર્તીની લક્ષ્મીને છેડી દઈને આ સનસ્કુમાર દુરૂપ તપ કરે છે. તપના પ્રભાવથી તે મને સર્વ લબ્ધિઓ પ્રાપ્ત થઈ છે, છતાં પણ શરીરમાં અપેક્ષા રહિત આ મહાત્મા પોતાના રેગેની પણ ચિકિત્સા કરતા નથી.” ઇદ્દે કરેલી આવી પ્રશંસા સાંભળીને વિજય અને વિજયંત દેવને તે પર શ્રદ્ધા આવી નહીં, તેથી તેઓ વૈદ્યનું રૂપ કરી સનકુમારની સમીપે આવ્યા. તેઓ બોલ્યા–“ મહાભાગ! શા માટે રોગથી પરિતાપ પામો છે? અમે બને વૈદ્ય છીએ, અને પિતાનાજ ઔષધેથી સર્વની ઉત્તમ રીતે ચિકિત્સા કરીએ છીએ. તમારું શરીર રોગથી ગ્રસ્ત છે, તેથી જો આપની આજ્ઞા હોય તો તમારા વૃદ્ધિ પામેલા રેગેને અમે નિગ્રહ કરીએ.” તેમનું આવું કથન સાંભળી મહા તપસ્વી સનકુમાર બેલ્યા“અરે વો! પ્રાણુઓના શરીરમાં દ્રવ્યોગ અને ભાવરગ એમ બે પ્રકારના રોગ હોય છે. ૧ ધન વિશેષતુચ્છ ધાન્ય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001011
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy