________________
૨૦૪] સનકુમારનું દેવલેકમાં ઉન્ન થવું
[પર્વ ૪ થું ક્રોધ, માન, માયા અને લેભ-એ પ્રાણીઓના ભાવગ છે. તેઓ જન્માંતરમાં પણ પ્રાણીની પાછળ જનારા અને અનંત દુઃખના આપનારા છે, તેથી તે રોગની ચિકિત્સા કરવાને જે તમે સમર્થ છે તે ચિકિત્સા કરો. અને જે દ્રવ્યોગની ચિકિત્સા કરતા હે તે આ તરફ જુએ.” આ પ્રમાણે કહીને તેમણે ગલત પતથી શીર્ણ થઈ ગયેલી પિતાની આંગળીને પિતાના કફના બિંદુથી લીંપી એટલે તત્કાળ તે સુવર્ણ જેવી થઈ ગઈ. સુવર્ણ શલાકાની પેઠે પ્રકાશમાન તે અંગુલીને જોઈ તેઓ તેમના ચરણમાં પડયા. અને બોલ્યા-“પ્રથમ વિપ્ર રૂપે આવીને જે છે દેવતા તમારું રૂપ જોઈ ગયા હતા તેજ અમે બને દેવતાઓ આજે વૈદ્ય થઈને આવ્યા છીએ લબ્ધિ પ્રાપ્ત થયા છતાં પણ સનસ્કુમાર ભગવાન વ્યાપિની બાધાને સહન કરીને તપ કરે છે, આ પ્રમાણે ઇંદ્રે તમારી પ્રશંસા કરી તે સાંભળી અમે અહીં આવી પ્રત્યક્ષ રીતે પરીક્ષા કરી.” આ પ્રમાણે કહી, પ્રણામ કરી તે બંને દેવ અંતર્ધાન થયા. અર્ધ લાખ વર્ષ કુમારવયમાં, અર્ધ લાખ વર્ષ મંડલિક પણામા, દશ હજાર વર્ષ દિગ્વિજયમાં, નેવું હજાર વર્ષ ચક્રવતી પણામાં અને લાખ વર્ષ વ્રતમાં-એમ સર્વ મળીને ત્રણ લાખ વર્ષનું આયુષ્યચોથા ચક્રવતી સનકુમારે ભગવ્યું, પિતાનું અવસાન સમય જાણવામાં આવતાં અનશનવ્રત ગ્રહણ કરી અને ત્રણ લાખ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી એ સનકુમાર ચક્રવતી પંચ પરમેષ્ટીનું યાન ધરતા કાળધર્મ પામી સનકુમાર દેવલોકમાં દેવપણે ઉન્ન થયા.
इत्याचार्यश्रीहेमचंद्रविरचिते त्रिषष्टिशलाकापुरुषचरिते
महाकाव्ये चतुर्थपर्वणि सनत्कुमारचरितવને નામ સતHઃ ઃ સમાતઃ 1.
पंचाहन्तः सीरिणः पंच पंचोम्पेद्राः पञ्चैतद्दिषश्चक्रिणौ छौ । યત્રીવરાટ કવિરાત્તિઃ ઘરનામાતુર્થ પર્વ તઃ શિસ્તુ || सूत्रात् किंचिदुदीरितं कथाभ्यः किंचिद्योगपटाश्व किंचिदत्र ।
तेषु श्याद्यदि किंचनापि मिथ्या प्रिथ्याउष्कृतमस्तु तत्र सन्तः ॥ “પાંચ અરિહતેના, પાંચ બળદેવના, પાંચ વાસુદેવના, પાંચ તેના શત્રુ (પ્રતિ વાસુદેવ) ના અને બે ચક્રવતીના–એમ કુલ ૨૨ શલાક પુરૂષના ચરિત્રવાળું સૂત્રરત્નના સમુદ્રનું ચોથું પર્વ તે તમારા કલ્યાણને માટે થાઓ.
“આ પર્વમાં કેટલુંક સૂત્રમાંથી ઉદ્ભરેલું છે, કેટલુંક કથાઓમાંથી લીધું છે અને કેટલુંક ગપટ્ટમાંથી લીધું છે, તેથી તેમાં કાંઈ પણ મિથ્યા લખાણું હોય તે તેને માટે મિથ્યા દુષ્કૃત હે. (એમ કર્તા સંતજનેને કહે છે.)
समाप्तं चेदं चतुर्थ पर्व
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org