SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ સગ 9 ] સનસ્કુમારને જન્મ [ ૧૮૯ દૂધપાકનું પાત્ર મૂકીને જ હું ભજન કરીશ, નહીં તે અકૃતાર્થ પણે આવ્યું તેમ ચાલ્યા જઈશ. રાજા તેને પરમ ભક્ત હતો, તેથી તે તેમ કરવાને કબુલ થયે. જિનશાસનથી બાહ્ય એવા પુને વિવેક કયાંથી હોય! પછી રાજાની આજ્ઞા થવાથી તેણે પૃષ્ઠભાગ ધર્યો. તેની ઉપર ઉષ્ણ ભજન મૂકીને તે ત્રિદંડી ભેજન કરવા લાગ્યા. દાવાનળને હાથી સહન કરે તેમ જિનધર્મકુમારે પાત્રના તાપને સહન કર્યો, અને “મારા પૂર્વ કર્મનું આ ફળ છે, તે કર્મ આ મિત્રના યોગથી ત્રટી જાઓ.” એમ ચિરકાળ ચિંતવન કરતા તે કુમાર સ્થિર રહ્યો. જ્યારે તે ત્રિદંડી જમી રહેવા આવ્યું તે વખતે તેની ઉષ્ણતાથી ઉછળેલા રૂધિર, માંસ અને ચરબીના રસથી તે પાત્ર કાદવપરથી સરી પડે તેમ કુમારના પૃષ્ઠ ઉપરથી લપસી પડયું. ત્યાંથી પિતાને ઘેર આવીને પોતાના સંબંધવાળા સર્વ લેકોને બેલાવી જિનધર્મમાં વિચક્ષણ એવા જિનધર્મકુમારે પોતાનું સર્વ દુષ્કૃત્ય ખમાવ્યું. પછી ચૈત્યપૂજા કરી, મુનિ પાસે આવીને તેણે યથાવિધિ દીક્ષા ગ્રહણ કરી. પછી નગરમાં નીકળી પર્વતના શિખર ઉપર ચઢીને પૂર્વ દિશાની સામે પૃષ્ઠભાગ ખુલ્લો રાખીને તેણે કાત્સગ કર્યો. તે વખતે રૂધિરમય તેને પૃષ્ઠને ગીધ અને કંક પક્ષીઓ ચાંચથી ચુંથતા હતા, તથાપિ તેણે બીજી દિશાઓની સામે પણ કાર્યોત્સર્ગ ધારણ કર્યો. એ પ્રમાણે નવકારમંત્રના ધ્યાનમાં તત્પર રહી એવી પીડા સમ્યક્ પ્રકારે સહન કરતે જિનધર્મકુમાર મૃત્યુ પામીને સૌધર્મક૯પને વિષે ઇંદ્ર થશે. પેલે ત્રિદંડી મૃત્યુ પામી આભિગિક કર્મવડે ઇંદ્રને ઐરાવત નામે હાથી થયે. પછી આયુષ્ય પૂર્ણ થતાં ત્યાંથી ચ્યવને તે ત્રિદંડીને જીવ કેટલાક ભવમાં ભ્રમણ કરી અસિત નામે યક્ષરાજ થયે. આ જીપમાં કુરૂજાંગલ દેશને વિષે હસ્તિનાપુર નામે નગર હતું. તે નગરમાં અશ્વોની સેનાથી પૃથ્વીમંડળને આચ્છાદન કરનાર અને મંગળવડે શત્રુઓના મંડળને જીતનાર અશ્વસેન નામે રાજા હતે ગુણરૂપ રત્નના રેહણાચળરૂપ તે રાજામાં દૂધમાં પુરાની જેમ દેશની એક કણી પણ ન હતી. “મને આ તૃણ સમાન ગણે છે” એવું ધારીને સૌભાગ્ય મેળવવાની ઈચ્છાએ લમી અસિધારા વ્રત કરવાને માટે તેની પાસે સ્થિર થઈ રહી હતી. યાચકોને આવતાં જોઈ તેને અતિશય હર્ષ થતા અને પિતાની આપવાની ઈચ્છાના અનુમાનથી જે તે થેડી યાચના કરે તે તેના મનમાં ખેદ થતું હતું. તેને સહદેવી નામે મહારાણ હતી. તે રૂપથી જાણે પૃથ્વી પર કેઈ દેવી આવેલી હોય તેવી જણાતી હતી. હવે પહેલા દેવલોકમાં ઈંદ્ર સંબંધી લક્ષ્મી ભેળવીને જિનધર્મકુમારને જીવ તે સહદેવીના ઉદરમાં અવતર્યો. તે વખતે સહદેવીએ હસ્તી વિગેરે ચૌદ મહા સ્વપ્ર મુખમાં પ્રવેશ કરતાં જોયાં. અનુક્રમે પ્રસવ સમય આવતાં અદ્વિતીય પર વૈભવવાળા, જાતિવંત સુવર્ણના જેવી કાંતિવાળા અને સર્વ લક્ષણે પરિપૂર્ણ એક કુમારને તેણે જન્મ આપે. અશ્વસેન રાજાએ જગને આનંદ આપનારા મેટા ઉત્સવથી તેનું સનકુમાર એવું નામ પાડ્યું. સુવર્ણના છેદ જેવા ગૌર અંગવાળો એ બાળક બાળ ચંદ્રની જેમ લેકેનાં નેત્રને પ્રસન્ન કરતે અનુક્રમે વૃદ્ધિ પામવા લાગ્યું. એક રાજાના ઉત્કંગમાંથી બીજા રાજાના ઉસંગમાં સંચરતે તે બાળક છતાં પણ અપ્રતિમ રૂપવડે જોતાંજ સ્ત્રીઓનાં નેત્રને અને મનને હરી લેતે. સર્વાગયુક્ત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001011
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy