________________
૧૮૮] જિનધર્મ તથા અગ્નિશર્માનું વર્ણન
[ પર્વ ૪ થું સારબુદ્ધિવડે ચિરકાળ મેહ પામેલા એવા મને ધિક્કાર છે! હળદરના રંગની જેવા આહાર્ય ગુણવાળી સ્ત્રીઓથી પરમાર્થ વેત્તા પુરૂષનું મન જ હરણ થતું નહીં હોય; બાકી તે સર્વ પુરૂષનાં મન હરણ થાય છે. વિષ્ટા, મૂવ, મળ, લેબ્સ, માંસ, મજજા અને અસ્થિથી પૂર્ણ તેમજ નસેથી ગુંથેલી એવી સ્ત્રીઓ ચર્મ (ચામડી)વડે મઢેલી હોવાથી માત્ર બહારથી રમણીય લાગે છે, પણ સ્ત્રીના શરીરને જે અંદર અને બહાર વિપર્યાસ થઈ જાય, અર્થાત્ અંદર છે તે બહાર આવે ને બહારનું અંદર જાય તે તે ગીધ અને શિયાળનેજ પ્રીતિવાળું થઈ પડે તેમ છે. કામદેવ જે સ્ત્રીરૂપ શાવટે આ જગતને જીતે છે તે પછી જે તુચ્છ પીંછાનું શસ્ત્ર ગ્રહણ કરે તેને મૂઢ બુદ્ધિવાળ સમજ. સંકલ્પમાંથી ઉત્પન્ન થનારા એ કામદેવે અહા ! આ બધા વિશ્વને હેરાન કરી દીધું છે, તેથી તેનું મૂળ જે સંક૯૫ તેને જ હું ત્યાગ કરી દઉં.”
આ પ્રમાણે વિચારી સંસારથી વિરક્ત થયેલા મોટા મનવાળા વિક્રમયશા રાજાએ સુવતાચાર્ય પાસે જઈને દીક્ષા ગ્રહણ કરી. પછી પિતાના દેહ ઉપર નિઃસ્પૃહ થઈ એક, બે અને મારા ઉપવાસ વિગેરે તપસ્યા કરી સૂર્ય જેમ કિરણોથી જળને શેષે તેમ તેણે પિતાના શરીરને શેષવી નાખ્યું. એ પ્રમાણે દુસ્તપ તપ આચરી કાળગે મૃત્યુ પામી તે સનકુમાર દેવલોકમાં શ્રેષ્ઠ આયુષ્યવાળા દેવતા થયા. દેશસંબંધી આયુષ્ય પૂર્ણ થતાં ત્યાંથી ચવી રત્નપુર નામના નગરમાં જિનધર્મ નામે શ્રેષ્ઠિપુત્ર થયા. એ શ્રેષ્ઠિકુમાર બાળપણથીજ જેમ સમુદ્ર મર્યાદાને પાળે તેમ બાર પ્રકારના શ્રાવકધર્મને પાળતું હતું, આઠ પ્રકારની પૂજાવડે તીર્થંકરની આરાધના કરતા હતા, એષણીય વિગેરે દાનથી મુનિરાજને પ્રતિલાભો હતો, અને અસાધારણ વાત્સલ્યભાવથી સાધર્મિક જનને દાનવડે પ્રસન્ન કરતું હતું. આ પ્રમાણે તેણે કેટલેક કાળ નિર્ગમન કર્યો.
આ તરફ નાગદત્ત પ્રિયાના વિરહથી દુઃખી થઈ, આર્તધ્યાનવડે મૃત્યુ પામી તિર્યંચનિમાં પરિભ્રમણ કરવા લાગ્યો. અનુક્રમે ચિરકાળ સંસારમાં ભમી સિંહપુર નામના નગરમાં અગ્નિશર્મા નામે બ્રાહ્મણને પુત્ર થયે. કેટલેક કાળે ત્રિદંડીપણું ગ્રહણ કરી અજ્ઞાનતામાં તત્પર થઈ ફરતે ફરતે રત્નપુર નગરે આવ્યું. તે નગરમાં હરિવાહના નામે અન્ય ધમી રાજા હતું, તેણે તે ત્રિદંડી પરિવ્રાજકને નગરમાં આવેલા સાંભળીને પારણને દિવસે પિતાને ત્યાં આવવા નિમંત્રણ કર્યું. ત્યાં આવેલા અગ્નિશ સન્યાસીએ દૈવયોગે રાજદ્વારમાં આવી ચડેલા પેલા જિનધર્મ નામના વણિકકુમાર જે. તેને જોતાં જ પૂર્વ જન્મના વૈરથી અગ્નિશર્મા અષિનાં નેત્રે રોષથી રાતાં થઈ ગયાં. તત્કાળ અંજલિ જેડી પાસે ઉભેલા હરિવહન રાજા પ્રત્યે તે બેલ્યો-હે રાજા! આ શ્રેષ્ઠીના પૃષ્ઠભાગ ઉપર અતિ ઉષ્ણુ દૂધપાકનું પાત્ર મૂકીને જે ભોજન કરાવશો તે હું ભજન કરીશ, અન્યથા કરીશ નહીં.” રાજાએ કહ્યું-“બીજા પુરૂષના પૃષ્ઠ ઉપર થાળ મૂકીને હું તમને ભેજન કરાવીશ.” આ પ્રમાણેનાં રાજાનાં વચન સાંભળીને તે ત્રિદંડી ઇંધ કરીને ફરીવાર બે-“આ પુરૂષનાજ પૃષ્ટ ઉપર અતિ ઉષ્ણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org