SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૬ ] ચક્રવતીનું પંચત્વ પામવું [ પર્વ ૪ થું પચવીશ હજાર કુમાર વયમાં, પચવીશ હજાર માંડળિકપણામાં, દશહજાર દિગ્વિજયમાં, ત્રણ લાખ ને નેવું હજાર ચક્રવતી પણામાં અને પચાસહજાર વતારાધનમાં-એમ એકંદર પાંચ લાખ વર્ષનું આયુષ્ય નિર્ગમન કરી, ઇંદ્રના જેવા વૈભવવાળા મઘવા ચક્રવતી નિર્મળ આત્માવાળા પંચ પરમેષ્ઠીનું સમરણ કરતાં કરતાં પંચત્વ પામીને સનકુમાર દેવલોકમાં મહદ્ધિક દેવતા થયા. इत्याचार्यश्रीहेमचंद्रविरचिते त्रिषष्टिशलाकापुरुषचरिते महाकाव्ये चतुर्ये पर्वणि मघवाचक्रवती चरित વળને નામ પડ્ડ: સઃ || ૬ || સર્ગ ૭ મો. ૦૦૦૦ છonછnછલછલ (9099% ૦૦૦ શ્રી સનકુમાર ચક્રવર્તી ચરિત્ર. નાગકેની નગરી ભગાવતી, દેવનગરી અમરાવતી અને રાક્ષસપુરી લંકાથી પણ અધિક અને કાંચનની શોભાને ધારણ કરનારી કાંચનપુરી નામે નગરી છે. ત્યાં શત્રુની સ્ત્રીઓના અમ્રજળના પ્રવાહમાં મેઘતિ સમાન વિકમયશા નામે પરાક્રમી રાજા હતો. યુથપતિ ગજેદ્રને હાથણીઓની જેમ તેને અંતઃપુરમાં પાંચસે પ્રેમની પાત્ર રમણીઓ હતી. તે નગરીમાં સંપત્તિનો જાણે ભંડાર હોય તે નાગદત્ત નામે એક ઘણી સમૃદ્ધિવાળે સાર્થવાહ રહેતો હતો. સૌભાગ્યકારી, લાવણ્યવાળી અતિશય રૂપથી શોભતી, વિષ્ણુને લક્ષ્મીની જેમ તેને વિષ્ણુશ્રી નામે સ્ત્રી હતી. કાળાશ અને કેશની જેમ પરસ્પર પ્રેમ ધરતા તે દંપતી સારસ પક્ષીની જેમ નિરંતર સ્મરક્રીડામાં રસિકપણે વિહાર કરતા હતા. એકદા એ સુંદર સ્ત્રી કાતાલીય ન્યાયથી વિક્રમયશા રાજાની દ્રષ્ટિએ પડી. તેને જોતાંજ ચેરની જેમ કામદેવે જેનું વિવેકરૂપી ધન હરી લીધું છે એ તે રાજા વિચાર કરવા લાગ્યા કે “અહા ! આ સ્ત્રીનાં મૃગલીનાં જેવાં મનોહર લોચન, મયૂરની કળા જેવો સુંદર કેશપાશ, પાકેલા બિંબફળના બે ભાગની જેવાં કેમળ અને અરૂણ હેઠ, જાણે કામદેવને ક્રીડા કરવાના બે પર્વતો હોય તેવા પીન અને ઉન્નત સ્તન, નવીન લતાની જેવી સરલ અને કમળ ભુજા, વજના મધ્યની જેવો કૃશ અને મુષ્ટિગ્રાહ્ય મધ્યભાગ, સેવાળની જેવી સ્નિગ્ધ રમાવળી, આવર્તાના જેવી નાભી, લાવણ્યરૂપ સરિતાના તટ જેવા નિતંબ, કદળીના સ્થંભ સમાન ઉરૂ અને કમળ જેવા કોમળ ચરણ-એમ સર્વ અવય સુંદર છે, વધારે શું કહેવું? એ બીનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001011
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy