SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ ૬ હો ] ચક્રવતીનું પંચાત્વ પામવું [૧૮૫ સાધી લીધો. ત્યાંથી ચક્રવતીની આજ્ઞાથી સેનાપતિ ચર્મ રત્નવડે સિંધુને ઉતરીને તેના પશ્ચિમ નિકૂટમાં ગયે, અને તે ભાગ સાધીને પાછો આવ્યો, પછી સેનાપતિએ દંડરત્નવડે તે ગુફાનાં કમાડ ઉઘાડયાં, એટલે ચક્રવતીએ ગજરત્ન પર બેસીને સૈન્ય સહિત તેમાં પ્રવેશ કર્યો. કાકિણી રત્નવડે અંદર પ્રકાશ આપનારા મંડળે કરી ગજરત્નના કુંભસ્થળ ઉપર મણિરત્ન રાખી, તેની કાંતિના પ્રસારવડે અંદર ચાલ્યા. ગુફાની મધ્યમાં વિદ્ધકિરને રચેલા સેતુબંધવડે અત્યંત દુસ્તર એવી ઉમેગા અને નિમ્નગા નદી ઉતરી, પિતાની મેળે જેનાં કમાડ ઉઘડી ગયેલા છે એવા ઉત્તર દ્વારને માર્ગે થઈ ચક્રવતી સેના સાથે તે ગુફાની બહાર નીકળ્યા. ત્યાં આપાત નામના અતિ દુર્જય કિરાને, અસુરોને ઈંદ્ર જીતે તેમ મવવા ચક્રવર્તીએ જીતી લીધા. પછી ત્યાંથી સેનાપતિએ જઈને સિધુંના પૂર્વનિકૂટને જીતી લીધે; ચક્રવતીએ પિતે જઈને હિમાલયકુમારને સાથે અને ત્યાંથી અષભકૂટ જઈને ચક્રવતીએ કાકિણી રત્નવડે મઘવા ચક્રવર્તી ' એવું પિતાનું નામ લખ્યું. ત્યાંથી પાછા ફરતાં સેનાપતિ પાસે ગંગાનદીને પૂર્વનિકુટ સધાવ્યું અને પોતે ગંગાદેવીને સાધ્યા. પછી એ ત્રીજા ચક્રવત મઘવાએ વૈતાઢય પર્વતની બંને શ્રેણીના વિદ્યાધરેને લીલામાત્રમાં સાધી લીધા. વિધિ જાણવામાં ચતુર એવા ચક્રવતીએ ખંડપ્રપાતા ગુફાના દ્વારમાં રહેલા નાટ્યમાળ દેવને યથાવિધિ વશ કર્યો અને સેનાપતિ પાસે જેનાં કમાડ ઉઘડાવ્યાં છે એવી ખંડપ્રપાતા ગુફામાં થઈ મઘવા ચક્રવતી સમુદ્રજળમાંથી વહાણની જેમ વૈતાઢયમાંથી બહાર નીકળ્યા. ત્યાં ગંગાને મુખમાં નિવાસ કરી રહેલા નૈસર્પ વિગેરે નવનિ ધિઓ તેને સુખે વશ થઈ ગયા. સેનાપતિની પાસે ગંગાનો પશ્ચિમનિષ્ફટ સધાવ્યું. આ પ્રમાણે મઘવાચક્રીએ પખંડ. ભરતક્ષેત્રને વશ કર્યું. આગળ ચાલતાં અનુક્રમે ચક્રવતી પણાની સમગ્ર સામગ્રીથી પ્રકાશમાન થયેલા મઘવા ચક્રવતી, અમરાવતીમાં ઇંદ્ર આવે તેમ પોતાની શ્રાવસ્તી નામની નગરીમાં આવ્યા. ત્યાં દેવતાઓ અને રાજાઓએ એકત્ર થઈને પૂર્ણ સંપત્તિવાળા મઘવાચક્રીને વિધિપ્રમાણે ચક્રવતીપણાનો અભિષેક કર્યો. ચક્રવતપણમાં અભિષિક્ત થયા પછી એ મહારાજા બત્રીસ હજાર મુગટધારી રાજાએથી નિરંતર સેવાતા હતા, સોળહજાર દેવતાઓથી આશ્રિત હતા, નવ નિધિએથી તેમના મનોરથ પૂર્ણ થતા હતા, અને ચેસઠહજાર અંતઃપુરની સ્ત્રીઓની નયનકમળની માળાએથી નિત્ય પૂજાતા હતા, આ સિવાય બીજા પણ અનેક પ્રમાદનાં સ્થાનો તેમને સુલભ હતાં, તથાપિ તે પિતાના પિતૃપરંપરાથી આવેલા શ્રાવકધર્મમાં કદિ પણ પ્રમાદી થતા નહીં. તેમણે સુવર્ણ અને રત્નોથી દેવતાઓના વિમાન જેવા વિવિધ પ્રકારનાં ચૈત્યે જિનબિંબ સહિત કરાવ્યાં. જેમ તે પૃથ્વીના એકજ પતિ હતા, તેમ તેના મનમાં અéદેવ, સાધુ ગુરૂ અને દયામય ધર્મ એકપણે હતા. ઇંદ્રિયોને નિયમમાં રાખનાર એ ચક્રવતી, જેમ સર્વ રાજાએ તેની પૂજાને છોડતા નહતા તેમ પિતે દરરોજ ચિત્યપૂજાને છોડતા નહોતા. એવી રીતે દેશવિરતિ શ્રાવકપણે પિતાના ઘણા આયુષ્યને નિર્ગમન કરી મઘવાચક્રીએ અંતકાળે વિધિ પ્રમાણે દીક્ષા ગ્રહણ કરી. B - 24 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001011
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy