SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૬ ] પ્રભુની દેશના [ પર્વ ૪ થું આ પ્રમાણે સ્તુતિ કરીને ઇદ્ર, વાસુદેવ અને બલભદ્ર વિરામ પામ્યા, પછી ભગવાન ધર્મનાથ પ્રભુએ આ પ્રમાણે ધર્મદેશના આપી. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચતુર્વર્ગમાં મોક્ષવર્ગ અગ્રણી છે. તેને યોગ “કરાવનાર કારણ જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ ત્રણ રત્ન છે. તત્ત્વને અનુસરનારી મતિ તે “જ્ઞાન, સમ્યક્ પ્રકારની શ્રદ્ધા તે દર્શન અને સર્વ સાવઘ યોગને ત્યાગ તે ચારિત્ર કહેવાય છે. પ્રાણુને આત્માન્ય જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ છે, અથવા તાદામ્યકપણેજ તે શરીરમાં રહેલે છે. મેહના ત્યાગથકી જે પિતાના આત્માવડે આત્માને વિષે આત્માને જાણે છે તેજ તેના જ્ઞાન, દર્શન અને ચારિત્ર છે. આત્માને અજ્ઞાનપણથી ઉત્પન્ન થયેલ દુઃખ આત્મજ્ઞાન. વડેજ હણાય છે. જે આત્મજ્ઞાનથી રહિત છે તે તપ કરવાવડે પણ અજ્ઞાનજનિત દુઃખને “છેદી શકતું નથી. આ આત્મા ચૈતન્ય (જ્ઞાન) રુપ છે, પણ કર્મના ભેગથી શરીરધારી “થાય છે, અને જ્યારે ધ્યાનરૂપી અગ્નિથી કમ માત્ર દગ્ધ થઈ જાય છે ત્યારે તે નિરંજન સિદ્ધાત્મા બને છે. કષાય અને ઇન્દ્રિયોથી જીતાયેલે આ આત્માજ સંસાર છે, અને કષાય “તથા ઇદ્રિને જીતનારો આત્મા જ મોક્ષ છે–એ પ્રમાણે વિદ્વાને કહે છે. તે કષાયે ક્રોધ, માન, માયા અને લેભ એમ ચાર પ્રકારે છે, અને તે પ્રત્યેકના સંજવલન વિગેરે ચાર “ચાર ભેદ છે. તેમાં સંજવલન એક પક્ષ સુધી, પ્રત્યાખ્યાન ચાર માસ સુધી, અપ્રત્યાખ્યાન વર્ષ સુધી અને અનંતાનુબંધી આખા જન્મ સુધી સ્થિતિ કરે છે. તે અનુક્રમે વીતરાગપણું, મુનિ પણું, શ્રાવકપણું અને સમ્યગદષ્ટિપણું હણે છે-કે છે, અને દેવપણું, મનુષ્યપણું, “તીય ચપણું અને નારકીપણું આપે છે. તેમાં ક્રોધ નામે કષાય ઉપતાપ કરનાર, વેરનું કારણ, દુર્ગતિને આપનાર અને “સમતાસુખને અટકાવનાર ભેગરૂપ છે. તે ઉત્પન્ન થતાંજ અગ્નિની પેઠે પ્રથમ પોતાના “આશ્રયને તે બાળે જ છે, પછી બીજાને બાળે છે કિંવા નથી પણ બાળતા, આઠ વર્ષે ઉન પૂર્વકેટી વર્ષો પર્યત ચારિત્ર અને તપ કરેલું હોય તે તેને પણ ક્રોધરૂપી અગ્નિ ક્ષણવારમાં “દહન કરી નાખે છે. પૂર્વના પુયસંભારથી સંચય કરેલું સમતારૂપ પય ક્રોધરૂપ વિષના “સંપર્કથી તત્કાળ અસેવ્ય થઈ જાય છે. વિચિત્ર ગુણને ધારણ કરનારી, ચારિત્રરૂપ ચિત્રની રચના (ચિત્રશાળી)ને ક્રોધરૂપ ધુમાડે પ્રસરીને અત્યંત મલીન કરી નાખે છે. વૈરાગ્યરૂપી શમીપત્રના પડીઆમાં જે સમતાને રસ મેળવ્યું હોય તે શાકપત્રના પડીઆમાંથી આવા “ક્રોધવડે તે રસ કેમ ઢળી ન જાય? વૃદ્ધિ પામેલે ક્રોધ શું શું અકાર્ય નથી કરતો? આગામી કાળે દ્વૈપાયનના ક્રોધરૂપ અગ્નિમાં મોટી દ્વારકાનગરી સમિધરૂપ થઈ જશે. ક્રોધ કરનારને ક્રોધ કરવાથી કાર્યસિદ્ધિ થતી જોવામાં આવે છે, તે ક્રોધ સાથે સંબંધ ધરાવતી નથી; અર્થાત તે ક્રોધના ફળરૂપ નથી પણ જન્માંતરે મેળવેલા તેના સારા કર્મનું ફળ છે. જે ૧ સંજવલન, પ્રત્યાખ્યાની, અપ્રત્યાખ્યાની અને અનંતાનુબંધી એ ચાર ભેદ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001011
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy