SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ ૫ ] પ્રભુની દેશના [૧૭૭ “પ્રાણીઓ આ લેકના અને પરલોકના તથા સ્વાર્થના અને પરાર્થના નાશને કરનારા ક્રોધને “પિતાના શરીરમાં ધારણ કરે છે તેમને વારંવાર ધિકકાર છે! ક્રોધોધ પુરૂષે પિતાને, માતાને, ગુરૂને, સુહૃદુ (મિત્ર)ને, સહોદરને અને સ્ત્રીને તેમજ પિતાના આત્માને પણ નિર્દય થઈને “હણી નાખે છે. એવા ક્રોધરૂપ અગ્નિને સત્વર બુઝાવવાને માટે ઉત્તમ પુરૂષોએ સંયમરૂપ આરામને વિષે નીકરૂપ એક ક્ષમાને જ આશ્રય કરે. અપકાર કરનાર પુરૂષની ઉપર થયેલ “ ક્રોધ બીજી રીતે રોકી શકાતો નથી, પણ સત્ત્વના માહામ્યવડેજ રોકી શકાય છે અથવા “આવી ભાવના રાખે તે તેના વડે રોકી શકાય છે કે-પિતે પાપને અંગીકાર કરી આપણને “બાધા કરવાની ઈચ્છા કરે છે તે પોતાના કર્મથી હણાઈ ગયો છે તે તેની ઉપર કર્યો મૂજન પણ કેપ કરે? જો તારે એ આશય હેય કે “જે મારા અપકારી છે તેની ઉપર તે હું કેપ “કરીશ તે તેને નિરંતર દુઃખ આપવામાં ખરેખર કારણભૂત તારા કર્મની ઉપર શામાટે કપ કરતે નથી? શ્વાન ઢેકું નાખનારને નહીં કરડવા જતાં ઢેફાને બચકાં ભરે છે, પણ કેસરીસિંહ “બાણને કાંઈ કરતા નથી પણ બાણુ નાખનારને જ મારે છે. માટે ક્રાધ કરનારે વિચાર કરે કે “જે મારાં ક્રૂર કર્મોએ પ્રેરેલે શત્રુ મારી ઉપર કેપ કરે છે તે કર્મોની ઉપેક્ષા કરીને હું “બીજા૫ર ક્રોધ કરૂં છું; તેથી ખરેખર હું વાનની રીતિનેજ આશ્રય કરું છું. ભવિષ્યકા ળમાં ઉત્પન્ન થનારા શ્રી મહાવીર ભગવાન પિતાને ઉપસર્ગાદિ કરનારા પાપીઓની ઉપર “ક્ષમા કરશે, કેમકે વગર પ્રયાસે સ્વયમેવ પ્રાપ્ત થયેલી ક્ષમાને વહન કરવાને કણ ન છે? “જે ત્રણ લેકનું પ્રલયમાંથી પણ રક્ષણ કરવાને સમર્થ છે તેવા પુરૂષે પણ ક્ષમા કરે છે, “તે કદળીના જે અલ્પ સત્ત્વવાળ તું ક્ષમા કેમ કરતે નથી? વળી તે પૂર્વ જન્મે એવું પુણ્ય કેમ ન કર્યું કે જેથી તેને કોઈ પીજ નહીં, માટે હવે પિતાના પ્રમાદનોજ શોક “કરીને ક્ષમાને અંગીકાર કર. ક્રોધાંધ મુનિ અને પ્રચંડ ચાંડાળ તે બેની વચ્ચે કાંઈપણું અંતર નથી, માટે ક્રોધનો ત્યાગ કરીને ઉજવળ બુદ્ધિને ગ્રહણ કરે. મહર્ષિ ક્રોધી હતા અને “કુરગડુ અક્રોધી હતા, તે દેવતાઓએ મહર્ષિ મુનિને છોડીને કરગડુની સ્તુતિ કરી.' કદિ જે કઈ આપણને મર્મપીડક વચન કહે તે આપણે વિચારવું કે “જે એ સત્ય હોય તે “તેમાં કેપ કરવા જેવું શું છે? અને જે અસત્ય હોય તો તે ઉન્મત્ત થઈને બોલે છે તે તેને વિચારશો?” જે કઈ આપણને મારવાને આવે તે મનમાં વિમય પામી હસવું કે “મારે વધ થવે એ તે મારા કર્મને સાધ્ય છે, આ મૂર્ખ પુરૂષ તે ફોગટને નાચે છે.” “જે કોઈ ખરેખર મારી નાખવાને આવે તે વિચારવું કે “મારા આયુષ્યને ક્ષયજ પ્રાપ્ત “થ જણાય છે, તે આ દુષ્ટ નિર્ભય થઈને પાપ બાંધે છે અને મરેલાનેજ મારે છે. જે “સર્વ પુરૂષાર્થને ચારનારા ક્રોધની ઉપર તને ક્રોધ ઉત્પન્ન નથી થતો તો પછી અલ્પ અપરાધ કરનારા, બીજાની ઉપર કેપ કરનારા એવા તને ધિકાર છે. તેથી સારી બુદ્ધિવાળ પુરૂષ ૧ આ દૃષ્ટાંત હવે પછી બનનાર છે, 'B - 23 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001011
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy