________________
[૧૭૫
સગ ૫ મે ]
પ્રભુની દેશના તે સમયમાં ધમનાથ પ્રભુ બે વર્ષ સુધી છવસ્થપણે વિહાર કરી ફરતાં ફરતાં જ્યાં દીક્ષા લીધી હતી તે પ્રકાંચન નામના ઉપવનમાં આવ્યા. ત્યાં દધિપણું વૃક્ષની નીચે ધ્યાન કરતા પ્રભુને પિષમાસની પૂર્ણિમાને દિવસે પુષ્યનક્ષત્રમાં ચંદ્ર આવતાં કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. તરતજ તે સ્થાનકે દેવતાએ રચેલા સમવસરણમાં પ્રભુએ દેશના આપી, અને અરિષ્ટ વિગેરે તેંતાળીશ ગણધરે કર્યા. તેમના શાસનમાં ત્રણ મુખવાળો, કાચબાના વાહનવાળો, દક્ષિણ ભુજાઓમાં બીરૂં, ગદા અને અભયને તથા વામ ભુજાઓમાં નકુળ, પદ્મ અને અક્ષમાળાને ધરનારે રક્તવર્ણી અને તેજસ્વી કિંમર નામને યક્ષ શાસનદેવતા થયે; અને ગૌર અંગવાળી, મસ્યના વાહનવાળી, બે દક્ષિણ ભુજામાં ઉત્પળ અને અંકુશ તથા બે વામ ભુજામાં પદ્મ અને અભયને ધરનારી કંદપ નામે રક્ષણ શાસનદેવી થઈ એ બંને નિરંતર પ્રભુની પાસે રહેવા લાગ્યા. આ બનને શાસનદેવતાથી સેવાતા ધર્મનાથ પ્રભુ પૃથ્વી પર વિહાર કરતા અનુક્રમે અશ્વપુરે આવ્યા. તત્કાળ ઈંદ્રાદિક દેવતાઓએ જેમાં પાંચસો ને ચાળીશ ધનુષ્ય ઉંચું અશકવૃક્ષ છે એવું સમવસરણ રચ્યું. પ્રભુએ તેમાં પ્રવેશ કરીને ચૈત્યવૃક્ષને પ્રદક્ષિણા કરી અને તીર્થને નમન કરીને પૂર્વ સિંહાસન પર બેઠા. બીજી ત્રણ દિશાઓમાં વ્યંતર દેવતાઓએ પ્રભુની જેવાંજ ત્રણ પ્રતિબિંબે રન્નસિંહાસન પર વિકુવ્ય. પ્રભુની પર્ષદામાં ચતુર્વિધ સંઘ પહેલા વપ્રમાં ચોગ્ય સ્થાને બેઠે, બીજા વઝમાં તિય રહ્યા, અને ત્રીજા વપ્રમાં વાહને બેઠવાયાં.
તત્કાળ સેવકપુરૂષોએ આવીને પ્રફુલ્લિત નેત્રે પ્રભુ સમવસર્યાનાં સમાચાર પુરૂષસિંહ વાસુદેવને કહા. તેમને સાડાબાર કાટી દ્રવ્ય ઈનામમાં આપી પુરૂષસિંહ વાસુદેવ સુદર્શન બળદેવ સહિત સમવસરણમાં આવ્યા. ત્યાં પ્રભુને ભક્તિપૂર્વક પ્રદક્ષિણ અને નમસ્કાર કરીને વાસુદેવ જયેષ્ઠ બંધુ સાથે ઇંદ્રની પછવાડે બેઠા. પછી ઇંદ્ર, વાસુદેવ અને સુદર્શન ફરીવાર સ્વામીને નમી પ્રભુની ભક્તિથી અસંતુષ્ટ હેય તેમ હર્ષથી સ્તુતિ કરવા લાગ્યા.
જગના નેત્રરૂપ, ચકાર પક્ષીને આનંદ આપવામાં ચંદ્રરૂપ અને મિથ્યાત્વરૂપ અંધ“કારને દૂર કરવામાં સૂર્યરૂપ એવા હે જગત્પતિ ધર્મનાથ પ્રભુ! તમે વિજય પામે. હે નાથ!
તમે છવસ્થપણે ચિરકાળ રહ્યા તે છતાં છઘ (કપટ) રહિત છે, અને અનંત દર્શન છતાં “અનેક દર્શનને બાધ કરનારા છે. તમારી દેશનારૂપ જળના પૂરથી જેમને આત્મા પલાવિત “થયેલ છે તે પ્રાણીઓની કમની મલીનતા તત્કાળ ધોવાઈ જાય છે. જેવી રીતે તમારા “ચરણની છાયાથી પ્રાણીઓના સંતાપ શમી જાય છે, તેવી રીતે મેઘ અને ૬ની છાયામાં
પણ સંતાપ શમતે નથી. હે પ્રભુ તમારા દર્શન કરવાથી થયેલા નિસ્પદ શરીરવાળાં “પ્રાણીઓ જાણે કતરેલી પૂતળીઓ હોય તેવા જણાય છે. હે જગદંબંધુ! આ ત્રણ જગત “સ્વભાવાદિની કેટલીક વિરૂદ્ધતાથી જુદું જુદું છે, પણ આજે તમારા પ્રભાવથી એકત્ર મળી જઈને બંધુરૂપ થઈ ગયેલું છે. આ ત્રિખંડ ભરતક્ષેત્રના મૂળ સ્થાનના દેવતા રૂપ હે પ્રભુ! જેમને બીજુ કંઈ શરણ નથી એવા અમારી તમે રક્ષા કરે. હે જગત્પતિ! અમે તમને “વારંવાર પ્રાર્થીએ છીએ કે હમેશાં તમારા ચરણકમળમાં અમારું મન ભ્રમરની ચેષ્ટા કરો.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org