SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૪] પાંચમા પુરૂષોત્તમ વાસુદેવને અભિષેક [ પર્વ ૪ થું માનનારા વાસુદેવ! ઉભો રહે. આ પ્રમાણે કહેતે મહારથી પ્રતિવાસુદેવ વાસુદેવની સામે યુદ્ધ કરવા આવ્યા. બંને વીરે કેપથી પિતાની ભ્રકુટી ચઢાવી ભય પમાડતા પિતપતાના ધનુષ્યનું આસ્ફાલન કરવા લાગ્યા. પછી મેઘ જેમ, જળધારાની વૃષ્ટિ કરે તેમ બંને વિરે બાણવૃષ્ટિ કરીને સિંહનાદવડે મૃગલીને ત્રાસ ઉપજે તેમ બેચરની સ્ત્રીઓને ત્રાસ પમાડવા લાગ્યા. આંતરા રહિત પડતા એવા તેમના બાણસમૂહથી રણભૂમિ બરૂના વૃક્ષની છવાયેલા સમુદ્રના વિલાસને ધારણ કરવા લાગી. યુદ્ધરૂપી સાગરમાં તિમિંગલ રૂપ એ વીરે કરમુક્ત, યંત્રમુક્ત અને મુક્તામુક્ત એવા આયુધવડે યુદ્ધ કરવા લાગ્યા. તે સમયે નિશુંભે જાજવલ્યમાન જવાળારૂપ જિવાળું અને તીમ ધારાવડે વિકરાળ એવું પોતાનું ચક્ર ઇદ્ર જેમ વજાને સંભારે તેમ સંભાયું. સ્મરણ કરતાં જ પ્રાપ્ત થયેલા તે ચક્રને અંગુલિથી આકાશમાં જમાડતે નિશુંભ ક્ષોભ પમાડે તેવું વચન ગર્વથી બે -“અરે કુમાર ! તું અનુકંપા કરવા ગ્ય છે અને બાળક છે, તેથી અહીંથી નાસી જતાં અને શી લજજા છે? માટે ચાલ્યા જાય અથવા મારી સેવા કર, શું તને એક શ્વાન પણ સારો વિચાર આપનાર નથી? આ ચક્ર મૂકવાથી હું પર્વતને પણ ફાડી નાખું, તે નવીન કુષ્માંડની જેવા કોમળ શરીરવાળા તારી તે શી વાત કરવી ?” આવાં વચન સાંભળી પુરૂષસિંહ કુમારે કહ્યું-“હવે અતિ ગર્વવાળા એવા તારૂ અને ચક્રનું વીર્ય જોવાનું બાકીમાં છે, બીજા અોથી તે શું કર્યું છે? અત્યારે મેઘ જેમ ઇંદ્ર ધનુષ્યને ધારણ કરે તેમ તેં આ ચક્રને ધારણ કરેલું છે, પણ તે મૂઢ! તે મને શું કરવાનું છે? તેને છોડ, હું તેનું પણ અમેઘપણું જઉં.” આવાં વાસુદેવનાં કઠોર વચને સાંભળી નિશુંભે તેને મારવાની ઈચ્છાથી સર્વ બળવડે ચક્ર મૂકયું. તે ચક્ર પિતાના અગ્ર ભાગવડે વાસુદેવના હદયમાં વેગથી અથડાઈ વિંધ્યાદ્રિના તટમાં મોટા ગજની જેમ નિષ્ફળ થઈ ગયું. તેના આઘાતથી વાસુદેવ નેત્ર મીંચી મૂછ પામીને પડી ગયા. બલભદ્ર ગોશીષ ચંદનથી સિંચન કર્યું, એટલે ડીવારમાં પાછા ઉઠી, સંજ્ઞા પ્રાપ્ત કરીને હાથવડે તેજ ચક્ર લઈ “અરે ઉભે ન રહે, જતો રહે,” એમ નિશુંભને કહેવા લાગ્યા; પણ સામેથી “છોડ, છોડ,” એમ વચને આવતાં વાસુદેવે ચક્ર છેડ્યું, અને પ્રતિવાસુદેવ નિશુંભનું મસ્તક પાંચમા વાસુદેવે તે ચક્રવડે છેદી નાંખ્યું. તત્કાળ પરાક્રમીઓમાં મુગટરૂપ એ વાસુદેવના ઉપર જયલક્ષ્મીના હાસ્ય જેવી આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થઈ. પછી તેજ પ્રયાણ કરીને વાસુદેવે ભરતાદ્ધને સાધી લીધું. મહાત્માઓને વ્યવસાય સહસા રીતે જ ફળે છે, દિગ્યાત્રા કરીને પાછા ફરતાં વાસુદેવ મગધદેશમાં આવ્યા. ત્યાં એક લીલામાત્રમાં મુસ્તિકાના પાત્રની જેમ ભુજાવડે કેટીશિલાને ધારણ કરી. ત્યાંથી અશ્વસૈન્ય વડે પૃથ્વીને આચ્છાદન કરતા અશ્વપુર આવ્યા અને સ્થાને સ્થાને નગરીઓથી પૂજાતા વાસુદેવે પુરમાં પ્રવેશ કર્યો. ત્યાં બલભદ્ર અને બીજા ભક્તિવાળા રાજાઓએ વાસુદેવને અદ્ધચક્રીપણાને અભિષેક કર્યો. ૧ કુષ્માંકેળાનું ફળ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001011
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy