________________
સર્ગ ૫ મો] પ્રતિવાસુદેવ-વાસુદેવ વચ્ચે યુદ્ધ
[૧૭૩ છે.” આ દ્વતને સંદેશ સાંભળીને તેમને અત્યંત કોપ ઉત્પન્ન થયો અને શોક નિવૃત્તિ પામી ગયે; કારણકે બળવાન રસ પણ બીજા રસથી બાધ પામી જાય છે. પછી ભ્રકુટી ચડાવી, લલાટપર વિકૃતિ બતાવી, સિંહ જેવા પુરૂષસિંહે ક્રોધ લાવીને કહ્યું-“ઈક્વાકુવંશમાં ચંદ્ર સમાન અને સર્વ વિશ્વના ઉપકારી એવા અમારા પિતાના મૃત્યુથી કોણ શેકનું સ્થાન થયું નથી ? બીજા રાજાઓએ શેક કર્યો છે અને નિશુંભે પણ શેક કર્યો છે, પણ તે નિશુંભ આવે સંદેશ ન મેકલાવે છે તેથી તેની પિશુનતા થાય. સિંહના બાળકને કોણ દેશ આપે છે? કે તેને ઉછેરે છે? અને તેને પરાભવ કેનાથી થાય છે? અત્યારે અમારી પાસે આ પ્રમાણે બેલ કેમ લજજા પામતે નથી? આપણાના મિષથી તે ખરેખર અમારો અપમાન કરનાર શત્રુ છે. કદિ તારો સ્વામી અમારો મિત્ર છે, અમિત્ર છે કે ભલે ઉદાસી હા, અમે તેમાં નિરપેક્ષ છીએ; કારણ કે ભુજપરાક્રમી વીરોને પિતાની ભુજાની જ અપેક્ષા છે” આવાં કુમારનાં વચને સાંભળી હત બોલ્યો-“તે પિતા સમાન અમારા સ્વામીને શત્રુરૂપ માનતા એવા તમે પોતાના કલ્યાણ માં અકલ્યાણની ઈચ્છા કરી તમારું બાળકપણું સ્પષ્ટ રીતે બતાવે છે. અરે કુમાર ! હજુ તમે રાજનીતિ જાણતા નથી. શામાટે હાથે કરી ઉદર ચાળીને શૂળ ઉત્પન્ન કરે છે? હું તમારા વચને મારા સ્વામીને કહીશ નહીં. હજુ મારું વચન માને અને તેના પ્રાસાદથી બંધુ સહિત તમારૂં ક્ષેમકુશળ લાંબા કાળ સુધી થાઓ, નહિ તે ચેડા સમયમાં એ તમારો શત્રુ થશે અને જ્યારે યમરાજાની પેઠે તે રેષ કરશે, ત્યારે તમારે જીવિતમાં પણ સંશય થઈ પડશે.” આવાં દૂતનાં વચનેથી વાસુદેવને વિશેષ ક્રોધ ઉત્પન્ન થશે અને કહ્યું-“અરે દૂત! તું પિતાના જીવિતામાં પણ અપેક્ષા રહિત એ ખરેખર દૂત છે. વાણુના પ્રપંચમાં ચતુર એવા તારી જેવા દૂતની વાણું માત્ર ફાટેપ કરનારા નિર્વિષ સર્ષની જેમ બીકણ રાજાઓને બીવરાવે છે. અરે દૂત! જા, મારાં કહેલાં વચને ગોપવીશ નહીં, બધાં તારા સ્વામીને કહેજે, તે કદિ અમારે શત્રુ થશે તે અમોએ તેને વધ્યકોટીમાં પરિપૂર્ણ રીતે ગણી લીધેલેજ છે.
આવાં વાસુદેવનાં વચનથી દૂત ત્યાંથી ઉભે થયે, અને વેગથી નિશુંભની પાસે આવી તે સર્વ યથાર્થ કહ્યું. તે સાંભળી શત્રુને વિનાશ કરનાર નિશુંભને ઘણે કોઈ ચડ્યો. તત્કાળ સેનાવડે પૃથ્વીને આચ્છાદન કરતો તે અશ્વપુર ઉપર ચડી આવ્યા. નિશુંભને આવેલે સાંભળી શત્રુને વિજય કરનાર વાસુદેવ પિતાના જે બંને સાથે લઈ સઘ સર્વ સૈન્ય સહિત સામા ચાલ્યા. પરસ્પર મંથન કરવાને ઉદ્યત થયેલા નિશુંભ અને પુરૂષસિંહ હાથીની જેમ અદ્ધ માગે એકઠા થયા. બંનેના સિનિકે ભૂમિ અને આકાશને #ભ કરતા, સિંહનાદ, ધનુષ્યના ટંકાર તથા હાથનું આયફાલન કરતા પરસપર યુદ્ધ કરવા લાગ્યા. પોતાના શરીરની રક્ષા કરવામાં અપેક્ષા રહિત એવી બને અક્ષૌહિણી (સેના) નો ક્ષય પ્રલયકાળની પેઠે ક્ષણવારમાં થઈ ગયે; પછી બલભદ્ર જેની પાછળ છે એવા વાસુદેવે રથમાં બેસીને પવનવડે અગ્નિની જેમ પાંચજન્ય નામને શંખ પૂર્યો. પડતા વજના ઘેર શબ્દની જેવા તે શંખના મોટા નાદથી શત્રુનું સર્વ સૈન્ય ક્ષેભ પામી પડી ગયું. તે વખતે “અરે ! પિતાના આત્માને સુભટ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org