________________
સગ ૧ લે] પ્રભુને મોક્ષકાળ
[૧૧૯ મને નિદ્રા આવે ત્યારે ગવૈયાઓને ગાયન કરતાં બંધ કરીને તું વિદાય કરી દેજે, કારણ કે જ્યારે સ્વામી અવધાન રહિત હોય ત્યારે સર્વ પ્રયાસ વ્યર્થ થાય છે.” સ્વામીની આવી આજ્ઞાને શવ્યાપાલકે સ્વીકાર કર્યો, અને ડીવારમાં તે ત્રિપૃષ્ટ વાસુદેવના નેત્રમાં નિદ્રા આવી પણ શય્યાપાલકે સંગીત સાંભળવાના લોભથી તે ગવઈયાઓને વિદાય કર્યા નહીં, કારણ કે જેમનું મન વિષથી વ્યાક્ષિપ્ત થાય છે તેના મનમાંથી સ્વામીની આજ્ઞા ગલિત થઈ જાય છે. આ પ્રમાણે ગાયનમાંજ રાત્રિને ચેથા પ્રહર થઈ ગયો. એટલે પાછલી રાત્રીએ ત્રિપૃષ્ટ વાસુદેવ જાગૃત થયા, તે વખતે ગાયકને અક્ષણ સ્વર તેમના સાંભળવામાં આવ્યે. તત્કાળ તેણે શય્યાપાલકને પૂછયું- “આ બિચારા કણકારી ગયાઓને તેં અદ્યાપિ પર્યત કેમ વિદાય કર્યા નહીં ?” શય્યાપાલકે કહ્યું—“હે પ્રભુ! તેઓના ગાયનથી મારું હૃદય આક્ષિપ્ત થઈ ગયું, જેથી હું આ ગાયકોને વિદાય ન કરી શક્યો, અને આપના શાસનનું પણ વિસ્મરણ થઈ ગયું.” આ પ્રમાણે સાંભળીને તરતજ વાસુદેવને કેપ ઉત્પન્ન થયે, પણ તે વખતે તે તેને ગેપવી રાખે. પછી પ્રાતઃકાહે પૂર્વ દિશામાં સૂર્યની જેમ સભામાં સિંહાસન પર તે આરૂઢ થયા. તે વખતે રાત્રિનું વૃત્તાંત સંભારી, તે શવ્યાપાલકને બેલાવી વાસુદેવે સેવક પુરૂષને આજ્ઞા કરી કે “આ ગાયનની પ્રીતિવાળા પુરૂષના કાનમાં તપેલું તરવું અને તાંબુ રેડે, કારણકે એ કાનને જ દેષ છે.” તેઓએ શય્યાપાલકને એકાંતમાં લઈ જઈને તે પ્રમાણે કર્યું. કારણ કે ઉગ શાસનવાળા રાજાઓની આજ્ઞા દુલધય છે. એની વેદનાથી શય્યાપાલક તરતજ મરણ પામે, અને વાસુદેવે મહા માઠા વિપાકવાળું અશાતા વેદનીય કર્મ બાંધ્યું.
નિત્ય વિષયમાં આસક્ત, રાજ્યમૂછમાં પરાયણ, ભુજગલના ગર્વથી જગતને તૃણ સમાન ગણનાર, પ્રાણાતિપાત (જીવહિંસા) માં નિઃશંક, મહારંભ પરિગ્રહ વાળે અને ક્રર અધ્યવસાયથી સમક્તિરૂપ આભૂષણને નાશ પમાડનાર એ ત્રિપૃષ્ટ વાસુદેવ નારકીનું આયુષ્ય બાંધી
રાશી લાખ વર્ષનું આયુષ્ય પૂરું કરી સાતમી નરકભૂમિમાં ગયે. ત્યાં પ્રતિષ્ઠાન નામના નારકાવાસમાં રહી પાંચસે ધનુષ્ય ઉન્નત શરીરવાળા તેણે તેત્રીશ સાગરોપમ સુધી મહાકિલણ કર્મોનું ફળ અવકન કર્યું. ત્રિપૃષ્ણ વાસુદેવને કુમારવયમાં પચવીશ સહજ, માંડલિકપણામાં પચવીશ સહસ્ત્ર, દિવિજયમાં એક સહસ્ત્ર, અને રાજ્ય પાળવામાં ત્રાશી લાખ ને ઓગણપચાસ હજાર વર્ષ–એમ સર્વ મળી રાશી લાખ વર્ષનું આયુષ્ય પૂર્ણ થયું.
પિતાના અનુજ બંધુના પંચત્વથી ઉત્પન્ન થયેલા શેકવડે રાહુથી સૂર્યની જેમ અચલ બલદેવ પરાભવ પામ્યા. પિતે વિવેકી હતા તે છતાં પણ બ્રાતુનેહના વશથી જાણે અવિવેકી હોય તેમ ઉંચે કરૂણ સ્વરે રૂદન કરવા લાગ્યા. તે વિલાપ કરતાં બેલ્યા કે “હે બંધુ! તમે બેઠા થાઓ, આવા શયનકર્મમાં આવો આગ્રહ કેમ રાખે છે? પુરૂષસિંહ એવા તમને હાલ આવું અપૂર્વ આલસ્ય ક્યાંથી પ્રાપ્ત થયું? હે ભાઈ! આપણા દ્વાર આગળ સર્વ રાજાઓ તમારા ચરણના દર્શન કરવાને ઉત્સુક થઈ ઊભા છે, તે દીન રાજાઓની ઉપર તમારે પ્રસાદ કર યુક્ત છે. હે બાંધવ! કીડા અથે તમારે આવું મન રાખવું ઘટતું નથી, કારણ કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org