SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૦] અનુજ બંધુના પંચત્વથી બલભદ્ર કરેલ વિલાપ [પ ૪ થું તમારી વાણીરૂપ અમૃત વિના મારું હૃદય ભંગ થઈ જાય છે, હે પ્રિય ભાઈ, મોટા ઉત્સાહવાળા અને વડિલની ભક્તિવાળા એવા તમને આવી રીતે નિદ્રા અને મારી અવજ્ઞા કરવી સર્વથા સંભવતી નથી. અરે! હું ઉગ્ર વિધિથી હત થઈ ગયે, મારા૫ર આ શું દુઃખ આવી પડયું !” આ પ્રમાણે વિલાપ કરતાં કરતાં બલદેવ મૂછ પામીને પૃથ્વી ઉપર પડયા. ક્ષણવારે સંજ્ઞા મેળવી બેઠા થઈ ટળવળતાં “હા ભ્રાત!” એમ ઉંચે સ્વરે આક્રંદ કરવા લાગ્યા, અને વાસુદેવને પિતાના ઉસંગમાં લીધા. પછી જ્યારે વૃદ્ધોએ સારી પેઠે સમજાવ્યા ત્યારે ક્ષણવાર ધર્યનું અવલંબન કરીને તેમણે અનુજ બંધુનું અંગસંસ્કારાદિ કૃત્ય કર્યું. ઉત્તરક્રિયા કર્યા પછી પણ પિતાના અનુજ બંધુને વારંવાર સંભારી સંભારીને શ્રાવણ માસના મેઘની પેઠે, તેમણે લેચનમાંથી અશ્ર પ્રવાહ પાડવા કર્યો. ત્યાર પછી ઉધાનમાં અરણ્યની પેઠે, ઘરમાં સમશાનની પડે, કીડાસરોવરમાં કે નદીમાં ઘરની ખાળેની પેઠે અને બંધુસમાજમાં રાત્રુઓના સમાજની પેઠે બલભદ્રને અ૯૫જળમાં મર્યની જેમ જરા પણ પ્રીતિ ઉત્પન્ન થઈ નહીં. અનુક્રમે શ્રેયાંસ પ્રભુની શ્રેયકારી વાણીના સ્મરણથી સંસારની અસારતા ચિંતવીને તેઓ વિષયથી પરાક્ષુખ થયા. પણ સ્વજનેના આગ્રહથી કેટલાએક દિવસ ઘરમાં રહ્યા. એકદા ધર્મ શેષ નામના આચાર્ય ત્યાં પધાર્યા. બળદેવ તેમના ચરણ સમીપે પ્રાપ્ત થયા, અને અહંતની વાણુને અનુવાદ કરનારી તેઓની દેશના સાંભળી તેમને સંસાર ઉપરથી વિશેષ નિર્વેદ પ્રાપ્ત થયું. તત્કાળ શુદ્ધ બુદ્ધિવાળા તેમણે તે આચાર્યની પાસે દીક્ષા ગ્રહણ કરી. કારણકે મહાશય જાણ્યા પછી તરતજ આચરણ કરવામાં પ્રવર્તે છે. સદ્ગુણી બળદેવ મુનિએ મૂળ તથા ઉત્તર ગુણનું સમ્યક્ પ્રકારે પાલન કરતાં, સર્વત્ર સમતાને ધારણ કરતાં, પરિષને સહેતાં, વાયુની પિઠે પ્રતિબંધ રહિત રહેતાં અને સર્ષની જેમ એક દષ્ટિથી અવલોકન કરતાં ગ્રામ, આકર તથા પુરાદિકમાં કેટલાક કાળ સુધી વિહાર કર્યો. સ્વભાવથીજ જેમના ચિત્તની વૃત્તિ નિર્મળ છે એવા અચલ બલભદ્ર પંચાશી લાખ વર્ષે નિગમન કરી, છેવટ સર્વ કમને ઘાત કરી મોક્ષપદમાં નિવાસ પામ્યા. इत्याचार्यश्रीहेमचन्द्रविरचिते त्रिषष्टिशलकापुरुषचरिते महाकाव्ये चतुर्थे पर्वणि श्रीश्रेयांसत्रिपृष्टाचलाश्वग्रीववर्णनो નામ પ્રથમ: સ: | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001011
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy